આ દુર્ઘટનામાં વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. અજિત પવાર સિવાય વિમાનમાં અન્ય ચાર લોકો સવાર હતા. વિમાન ઓપરેટર VSR એવિએશન દ્વારા અન્ય ચાર મૃતકો અંગેની માહિતી આપવામાં આવી છે.


એવિએશન કંપનીએ પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં પાયલટ સુમિત કપૂર અને કો-પાયલટ સાંભવી પાઠક સામેલ હતા. કંપનીએ જણાવ્યું હતું કે બંને પાયલટ સુશિક્ષિત હતા અને વિમાનમાં કોઈ ખામી નહોતી. વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ ઉપરાંત અજિત પવારના બે સ્ટાફ મેમ્બર વિદિપ જાધવ અને પિંકી માલી પણ હતા.

અકસ્માતની વિગતો

વિમાનનું મોડેલ: Learjet 45

રજીસ્ટ્રેશન નંબર: VT-SSK

ઓપરેટર: VSR એવિએશન

ઘટનાનો સમય: સવારે આશરે 8:48 વાગ્યે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન મંગળવારે સવારે મુંબઈથી રવાના થયું હતું. લેન્ડિંગ દરમિયાન રનવે 11 પાસે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે તે રનવે સાથે અથડાયું અને તરત જ તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં કોઈ પણ જીવિત બચ્યું નથી.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યુ?

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગના પ્રયાસમાં વિમાન લથડ્યું અને જોતજોતામાં ક્રેશ થઈ ગયું. અકસ્માત બાદ વિમાનમાં પાંચ જેટલા ધડાકા થયા હતા અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

વર્તમાન સ્થિતિ

અજિત પવારના નશ્વર દેહને બારામતીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેમના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હોસ્પિટલની બહાર શોકમગ્ન લોકોની ભીડ જોવા મળી રહી છે. નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કેટલો કર્યો હતો અભ્યાસ?


  • Follow us on: