અકસ્માત થતા તેમનું પ્લેન ક્રેશમાં કરૂણ મોત થયુ હતુ. રાજનીતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રખાશે. અજિત પવાર NCPના સંસ્થાપક શરદ પવારના ભત્રીજા હતા. ફક્ત રાજનીતિ સુધી જ અજિત પવારનું નામ ન રહ્યુ તેમણે સંગઠન પર જબરદસ્ત પકડ બનાવી હતી. તેમના અનુભવે પાર્ટીને એક અલગ જ ઉંચાઇ પર પહોંચાડી હતી. અજિત પવારે કેટલો અભ્યાસ કર્યો હતો અને સંઘર્ષ કર્યા પછી સત્તાના શિખર સર કર્યા હતા.
અજિત પવાર : શિક્ષણ અને રાજકીય સફર
મહારાષ્ટ્રની રાજનીતિમાં અજિત પવાર એક અનુભવી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છે અને સંગઠનાત્મક કુશળતા તથા પ્રશાસનિક અનુભવ માટે જાણીતા છે.













