
Bharuch: જંબુસર મુસ્લિમ સમાજ દ્વારાગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માગ

Jan 28, 2026 11:15 pm
અમદાવાદ કલેક્ટર કચેરીના જન સેવા કેન્દ્રમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયાં છે. એસીબીએ પ્યુન, કોમ્પ્યુટર ઓપરેટર અને મધ્યસ્થી કરનારને ઝડપી પાડ્યા છે. આરોપીઓ 32 હજારની લાંચ લેતા આરોપીઓ રંગેહાથ ઝડપાયા છે. એસીબીના હાથે કરાર આધારિત પ્યુન દિલીપ પંચોલી, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી અને મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર સંદીપ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા છે.
Jan 28, 2026 11:04 pm
આ કેસની સુનાવણીમાં કોર્ટે નોંધ્યું હતું કે, દેશનું યુવાધન ડ્રગ્સના નશાના કારણે બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. નશીલા પદાર્થોની હેરાફેરીમાં આ મહિલા સંકળાયેલી છે. આ મહિલાઓ પોતાના જીવને પણ જોખમમાં મુક્યો હતો. કોર્ટે આ મહિલાને 20 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે એવો હુકમ પણ કર્યો હતો કે, કોર્ટનો આ હુકમ અમદાવાદ જિલ્લા કલેક્ટરને પણ મોકલી આપવામાં આવે.અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડાની એક મહિલા પોતાના પેટમાં હેરોઈન ભરેલી કેપ્શ્યૂલ લઈને આવતા ઝડપાઈ ગઈ હતી. તે શારજાહથી આવેલી ફ્લાઈટમાંથી ઝડપાઈ હતી. DRIના અધિકારીઓએ તેનું ચેકિંગ કરતાં તેની બેગમાંથી કશું જ શંકાસ્પદ મળ્યું નહોતુ. પરંતુ તેના પેટ પર વજન દેખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેનો એક્સરે કરતાં જ મામલો સામે આવ્યો હતો. ડોક્ટરોએ તેના પેટમાંથી 79 જેટલી કેપ્સ્યુલ્સ અને 869 ગ્રામ જેટલું હેરોઇન બહાર કાઢ્યું હતું.
Jan 28, 2026 10:35 pm
મુખ્યમંત્રી સાસણમાં સિંહ સદનની બહાર નીકળીને સ્થાનિકોને પ્રેમથી મળ્યા હતાં. બજારમાં વેપારીઓ અને પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ગીરના સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યા હતાં. વેપારીઓ સાથે બેસીને ચા પાણી પણ કર્યા હતાં. મુખ્યમંત્રીની મૃદુતા જોઈને પ્રવાસીઓ ભારે ઉત્સાહિત થયા હતાં. તેઓ કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ સૌને મળ્યા હતાં. મુખ્યમંત્રીએ લોકોને નવી મુલાકાત માટે શુભકામના પાઠવી હતી.સત્તામાં હોવા છતાં તેમની સાદગીની ચર્ચા સર્વત્ર રહી હતી.
Jan 28, 2026 09:51 pm
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે અને આ ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં નથી. જેથી આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા (મીંયાણા) પોલીસ સ્ટેશન હેઠળ આવેલ 8 ટાપુઓ પર પ્રવેશબંધી અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
Jan 28, 2026 09:26 pm
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. રાજ્યના નાના અને મોટા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કામગીરી માટે સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે રાજ્યની આઠ મહાનગર પાલિકાના મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ગાંધીનગરથી તેડું આવ્યું છે. ગુરૂવારે બપોરે બે વાગ્યે હાજર થવા સૂચના આપવામાં આવી છે.
Jan 28, 2026 09:10 pm
ડાંગમાં શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટના સામે આવી છે. 15 વર્ષિય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં સગીરા પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આશ્રમશાળા સંચાલકના પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આશ્રમશાળામાં રસોઈ કરનાર મહિલા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે.સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Jan 28, 2026 08:40 pm
ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ આજે વધુ ત્રણ શખ્સોની પુછપરછ કરી હતી. સતત દોઢ કલાક સુધી ત્રણેયની પુછપરછ કરી હતી. માર માર્યાના વીડિયો મોકલાયા હતા તેવા લોકોને પુછપરછ માટે બોલાવ્યા હતાં. છેલ્લા 23 દિવસથી એસઆઈટીની ટીમ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં કૂલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Jan 28, 2026 08:18 pm
બનાસકાંઠામાં યોજાયેલા સંમેલનમાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલા બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું છે. પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ બંધારણનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગે ખર્ચ ઘટાડવાનો પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ નિર્ણય કર્યો છે. વાવ અને ભાભરના સરહદી વિસ્તારમાં ઠાકોર સમાજના નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ સમાજનું બંધારણ અમલમાં મુકવાનો વીડિયો વાયરલ કર્યો હતો.
Jan 28, 2026 07:38 pm
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આવેલા પરાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એકપણ વાર જોડાણ મળ્યું ન હોય તેવા 2011ની વસ્તી ગણતરી મુજબ 500થી વધુ વસ્તીના નોર્મલ એરિયા તથા 250થી વધુ વસ્તી ધરાવતા ટ્રાયબલ એરિયાના 1614 પરાઓને પ્રથમવાર પાકા બારમાસી રસ્તાથી જોડવામાં આવશે.
Jan 28, 2026 07:09 pm
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહકારી મડળી અધિનિયમ 1961ની કલમ 161 હેઠળ મળેલ સત્તા અન્વયે અધિનિયમની કલમ 74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી આ અધિનિયમની કલમ 74 (ગ) તથા કલમ 145 (ક)થી (વ)ની જોગવાઇઓમાંથી મુક્તિ આપી,અધિનિયમની કલમ 74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.જે નિર્દિષ્ટ સહકારી મડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાઇ હોય કે ઘરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવે છે.
Jan 28, 2026 06:49 pm
સુરતમાં ફરીથી અખાદ્ય ચીઝનો જથ્થો ઝડપાયો છે. સરથાણા વિસ્તારમાંથી અખાદ્ય ચીઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગનો 540 કિલો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત 89 કિલો દૂધના માવાનો જથ્થો પણ જપ્ત કરાયો છે. પોલીસે ફૂડ સેફ્ટી ટીમ સાથે રાખી કાર્યવાહી કરી છે. નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે.રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે
Jan 28, 2026 06:37 pm
અમદાવાદની એક વેપારી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેડતી અને ખંડણીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ સોશિયલ મીડિયા પર અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. મહેસાણાના કિરણ પટેલની ગત ફેબ્રુઆરીમાં આ મહિલા સાથે મુલાકાત થઈ હતી. કિરણ પટેલે આ મહિલા પાસે વાહન ખરીદવા પૈસાની માગણી કરી હતી. મહિલાએ રૂપિયા આપવાની ના પાડતાં યુવકે ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 28, 2026 06:15 pm
ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યાં છે. બોટાદના રાણપુરમાં ખનીજ માફિયાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ડમ્પરને અટકાવવામાં આવતા ખનીજ માફિયાઓ પહોંચી ગયા હતાં. ડમ્પરમાંથી રેતી ખાલી કરાવી ડ્રાઈવરને ભગાડી દીધો હતો. ડમ્પર ચાલક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાણપુર પોલીસમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Jan 28, 2026 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
2. Ajit Pawar Plane Crash : અજીત પવારનું ક્રેશ થયેલું લિઅરજેટ કંઈક આવું હતું , જુઓ EXCLUSIVE VIDEO
3. Women’s T20 World Cup 2026 : બાંગ્લાદેશ માટે મોટા સમાચાર, T20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય
4. Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી
7. Union Budget 2026 : કેમિકલ ઉદ્યોગને સરકાર પાસેથી શું છે મોટી માંગ?
10. Surat ના પાંડેસરામાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ મેદાને
Jan 28, 2026 05:31 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમીના હાઇવેને રૂ.2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
Jan 28, 2026 05:11 pm
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્ર પવારને મળ્યા હતાં. રાજ્યપાલની સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઉપસ્થિત હતાં.
Jan 28, 2026 04:58 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે છે. તેઓ વિસાવદર પહોંચ્યા ત્યારે ત્યાંના પદાધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં 221 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે સરોવર બ્યુટીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. નરસિંહ મહેતા સરોવર હવે વધુ રળિયામણું બનશે.
Jan 28, 2026 04:43 pm
ગુજરાતના મોટા શહેરોમાં પ્રદૂષણને અટકાવવા અને પાલિકાનો ખર્ચ ઘટાડવા માટે સરકારે ઈ બસો શરૂ કરી છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાને પણ આ હેતુ અંતર્ગત જે હજુ સુધી મળી નથી અને ચાર્જિંગ સ્ટેશનનું કામ પણ અધૂરી હાલતમાં છે.
Jan 28, 2026 04:22 pm
સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવાઈ હતી.
Jan 28, 2026 04:11 pm
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્ર પહોંચ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ તેમને રીસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતાં. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં વી છે. દુર્ઘટના પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
Jan 28, 2026 03:37 pm
AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર થયા ગાયબ, વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળતા જોવા મળ્યા, ડોક્ટરે લખેલી સ્યુસાઇડ નોટ પોલીસને સોંપાઇ, CCTV ફૂટેજના આધારે ડોક્ટરની શોધખોળ.
Jan 28, 2026 03:35 pm
બારામતીમાં કરાશે અજિત પવારના અંતિમ સંસ્કાર, શરદપવાર, સુપ્રિયા સુલે બારામતી પહોંચ્યા, પવાર પરિવાર સહિત પ્રફુલ પટેલ બારામતી પહોંચ્યા, લોકસભામાં પણ અજિત પવારને શ્રદ્ધાંજલિ અપાઇ.
Jan 28, 2026 03:30 pm
ઝડપાયેલ આતંકી લોન વુલ્ફ એટેકની તૈયારીમાં હતો, જૈશ-એ-મોહમ્મદ સાથેની વિચારધારા સાથે જોડાયો હતો, ફૈઝાનના સંપર્કમાં રહેલા યુવકોની ATS કરશે પૂછપરછ, નવસારીમાં હિન્દુઓ પ્રત્યે કટ્ટરતા ઉભી કરવા ઉશ્કેરતો ફૈઝાન, JK, લદ્દાખને ભારતથી અલગ કરવા લોકોને ઉશ્કેરતો.
Jan 28, 2026 03:22 pm
અજીત પવારના નિધન પર સંવેદના વ્યક્ત કરી, પ્લેન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન.
Jan 28, 2026 03:11 pm
પ્રાંતિજમાં 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની વાત સામે આવી છે, ઊંઘમાં જ યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે, યોગેશ્વર સોસાયટીમાં રહેતી આસ્થા પટેલનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં યોગેશ્વર સોસાયટી ખાતે રહેતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું છે, રાત્રિ દરમિયાન યુવતી ઘરે સુતી હતી અને વહેલી સવારે ઉઠી નહી અને ત્યારબાદ ડોકટરે તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી, 19 વર્ષની આસ્થા આશિષ કુમાર પટેલ પ્રાંતિજની ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે બી.એસ.સી નર્સિંગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
Jan 28, 2026 02:46 pm
02 - Vadodara News : વડોદરાના VIP રોડ પર નશાખોરનો આતંક, કારચાલકે નશામાં 3 થી 4 વાહનને અડફેટે લીધા
10 - IND Vs NZ: ચોથી T20I મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો સમગ્ર ડિટેલ્સ
Jan 28, 2026 02:24 pm
ક્લોરિન ડોઝર વગરના 15 વોટર સપ્લાયર એકમ સીલ, 1758 પાણીપુરીની લારીઓ પર AMCની તપાસ, 1013 અખાદ્ય પદાર્થનો નાશ કરી દંડ ફટકારાયો, 424 લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયો.
Jan 28, 2026 02:18 pm
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. રાજ્યપાલે મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.
Jan 28, 2026 02:18 pm
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલે બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Jan 28, 2026 02:10 pm
શોર્ટસર્કિટથી પંચમહાલના કામદારનું મોત, નવી લાઇન નાખતા સમયે અચાનક દુર્ઘટના, અચાનક કામદાર વીજ લાઈનને અડી જતા મોત.
Jan 28, 2026 02:05 pm
હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો, NCP ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર હાજર.
Jan 28, 2026 02:03 pm
નેશનલ હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માત, સુંદરપુરા ગામ પાસે અકસ્માતમાં કારે પલટી મારી, અકસ્માતમાં બાઇકચાલક ભાવેશ ગાંધીનું મોત.
Jan 28, 2026 01:54 pm
વડોદરાના વીઆઈપી રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને કાર ચાલકે નશીની હાલતમાં 3 થી 4 લોકોને ઉડાવ્યા હતા અને તેના કારણે રોડ પર દોડધામ મચી હતી. વડોદરામાં VIP રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને કાર ચાલકે નશામાં 3 થી 4 વાહનને અડફેટે લીધા હતા, નશામાં કાર ચાલકે વાહનોને અડફેટે લેતા દોડધામ મચી હતી અને અકસ્માતમાં કોઇ જાનહાનિ થઈ નથી, સ્થાનિકોએ નશાખોરને પોલીસને સોંપ્યો અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Jan 28, 2026 01:47 pm
વાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશો, કોંગ્રેસ વોર્ડ પ્રમુખ-સ્થાનિકોએ વોર્ડ ઓફિસમાં માંડ્યો મોરચો, દૂષિત પાણીની બોટલો અને સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ, અધિકારી નહીં મળતા ચેમ્બર બહાર કર્યા ધરણા, પોલીસે કોંગ્રેસ અગ્રણી તીર્થ બ્રહ્મભટ્ટની કરી અટકાયત, દૂષિત પાણી મામલે 75 વર્ષના વૃદ્ધાએ ઠાલવ્યો બળાપો.
Jan 28, 2026 01:31 pm
2026-27ના ટેકાના ભાવ માટે બેઠકનું આયોજન, કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે ભલામણ કરવા ચર્ચા, બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ હાજર, કૃષિ, સહકાર વિભાગના અધિકારીઓ હાજર, કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર.
Jan 28, 2026 01:08 pm
અજિત પવારના વિમાનના ક્રેશ પાછળ હજુ સુધી કોઈ સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બારામતી એરપોર્ટ પર દૃશ્યતા ઓછી હતી. ત્યાં કોઈ રાત્રિ ઉતરાણ સુવિધા નથી, જેના કારણે ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતામાં પણ ફ્લાઇટ્સ ઉતરી શકી ન હતી. આવી સ્થિતિમાં, અજિત પવારના જેટ 800 એ ઓછી દૃશ્યતામાં ઉતરવાનો પ્રયાસ કર્યો અને જેટ ક્રેશ થયું. એવું પણ કહેવામાં આવ્યું છે કે દુર્ઘટનાને કારણે મૃતદેહો ઓળખી શકાતા ન હતા, તેમના કપડાં વગેરે દ્વારા તેમની ઓળખ કરવી પડી હતી.
Jan 28, 2026 01:00 pm
સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા તપાસ શરુ, 4 અધિકારી VSR કંપનીના કાર્યાલય પહોંચ્યા, વિમાન દુર્ઘટનાને લઇ 4 અધિકારી દ્વારા તપાસ.
Jan 28, 2026 12:53 pm
ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી દારુની બોટલો મળી આવી છે, હોસ્ટેલના ધાબા પરથી દારુની ખાલી બોટલો મળી આવતા વિધાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકના ધાબા પર દારુની મહેફિલ થયાનો આક્ષેપ વિધાર્થી દ્વારા કરવામાં આવ્યો છે, અંદાજિત 10થી વધુ વિદેશી દારુની ખાલી બોટલો મળી આવી છે, વિદેશી દારુની બોટલો મળતા સિક્યુરિટી સામે સવાલ ઉભા થયા છે, સિકયુરીટી છે તેમ છત્તા કઈ રીતે લોકો ધાબા સુધી પહોંચ્યા તે સવાલ છે.
Jan 28, 2026 12:36 pm
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, તેને મહારાષ્ટ્ર માટે એક મોટી ખોટ ગણાવી અને કહ્યું કે આવા નેતૃત્વને બનાવવામાં વર્ષો લાગે છે. મુખ્યમંત્રીએ કહ્યું, "આજે સવારે એક ખૂબ જ દુઃખદ ઘટના બની. ખૂબ જ અણધાર્યા સંજોગોમાં, આપણા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનામાં દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર બધા સુધી પહોંચ્યા, જેનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં શોકની લહેર ફેલાઈ ગઈ. આજે મહારાષ્ટ્ર માટે ખૂબ જ મુશ્કેલ દિવસ છે." તેમણે વધુમાં કહ્યું કે આવા નેતૃત્વને બનાવવામાં ઘણા વર્ષો લાગે છે, અને એવા સમયે જ્યારે તેઓ રાજ્યના વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા હતા, તેમનું નિધન અવિશ્વસનીય અને આઘાતજનક છે. વ્યક્તિગત રીતે, મેં એક મજબૂત અને ઉદાર મિત્ર ગુમાવ્યો છે. તે તેમના પરિવાર માટે પણ એક મોટું નુકસાન છે.
Jan 28, 2026 12:32 pm
વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવારજી અને તેમના સહ-યાત્રીઓના આજે વિમાન દુર્ઘટનામાં નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."
Jan 28, 2026 12:25 pm
કેબિનેટે દુઃખની લાગણી વ્યક્ત કરી છેઃ વાઘાણી, ગામડાથી લઇને રાજ્ય સુધી સ્વીકૃતિ મેળવીઃ વાઘાણી, રાજ્ય સરકાર અને જનતા દુઃખ વ્યક્ત કરે છેઃ વાઘાણી, ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છેઃ વાઘાણી.
Jan 28, 2026 12:21 pm
મહારાષ્ટ્ર પોલીસ પણ કરશે તપાસ, પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ થશે, બીજી વખત લેન્ડિંગ વખતે થયુ પ્લેન ક્રેશ, જીએમસી હોસ્પિટલ લવાયો નશ્વર દેહ, બારામતીમાં હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડ઼ો.
Jan 28, 2026 12:16 pm
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધનથી સત્રની શરુઆત
સરકારે VB G RAM G કાયદો બનાવ્યોઃ રાષ્ટ્રપતિ
દલિતો, ગરીબો માટે કામ કરી રહી છે સરકારઃ રાષ્ટ્રપતિ
'એક વર્ષમાં 7 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની'
દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છેઃ રાષ્ટ્રપતિ
દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળીઃ રાષ્ટ્રપતિ
સેનાએ આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કર્યાઃ રાષ્ટ્રપતિ
GSTમાં ઐતિહાસિક સુધારો કરાયોઃ રાષ્ટ્રપતિ
ઇલેક્ટ્રોનિક સેક્ટર વિકાસ કરી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ
ઓપરેશન સિંદૂરમાં સેનાનું પરાક્રમ દેખાયું : રાષ્ટ્રપતિ
દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળીઃ રાષ્ટ્રપતિ
2000 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યુ : રાષ્ટ્રપતિ
વિદેશી દેશો પર નિર્ભરતા ઓછી કરવાનો પ્રયાસઃ રાષ્ટ્રપતિ
ભારતની નિકાસ સતત વધી રહી છેઃ રાષ્ટ્રપતિ
સ્વરોજગાર માટે સરકારે નાણાં ફાળવ્યાઃ રાષ્ટ્રપતિ
રોજગાર મેળાથી લાખો યુવાનોને નોકરી મળીઃ રાષ્ટ્રપતિ
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 25 લાખ કરોડ ખર્ચાયાઃ રાષ્ટ્રપતિ
સ્ટાર્ટઅપમાં 20 લાખથી વધુ યુવા કામ કરે છેઃ રાષ્ટ્રપતિ
રક્ષા વ્યવસ્થા માટે મિશન સુદર્શન ચક્ર પર કામઃ રાષ્ટ્રપતિ
સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં પણ જબરજસ્ત પ્રગતિઃ રાષ્ટ્રપતિ
વધુ 4 સેમીકન્ડક્ટર યુનિટને મંજૂરીઃ રાષ્ટ્રપતિ
યુવાનોમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યોઃ રાષ્ટ્રપતિ
ભારત વિશ્વમાં સૌથી મોટી સ્ટાર્ટઅપ અર્થવ્યવસ્થાઃ રાષ્ટ્રપતિ
25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાઃ રાષ્ટ્રપતિ
દેશવાસીઓની આવકમાં વધારો થયોઃ રાષ્ટ્રપતિ
સ્ટાર્ટઅપ ઇંડિયાને 10 વર્ષ પૂર્ણ થયાઃ રાષ્ટ્રપતિ
પ્રવાસન ઉદ્યોગ માટે નવા દ્ધાર ખૂલ્યાઃ રાષ્ટ્રપતિ
ભારતને આત્મનિર્ભર બનાવવા તેજ ગતિએ કામઃ રાષ્ટ્રપતિ
મજબૂત વિદેશ નીતિથી આગળ વધી રહ્યા છીએઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં સુધારો થયોઃ રાષ્ટ્રપતિ
મેક ઇન ઇન્ડિયાની દુનિયામાં ગૂંજઃ રાષ્ટ્રપતિ
સરકારે ભારત ખેલો નીતિ બનાવીઃ રાષ્ટ્રપતિ
આજે દુનિયા ભારત સામે જોવે છેઃ રાષ્ટ્રપતિ
Jan 28, 2026 12:15 pm
અજિત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ છોડીને નજીકના વિસ્તારમાં પડી ગયું. લેન્ડિંગ કરતી વખતે, વિમાનનું નિયંત્રણ ખોવાઈ ગયું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે, વિમાન ખોરવાઈ ગયું અને થોડીવારમાં તે અકસ્માતનો ભોગ બન્યું. ક્રેશ પછી, લગભગ પાંચ વિસ્ફોટ થયા અને વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. અકસ્માત પછી, વિમાન સંપૂર્ણપણે બળીને નાશ પામ્યું અને તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા.
Jan 28, 2026 12:14 pm
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર અજિત પવારના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળ્યા હતા કારણ કે તેમને ખાસ વિમાનમાં પુણે લઈ જવામાં આવી રહ્યા હતા. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પણ તેમના પ્રસ્થાન પહેલાં પરિવાર સાથેની મુલાકાત દરમિયાન હાજર હતા.
Jan 28, 2026 12:13 pm
અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી છે. તેમણે પત્રકાર પરિષદમાં અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફોન પર અકસ્માતની માહિતી પણ આપી હતી. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે, આજનો દિવસ મહારાષ્ટ્ર માટે દુઃખદ દિવસ છે.
Jan 28, 2026 12:10 pm
અજિત પવારના પત્ની, તેમના પુત્રવધૂ, પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુલેને લઈને હેલિકોપ્ટર દિલ્હીથી રવાના થયું.
Jan 28, 2026 12:08 pm
સુરતમાં જાણીતા ઉદ્યોગકારના ત્યાં ITના દરોડા સામે આવ્યા છે, વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં ઈન્કમટેકસના દરોડા પડયા છે, ડાયમંડ, રીયલ એસ્ટેટમાં 30 જગ્યા પર તપાસ ઈન્કમટેકસ કરી રહ્યું છે. કતારગામ, પીપલોદ, વરાછા વિસ્તારમાં ઈન્કમટેકસે દરોડા પાડયા છે, સુરત સહિત મુંબઇમાં પણ IT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રીયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટીની ટીમ કામ કરી રહી છે. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને ત્યાં તપાસ ચાલી રહી છે.
Jan 28, 2026 11:51 am
પ્લેન ક્રેશ થતા સમયે પાયલટે આપ્યો કોલ, પાયલટ દ્વારા અપાયો હતો મેડે કોલ.
Jan 28, 2026 11:46 am
05 - Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે તાપમાન નોંધાયું
07 - Maharashtra Plane Crash: બારામતીમાં કઇ રીતે થયું અજિત પવારનું પ્લેન ક્રેશ ? વાંચો સંભવિત કારણો
08 - Ajit Pawar Plane Crash : જાણો અજીત પવાર જે પ્લેનમાં સવાર હતા તે કઈ કંપનીનું હતું...
09 - Baramati plane crash : અજિત પવારના નિધન પર મંત્રીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
10 - Baramati Plane Crash: અજિત પવાર લોકોના નેતા હતા.. PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Jan 28, 2026 11:43 am
તપાસ બાદ સ્પષ્ટ થશે પ્લેન ક્રેશનું કારણ, પ્લેન ક્રેશમાં અજિત પવારનું થયુ છે નિધન, પ્લેનમાં સવાર 5 લોકોના થયા છે મોત.
Jan 28, 2026 11:35 am
એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ, એનસીપી-એસસીપી સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો પરિવાર, તેમની પત્ની સુનેત્રા પવાર અને પુત્ર પાર્થ પવાર દિલ્હીથી બારામતી (મહારાષ્ટ્ર) જવા રવાના થઈ રહ્યા છે.
Jan 28, 2026 11:13 am
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અજિત પવારના નિધન પર સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ઘણા લોકોના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. અજિત પવારનું અકાળે અવસાન એક અપૂર્ણ નુકસાન છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં, તેમના વિશેષ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય તમામ લોકોના પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે."
Jan 28, 2026 11:04 am
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન ખૂબ જ દુઃખદ છે. તેમના આત્માને શાંતિ મળે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ."
Jan 28, 2026 11:02 am
પ્લેનમાં કુલ 5 મુસાફરો હતા સવાર, અજીત પવાર,વિદીપ જાધવ હતા સવાર, પાયલટ કેપ્ટન સુમિત કપૂર હતા સવાર, કેપ્ટન સંભી પાઠક,પિંકી માલી ફ્લાઇટ એટેન્ડન્ટ હતા સવાર, મુંબઈથી ટેક ઓફનો સમય 08.10 કલાક, બારામતી ઇમરજન્સી લેન્ડિંગ 08.50 કલાકે.
Jan 28, 2026 10:53 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખની ઘડીમાં શક્તિ અને હિંમત મળે." અજિત પવાર સાથેનો ફોટો શેર કરતા પીએમ મોદીએ કહ્યું, "અજિત પવાર એક મજબૂત પાયાના જોડાણ ધરાવતા જન નેતા હતા. મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિ તરીકે તેમનું ખૂબ સન્માન કરવામાં આવતું હતું." તેમણે વધુમાં કહ્યું કે વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે સંવેદના.
Jan 28, 2026 10:50 am
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, "આ આઘાતજનક, દુઃખદ અને હૃદયદ્રાવક છે. અમારા મતભેદો હતા, પણ અમે સાથે કામ કર્યું. તેઓ ખરેખર એક સમર્પિત માણસ હતા, તેમના કાર્ય પ્રત્યે વફાદાર હતા. હું પવાર સાહેબ, સુપ્રિયા જી, સુનેત્રા જી, પાર્થ અને જય પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું બારામતીના લાખો અને કરોડો લોકો પ્રત્યે પણ મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમનું અવસાન ખૂબ જ દુઃખદ છે."
Jan 28, 2026 10:37 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. વધુમાં, ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને દુર્ઘટના વિશે પૂછપરછ કરી.
Jan 28, 2026 10:34 am
સાકિબ મહારાષ્ટ્રના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ અજિત પવારના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અકસ્માતની તપાસની માંગ કરતા તેમણે કહ્યું, "અજીત પવાર સાહેબના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના પરિવારને ધીરજ આપે. ભારત સરકારે અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ જેથી અકસ્માત પાછળના કારણો શોધી શકાય."
Jan 28, 2026 10:32 am
બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક વહેલી સવારે આ ઘટના બની હતી અને પલટી થયેલી ટ્રકમાં પાછળ આવતા બાઇક સવારો ઘૂસ્યા હતા અને બાઇક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, પાછળથી પૂરપાટ આવતી લકઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડીવાઈડર પર બસ ચઢી ગઈ હતી અને પલટી મારી હતી, લકઝરી બસમાં રહેલા મુસાફરોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી, મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
Jan 28, 2026 10:29 am
તાપીમાં ત્રિપલ અકસ્માતમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મીંઢોળા નદીના પુલ નજીક વહેલી સવારે અકસ્માત થયો હતો, પલટી મારેલી ટ્રકમાં પાછળથી બાઇકસવારો ઘૂસ્યા હતા. તાપીમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે જેમાં ખાનગી બસ ચાલકે કાબુ ગુમાવતા બસે પલટી મારી હતી અને ખાનગી બસમાં સવાર 50 મુસાફરો પૈકી 23 મુસાફરોને ઈજા પહોંચી હતી, ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી અને તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
Jan 28, 2026 10:18 am
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, બે સાથીઓ અને બે ક્રૂ સભ્યો (PIC+FO) વિમાનમાં હતા. દુર્ઘટનામાં કોઈ પણ બચ્યું નથી.
Jan 28, 2026 10:12 am
2026 : અજિત પવાર
2025 : વિજય રૂપાણી
2011 : દોરજી ખાંડુ
2009 : વાયએસઆર રેડ્ડી
2001 : માધવરાવ સિંધિયા
1980 : સંજય ગાંધી
Jan 28, 2026 10:08 am
વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા. ઓછી વિઝીબિલીટી અકસ્માતનું કારણ બની હતી. અકસ્માત ભયાનક હતો. દુર્ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. અજિત પવાર આજે સવારે મુંબઈથી ખાસ ફ્લાઇટમાં બારામતી ગયા હતા. જિલ્લા પરિષદની ચૂંટણી માટે બારામતીમાં પ્રચાર રેલીઓ યોજાઈ રહી હતી. બારામતી તહસીલમાં વિવિધ જિલ્લા પરિષદ મતવિસ્તારોમાં આજે ચાર જિલ્લા પરિષદ રેલીઓ યોજાઈ રહી હતી. અજિત પવાર સાથે તેમના સુરક્ષા કર્મચારીઓ અને સહાયકો પણ વિમાનમાં હતા.
Jan 28, 2026 10:06 am
બારામતી ગ્રામીણ એસપી સંદીપ સિંહે જણાવ્યું હતું કે, "લેન્ડિંગ દરમિયાન બારામતી એરપોર્ટ પર એક વિમાન ક્રેશ થયું હતું. વિમાનના ક્રૂ પણ તેમાં સામેલ હતા. ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કોઈપણ ઓળખ મળી હશે તો પૂરી પાડવામાં આવશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન કંઈક ખોટું થયું હોય તેવું લાગ્યું હતું.
Jan 28, 2026 09:54 am
ઇજાગ્રસ્ત રિયાને પ્રાથમિક સારવાર માટે આહવા સિવિલ ખસેડવામાં આવી છે અને ફરજ પરના ડોક્ટરે બાળકીની હાલત અંત્યત નાજુક હોવાથી સારવાર માટે વલસાડ ખસેડી છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવ ભક્ષી દીપડાને પાંજરે પુરવા પાંજરા મુક્યા છે, છેલ્લા બે મહિનામાં જિલ્લામાં માનવજાત પર દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં દીપડાને લઈ ભયનો માહોલ છે.
Jan 28, 2026 09:54 am
સુબીર તાલુકાના દેહર ગામે પાંચ વર્ષીય બાળકી પર દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે અને દહેર ગામના ધામદવિહિર ફળિયામાં ઘર આંગણે રમી રહેલ રિયા પર દીપડાએ કર્યો હુમલો. હુમલામાં બાળકીને દીપડાએ ગળાના ભાગેથી પકડી લીધી હતી અને ઘરના લોકો આવી જતા દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો, બાળકીની હાલત ગંભીર છે.
Jan 28, 2026 09:53 am
ડાંગના સુબીરમાં 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને દેહર ગામે દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે, ઘર આગળ રમતી રિયા પર દીપડાએ હુમલો કર્યો. ડાંગમાં દીપડાના હુમલામાં બાળકીને શરીરે ગંભીર ઇજા પહોંચી છે અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે, બાળકી ઘર પાસે રમી રહી હતી અને તે દરમિયાન અચાનક દીપડો આવીને હુમલો કરીને ફરાર થયો હતો.
Jan 28, 2026 09:40 am
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણીઓને લઈને આજે બારામતીમાં એક સભા કરવા માટે પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગયા હતા.
Jan 28, 2026 09:23 am
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ નવું વર્ઝન લોન્ચ કરશે, ઘરે બેઠા મોબાઇલ નંબર, સરનામું બદલી શકાશે, વપરાશકર્તા મોબાઇલથી ઓળખ ચકાસી શકશે.
Jan 28, 2026 09:20 am
મહારાષ્ટ્રમાં અજીત પાવારનું પ્લેન ક્રેશ થયું, લેન્ડિંગ દરમિયાન બની દુર્ઘટના. વિમાનમાં સવાર હતા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર.
Jan 28, 2026 09:11 am
ફૈઝાન નવસારીમાં ત્રણ ચાર મહીના દરજી કામ કરવા માટે અન્ય કારીગરો સાથે આવતો હતો. મહીને રૂ.૬૦ હજાર કમાતો ફૈઝાન અરબી વીડિયો જોતો હતો. વીડિયોના અવાજ પરથી કેટલાક કારીગરોને જાણ થઈ કે ફૈઝાન અરબી વીડિયો જોઈ રહ્યો છે. જ્યારે કોઈ તેની નજીક જાય ત્યારે તે વીડિયો બંધ કરી દેતો હતો. આતંકી ફૈઝાનની ધરપકડ બાદ તેના દ્વારા અબુ બકર સાથે થતી ચેટ તેમજ ટેલિગ્રામ ગ્રુપોમાં પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. ટેલિગ્રામ એકાઉન્ટ અત્યાર સુધીની તપાસમાં મળ્યા પણ પ્રિમિયમ ટેલિગ્રામ આરોપી પાસે કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે.
Jan 28, 2026 09:10 am
ગુજરાત એટીએસએ બાતમી આધારે નવસારીની અકશા મસ્જીદ પાછળ આવેલા ઝારાવાડમાં ઓપરેશન કર્યું હતું. લગ્નની સીઝન હોવાથી ઉત્તરપ્રદેશના કેટલાક કારીગરો દરજીકામ માટે નવસારીમાં આવ્યા હતા. આ કારીગરોમાં ફૈઝાન સલમીન પર સામેલ હોવાની વિગતો પોલીસને મળી હતી. તે મોબાઈલ પર શંકાસ્પદ અને જેહાદી વીડિયો જોતો હોવાની અને આતંકી હુમલાની તૈયારી કરતો હોવાની વિગતો મળી હતી. ફૈઝાન સલમાનીના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી કેટલાક જૈહાદી વીડિયો મળ્યા તેમજ કેટલાક લોકોના નામ સાથેની યાદી મળી હતી. આ યાદીની ઉપર દિલ્હીમાં રહેલાં લોકોની વાતો હતી. આ તમામ લોકોને મારી નાંખવાની વાત યાદીમાં લખી હતી.
Jan 28, 2026 09:10 am
આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીમાં દરજી કામ કરતા અને મૂળ યુપીના રહેવાસી ફૈઝાન શેખની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી આતંકી ફૈઝાને ગેરકાયદેસર રીતે હથિયારો મેળવ્યા હતા. દિલ્હીના ૬ લોકોની હત્યાનો પ્લાન બનાવનારા આ યુવક પાસેથી રિવોલ્વર,દ કારતુસ, ઉર્દુ ભાષામાં ઉશ્કેરણી કરતું લખાણવાળું 29 પાનાનું સાહીત્ય મળી આવ્યું છે. આરોપી આતંકી અબુ બકરના સંપર્કમાં રહીને મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હતો. આ સાથે આતંકીઓની ભારતથી કાશ્મીરને અલગ કરવાની યોજનામાં આરોપીઓ સામેલ હતો.
Jan 28, 2026 09:09 am
ગુજરાત ATSએ ધરપકડ કરાયેલ આતંકી 12 દિવસના રિમાન્ડ પર છે અને ATSએ નવસારીના ચારપુલમાંથી ધરપકડ કરી હતી અને ઉ.પ્રદેશના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી હતી. ATSએ ધરપકડ બાદ આતંકીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે ફૈઝાન શેખના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, આરોપીએ મૂળ યૂપીના નામચીન લોકોનું લિસ્ટ બનાવ્યું હતું અને આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદાની વિચારધારાથી આતંકી બન્યો હતા અને ગેરકાયદે હથિયારો,વિસ્ફોટક, દારૂગોળાનો જથ્થો મળ્યો હતો.
Jan 28, 2026 08:52 am
સહારા દરવાજા બ્રિજ પર અનેક વાહનચાલકો લપસ્યા, બ્રિજ પર સદનસીબે મોટી દુર્ઘટના ટળી, ફાયર વિભાગની ઘટનાસ્થળે પહોંચી કામગીરી, પાણીનો મારો ચલાવી જ્વલનશીલ પદાર્થને દૂર કર્યો.
Jan 28, 2026 08:33 am
રસ્તે જતી મહિલા સાથે ધોળે દિવસે ચેઇન સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી.
Jan 28, 2026 08:28 am
જેના સંદર્ભે એક અરજીની તપાસમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા ના એકાઉન્ટ નંબર 72720200001700 તથા એકિસસ બેન્કના એકાઉન્ટ નંબર 92402003553356 3 અને (3)એચડીએફસી બેંકના એકાઉન્ટ નંબર 50200109167127 સુંદર બેંક એકાઉન્ટ સમન્વય એ પોર્ટલ પર ચેક કરતા ૧૨૪થી વધુ ત્રણેય સહિત બેંક એકાઉન્ટમા ફ્રોડના નાણા ટ્રાન્સફર થયા હતા. જેથી સાયબર ફ્રોડની ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર કરવામાં આવેલ ફરીયાદો મળી આવેલ જેમા ત્રણેય બેંક એકાઉન્ટની માહીતી મેળવી તપાસ કરતા તે ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ જોગી કૃપા એન્ટરપ્રાઇઝ નામથી પેઢીના પ્રોપરાઈટર મૈશરૂ હીરાભાઈ ધ્રાંગીયા વાળાના નામે હોવાની હકિકત મળેલ બેંક ખાતામાં લેવલ 2 અને 3 મા અલગ અલગ રાજ્ય માંથી થયેલ એન.સી.આર.પી. અરજીના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
Jan 28, 2026 08:27 am
રાજકોટમાં સાયબર ફ્રોડને લઇ 1.17 કરોડની તપાસમાં વધુ ખુલાસા થયા છે, જેમાં રાજકોટમાં 3 બેંક ખાતામાં 72 કરોડ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને સાયબર ક્રાઇમે ત્રણ બેંકમાં તપાસ કરતા મોટો ખુલાસો થયો. ખાતા ધારકે ચેક અને ATMથી રુપિયા ઉપાડ્યાનો ખુલાસો થયો છે અને મ્યુલ હન્ટ ઓપરેશન હેઠળ સાયબર ક્રાઇમની કાર્યવાહી સામે આવી છે, જોગી કૃપા પેઢીના નામે આરોપીએ નાણાં ઉપાડ્યા હતા, સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકમાંથી વ્યવહારો થયાનો ખુલાસો થયો છે.
Jan 28, 2026 08:08 am
તો રૂપિયાની લેતીદેતીમાં આ બબાલ થઈ હતી અને મારામારી એટલી હદે વણસી હતી કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે બન્ને પક્ષે નિવેદન પણ નોંધ્યા છે, આ કેસમાં જે લોકોની તબિયત સુધારા પર છે તે લોકોને રજા આપવામાં આવી છે, હાલ મામલો થાળે પડયો છે અને કોઈ ચિંતાજનક વાત નથી.
Jan 28, 2026 08:08 am
થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ છે અને પૈસાની લેતીદેતીમાં બંન્ને પક્ષના પરિવારો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, બબાલમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને બંન્ને પક્ષના લોકો વિરુદ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ સમગ્ર કેસમાં અગાઉ પણ બન્ને પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી હતી.
Jan 28, 2026 08:07 am
બનાસકાંઠાના થરાદના વાડિયા ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને રૂપિયાની લેતીદેતીમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના થરાદના વાડિયા ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને પોલીસે સમગ્ર ઘટનામાં બન્ને પક્ષ સામે ફરિયાદ નોંધી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અને બબાલ વણસે નહી તેને લઈ પોલીસની એક ટીમ સ્ટેન્ડબાય છે, થરાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Jan 28, 2026 07:44 am
એટલું જ નહીં, આ સવા લાખ રૂપિયાની ઉમેદવારી ફી પાછી નોન રિફંડેબલ રાખવામાં આવી છે. જેને લઈ વકીલઆલમમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. અરજદારપક્ષ દ્વારા આ કેસની અરજન્ટ ધોરણે સુનાવણી હાથ ધરવા અદાલતને વિનંતી કરી હતી. જો કે, હાઈકોર્ટે રૂટિનમાં જે પ્રકારે સુનાવણી આવે ત્યારે જ હાથ ધરવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યું હતું.
Jan 28, 2026 07:43 am
અરજીમાં અરજદારપક્ષ દ્વારા બીસીઆઈના ઉમેદવારી ફી વધારાના નિર્ણયને રદબાતલ ઠરાવી જૂની ફી મુજબ ચૂંટણી યોજવા દાદ માંગવામાં આવી છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેકશન રૂલ્સ (નિયમ-૮) મુજબ, અત્યાર સુધી બાર કાઉન્સિલની ચૂંટણી લડવા માટેની ઉમેદવારી ફી રૂ. ૨૫ હજાર હતી અને તે પણ અમૂક સંજોગોમાં રિફંડેબલ હતી. જો કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૨૫-૯-૨૦૨૫ના એક વિવાદિત નિર્ણય મારફતે નોટિફિકેશન જારી દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારોને જો ચૂંટણી લડવી હોય તો ઉમેદવારી ફી રૂ.૨૫ હજારથી વધારીને રૂ.1,25,000 કરી દેવાઇ છે.
Jan 28, 2026 07:43 am
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડવી મોંઘી પડશે કેમકે ઉમેદવારી ફી 1.25 લાખ કરતા HCમાં દાદ માગતી અરજી કરવામાં આવી છે, અગાઉ ઉમેદવારી ફી 25 હજાર હતી તે વધારી દેતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યાર સુધીના ઈતિહાસમાં ચૂંટણી લડવા માટે વકીલ ઉમેદવારો માટેની ઉમેદવારી ફી રૂ. 25,000થી વધારી સીધી રૂ.1,25,000 કરી દેવાના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વિવાદિત નિર્ણય સામે હવે આખરે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ થઈ છે.
Jan 28, 2026 07:33 am
PG મેડિકલમાં નવી 8416 બેઠક ફાળવવામાં આવી, ગુજરાતમાં નવી 651 બેઠકો મંજૂર થતા કુલ 3678, ગુજરાતમાં માત્ર 651 બેઠકને મંજૂરી આપવામાં આવી, ગુજરાતની અડધી વસ્તી ધરાવતા તેલંગણાને 531 બેઠક , દેશભરમાં બેઠકની દ્રષ્ટીએ કર્ણાટક પ્રથમ ક્રમે, કર્ણાટક 7725 બેઠકો સાથે દેશમાં પ્રથમ ક્રમે, કર્ણાટકમાં સૌથી વધુ 1328 બેઠકને મંજૂરી અપાઈ, ઉત્તરપ્રદેશમાં 1034 બેઠકને મંજૂરી અપાઈ હતી, દેશભરમાં કુલ બેઠકોની સંખ્યા 58331 પર પહોંચી.
Jan 28, 2026 07:19 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 28, 2026 07:18 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 28, 2026 07:18 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 28, 2026 07:14 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 28, 2026 07:12 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.
Jan 28, 2026 07:12 am
ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે.
Jan 28, 2026 07:12 am
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા હોવાની વાત સામે આવી છે, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન 9.04 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, ભુજમાં 11, રાજકોટમાં 11.4 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું, પોરબંદરમાં 12 ડિગ્રી, કંડલામાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 17.2 , ગાંધીનગરમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 14.6 ડિગ્રી, ઓખામાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે.
Jan 28, 2026 07:03 am
પિતરાઈ બહેનને હેરાન કરનારને ડરાવવા હથિયાર લાવ્યો, સગીરની બહેનને કેટલાક લોકો કરતા હતા પરેશાન, પરેશાન કરનારને ડરાવવા UPથી હથિયાર લાવ્યો હતો, હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકતા ઝડપાયો.
Jan 28, 2026 07:01 am
પ્લેબેક સિંગિંગ છોડવાની ભાવુક જાહેરાત કરી, અરિજિત સિંહના નિર્ણયથી ચાહકો આઘાતમાં, અરિજિત સિંહે પોતાના ચાહકોનો આભાર માન્યો, સ્વતંત્ર મ્યુઝિક કે અંગત પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Jan 28, 2026 06:51 am
મચ્છરની ઉત્પત્તિ સંદર્ભે 162 આસામીઓને નોટિસ, શરદી-ઉધરસના 1050, તાવના 783 કેસ, ઠંડા વાતાવરણ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ યથાવત, તંત્ર દ્વારા ફોગીંગ અને પોરાનાશક કામગીરી.
Jan 28, 2026 06:51 am
કેનેડાના પીએમ માર્ક કાર્નીએ USના નિવેદનનું ખંડન કર્યું, દાવોસમાં આપેલા નિવેદનથી પીછે હટ નહીં કરે માર્ક કાર્ની, USએ દાવો:નિવેદન પાછા ખેંચવા પ્રયાસ કર્યો હતો, દાવોસમાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટનો દાવો, બેસન્ટના દાવાને કેનેડાના પીએમ માર્ક કાર્નીએ નકાર્યા.
Jan 28, 2026 06:50 am
પૂર્વ ક્રિકેટર જેકોબ જોસોફની પોલીસે અટકાયત કરી, પૂર્વ ક્રિકેટરે અકસ્માતમાં 3 કારને અડફેટે લીધી હતી, ડ્રિન્કિંગ ડ્રાઇવ કરતા પૂર્વ ક્રિકેટરની પોલીસે કરી અટકાયત, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 28, 2026 06:50 am
પૈસાની લેતીદેતીમાં બંન્ને પક્ષના પરિવારો વચ્ચે બબાલ, બબાલમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, બંન્ને પક્ષના લોકો વિરુદ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ, થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 28, 2026 06:49 am
ભૂપેન્દ્ર ઝાલા સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થશે, ભૂપેન્દ્ર ઝાલા ગ્રામ્ય કોર્ટમાં રહેશે હાજર, CID ક્રાઇમ દ્વારા કરાશે કોર્ટમાં ચાર્જફ્રેમ, પોન્ઝી સ્કીમ મુદે CID ક્રાઇમમાં નોંધાઇ છે ફરિયાદ.

Bharuch: જંબુસર મુસ્લિમ સમાજ દ્વારાગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માગ

Narmada: નર્મદા જિ.માં ઈ-રિક્ષા યોજનામાં કૌભાંડ થયું હોવાની આશંકા

Bharuch: ભરૂચ જિલ્લામાં 250થી વધુ શકમંદ બાંગ્લાદેશીઓ ડિટેઇન

Ahmedabad: ધોલેરામાં બે કારીગરના વીજ કરંટથી મોત

Ahmedabad: સાણંદના ડરણ ગામે વગર નોટિસે ખેડૂતોનાં ખેતરોમાં નંખાતી પાઈપ લાઈન મુદ્દે વિરોધ કરતા દોડધામ

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Bharuch: જંબુસર મુસ્લિમ સમાજ દ્વારાગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માગ