વડોદરામાં VIP રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને કાર ચાલકે નશામાં 3 થી 4 વાહનને અડફેટે લીધા હતા, નશામાં કાર ચાલકે વાહનોને અડફેટે લેતા દોડધામ મચી હતી અને અકસ્માતમાં કોઇ જાનહાનિ થઈ નથી, સ્થાનિકોએ નશાખોરને પોલીસને સોંપ્યો અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું

વડોદરાના વીઆઈપી રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને નશાખોરે નશાની હાલતમાં 3 થી 4 લોકોને ઉડાવ્યા હતા, ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી અને સ્થાનિકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો, કાર ચાલક સુરતનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને આ ઘટનામાં કારચાલક ભાગવા જતો હતો પણ લોકોની સતર્કતાના કારણે

આકોટા વિસ્તારમાં પણ નશામાં ધૂત એક વ્યકિતએ તોફાન કર્યુ

વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગોત્રી ગીરીવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઇને નિવૃત્ત PSIના પુત્રએ ધમાલ મચાવી હતી. 112 જનરક્ષક વાનને બોલાચાલી તથા ઝઘડાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ


  • Follow us on: