તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલે બે મિનિટનું મૌન પાળી દિવંગત અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


પવાર જન-જન સાથે જોડાયેલા માણસ હતા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે. રાજ્યપાલે મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ


  • Follow us on: