મહરાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના બનવા પામી. આજે બુધવારના દિવસે સવારે બારામતી જતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સવાર હતા. બારામતી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું. અજીત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં નાયબ મુખ્યમંત્રી તરીકે એક ઇતિહાસ રચ્યો છે. સૌથી ધનિક રાજનેતા ગણાતા અજીત પવારની કુલ સંપત્તિ કેટલી છે. અજીત પવાર તેમની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા.


અજીત પવારની કુલ સંપત્તિ

ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા તેમના સોગંદનામા અનુસાર નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કરોડોની સ્થાવર અને જંગમ સંપત્તિના માલિક છે. અગાઉ 2024ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અજીત પવારે સોગંદનામુ દાખલ કર્યું હતું. આ સોગંદનામા મુજબ તેમણે કુલ 45.37 કરોડ (આશરે 4.5 અબજ ડોલર)ની સંપત્તિ જાહેર કરી હતી, જેમાં 8.22 કરોડથી વધુની સ્થાવર સંપત્તિ અને 37.15 કરોડ (આશરે 3.7 અબજ ડોલર)ની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય એક માહિતી મુજબ અજિત પવાર આશરે ₹124 કરોડ (આશરે ₹1.24 અબજ)ની સંપત્તિ ધરાવે છે. તેમાં તેમની જવાબદારીઓ પણ ₹21.39 કરોડ (આશરે ₹2.12 અબજ) તરીકે સૂચિબદ્ધ છે.

અજીત પવારે આમાં કર્યું ઇન્સવેસ્ટમેન્ટ

નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર અજીત પવારની સ્થાવર સંપત્તિમાં જમીન અને મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ટ્રેક્ટર, ચાંદીના વાસણો, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર અને બોન્ડમાં રોકાણ કર્યું હતું. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિ વધીને આશરે ₹10 કરોડ (આશરે $100 મિલિયન)જેટલી થઈ છે. 2024 ની ચૂંટણીના સોગંદનામાં ₹45 કરોડ (આશરે $450 મિલિયન) થી જેટલી સંપત્તિનો ઉલ્લેખ કરાયો છે. અજિત પવારની સંપત્તિમાં પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં નોંધપાત્ર રોકાણોનો પણ સમાવેશ થાય છે, જે 10 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના હોવાનું જાણવા મળ્યું છે. 2025 કે 2026 માં કોઈ નવી ચૂંટણીઓ થઈ ન હોવાથી, હજુ સુધી નવું સોગંદનામું જારી કરવામાં આવ્યું નથી. 


આ પણ વાંચો : Baramati Plane Crash: DGCAએ 6ના મોતની કરી પુષ્ટિ, અજિત પવાર પ્લેનમાં હતા સવાર


  • Follow us on: