મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ. આ અકસ્માતમાં તેમનું અવસાન થયું. મુંબઈમાં મંત્રીમંડળની બેઠકમાં હાજરી આપ્યા બાદ, અજિત પવાર એક ખાનગી કંપનીના ચાર્ટર્ડ વિમાનમાં બારામતી જઈ રહ્યા હતા.


આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા

આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ અજિત પવારના મૃત્યુની પુષ્ટિ કરી છે. ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હોવાનું કહેવાય છે.


અજિત પવાર બારામતી જઈ રહ્યા હતા

આ અકસ્માત ત્યારે થયો જ્યારે અજિત પવાર પુણે જિલ્લામાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમો માટે બારામતી જઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં અજિત પવારને ગંભીર ઈજાઓ થઈ હતી.

અજિતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું

અકસ્માતની થોડી મિનિટો પહેલા, અજિત પવારે સોશિયલ મીડિયા પર મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર યાદ કરતી એક પોસ્ટ શેર કરી હતી. અજિતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, "મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રચારક, 'પંજાબ કેસરી', લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે આપણા દેશની આઝાદી માટે બધું જ બલિદાન કરી નાખ્યુ! તેમની દેશભક્તિ આપણને પ્રેરણા આપતી રહે."

આ પણ વાંચો: Maharashtra Plane Crash : ધ્રુજારી છૂટી જાય તેવા દ્રશ્યો, અજિત પવારના પ્લેન ક્રેશનો પહેલો Video Viral

  • Follow us on: