બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે યાદવ પરિવારમાં આતંરિક કલેશ વચ્ચે હવે મોટા પુત્ર તેજસ્વી યાદવે નવી પાર્ટી શરૂ કરી છે. નવી પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળનું ચૂંટણી ચિન્હ શેર કર્યું છે. તેમની પાર્ટીનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે, જેમાં પીળો અને લીલો રંગનો થીમ છે. રસપ્રદ વાત એ છે કે, પોસ્ટરમાં તેમના પિતા લાલુ યાદવ કે તેમની માતા રાબડી દેવીની છબી જોવા મળી નથી.


લાંબી લડાઈ લડવા માટે તૈયાર - તેજ પ્રતાપ યાદવ

પાર્ટીના પોસ્ટરમાં મહાત્મા ગાંધી, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, કર્પૂરી ઠાકુર, લોહિયા અને જે.પી. નારાયણની છબીઓ છે. તેજ પ્રતાપ યાદવે પોતાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે અને "સામાજિક ન્યાય, સામાજિક અધિકારો અને સંપૂર્ણ પરિવર્તન" નું સૂત્ર આપ્યું છે. પોસ્ટરમાં એમ પણ લખ્યું છે કે, "લોકોની શક્તિ, લોકોનું શાસન. તેજ પ્રતાપ બિહારનો વિકાસ કરશે. તેજ પ્રતાપ યાદવે પોસ્ટર પર લખ્યું હતું કે અમે બિહારના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત અને તૈયાર છીએ. અમારું લક્ષ્ય બિહારમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાનું અને એક નવી વ્યવસ્થા બનાવવાનું છે.બિહારના સર્વાંગી વિકાસ માટે અમે લાંબી લડાઈ લડવા તૈયાર છીએ.

તેજ પ્રતાપ યાદવને RJDમાંથી કેમ હાંકી કાઢવામાં આવ્યા?

તેજ પ્રતાપ યાદવ હાલમાં સમસ્તીપુર જિલ્લાની હસનપુર બેઠક પરથી RJD ધારાસભ્ય છે. મે 2025 માં તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે અનુષ્કા યાદવ સાથે સંબંધમાં છે. આ પોસ્ટથી યાદવ પરિવારમાં ખટરાગ થયો હતો. લાલુ યાદવે તેજ પ્રતાપના કાર્યોને કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ સાથે અસંગત ગણાવીને, તેમને છ વર્ષ માટે RJDમાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારથી, તેજ પ્રતાપ યાદવ કોઈનું નામ લીધા વિના તેમના પરિવારને નિશાન બનાવી રહ્યા છે.


આ નારાજગી વચ્ચે એક સંગઠન બનાવ્યું છે અને સતત મતવિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે. તેમની યોજના શક્ય તેટલી વધુ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની છે. તેજ પ્રતાપ યાદવ તેમના નાના ભાઈ તેજસ્વી યાદવથી પણ નારાજ છે, જે રાજકીય પદ વારસામાં મેળવી રહ્યા છે.


  • Follow us on: