બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે હવે બીજા તબક્કાની તૈયારીઓ તેજ છએ. 11 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. મતદાનને લઇને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્ણિયામાં જાહેર સભા સંબોધી હતી.


વિપક્ષને લીધા આડેહાથ 

તેઓએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી અને લાલુ યાદવના પુત્રએ "ઘુસણખોરો બચાવો યાત્રા" શરૂ કરી છે. જેનો ઉદ્દેશ્ય સીમાંચલ પ્રદેશને ઘુસણખોરોનો ગઢ બનાવવાનો છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપ માત્ર સીમાંચલમાંથી જ નહીં પરંતુ સમગ્ર બિહારમાંથી ગેરકાયદેસર ઘુસણખોરોને બહાર કાઢવા માટે કામ કરશે.

લાલુ યાદવના શાસનમાં તો..

અમિત શાહે એ પણ નિર્દેશ કર્યો કે લાલુ યાદવના શાસન દરમિયાન શરૂ થયેલા ઘણા ગેરકાયદેસર વ્યવસાયો આ ઘુસણખોરો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે ભાજપ અને NDA સરકાર આગામી પાંચ વર્ષમાં સીમાંચલમાંથી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરશે. ગૃહમંત્રી શાહે બિહારમાં કાયમી શાંતિ અને વિકાસ માટે NDA ને મત આપવા માટે મંચ પરના લોકોને વિનંતી કરી જેથી સીમાંચલમાંથી આતંકવાદ અને ગેરકાયદેસર નેટવર્કનો નાશ થઈ શકે.

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જડમૂળમાંથી ઉખેડી નાંખશે

રાહુલ બાબા અને લાલુના દીકરાએ હમણાં જ "ઘૂસણખોરોને બચાવો" યાત્રા શરૂ કરી છે. તેઓ ઇચ્છે છે કે સીમાંચલ ઘૂસણખોરોનો ગઢ બને. પરંતુ... અમે ફક્ત સીમાંચલમાંથી જ નહીં, પરંતુ સમગ્ર બિહારમાંથી દરેક ઘૂસણખોરને બહાર કાઢવા માટે કામ કરીશું... તેઓ આપણા યુવાનોની નોકરીઓ છીનવી લે છે. તેઓ આપણા ગરીબોનું રાશન છીનવી લે છે અને દેશને અસુરક્ષિત પણ બનાવે છે... અમે ફક્ત ઘૂસણખોરોને જ હાંકી કાઢીશું નહીં, પરંતુ તેમણે કરેલા અતિક્રમણને પણ જમીનદોસ્ત કરવામાં આવશે... અહીંના બધા ગેરકાયદેસર વ્યવસાયો લાલુના શાસનકાળ દરમિયાન શરૂ થયા હતા અને ઘૂસણખોરો દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આગામી પાંચ વર્ષમાં, ભારતીય જનતા પાર્ટી અને NDA સરકાર સીમાંચલમાં દરેક ગેરકાયદેસર પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખશે..."

  • Follow us on: