બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ બેઠકોની વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નવી દિલ્હીમાં લાંબી બેઠકોના દોર બાદ ગઠબંધનના તમામ પક્ષો કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.કુલ 243 બેઠકો ધરાવતી વિધાનસભા માટે NDAના પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ, બે મુખ્ય પક્ષો ભાજપ અને જનતા દળ યુનાઇટેડ 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. બેઠકોની વહેંચણી નીચે મુજબ છે
- ભાજપ - 101 બેઠકો
- JDU - 101 બેઠકો
- LJP (રામવિલાસ) - 29 બેઠકો
- RLM - 6 બેઠકો
- HAM - 6 બેઠકો
બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર
તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર છે અને કટિબદ્ધ છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે એક કે બે દિવસમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.11 ઓક્ટોબરે દિલ્હીમાં મળેલી બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો.બીજા દિવસે,12 ઓક્ટોબરે બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને તેની જાહેરાત કરી.HAM નેતા જીતન રામ માંઝીએ 15 બેઠકોની માંગ કરી હતી, પરંતુ છ પર સમજૂતી થઈ હતી.દરમિયાન,ચિરાગ પાસવાને 35 બેઠકોની માંગ કરી હતી,પરંતુ તેઓ 29 પર સંમત થયા હતા.













