બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર પોતાના નિવેદન પર વિવાદ ઉભો કર્યો છે. મંગળવારે ઔરંગાબાદ જિલ્લાના કુટુમ્બામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ભારતીય સેના દેશની 10 ટકા વસ્તી દ્વારા નિયંત્રિત છે, જે સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવે છે. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.


90 ટકા વસ્તીનું ક્યાંય કોઇ પ્રભૂત્વ નહી

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અત્યંત પછાત અને લઘુમતી સમુદાયોમાંથી આવે છે, દેશની 500થી વધારો મોટી કંપનીઓનું લિસ્ટ ઉઠાવો, તમને અહીં આ કોઇ વર્ગનું નામ નહીં મળે. બધા લોકો તે 10 ટકા માંથી જ હશે. પરંતુ આ સમુદાયોનું સેના, મોટી કંપનીઓ અથવા ઉચ્ચ સરકારી હોદ્દાઓમાં કોઈ પ્રતિનિધિત્વ નથી.

સેના 10% વસ્તી દ્વારા નિયંત્રિત છે - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું જો તમે ધ્યાનથી જુઓ તો, દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અત્યંત પછાત અથવા લઘુમતી સમુદાયોમાંથી આવે છે. દેશની 500 સૌથી મોટી કંપનીઓની યાદી જુઓ, અને તમને આ સમુદાયોનો કોઈ ઉલ્લેખ નહીં મળે. બધી નોકરીઓ, સેના અને સંસાધનો તે 10 ટકા વર્ગના જ હાથમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું લક્ષ્ય એક એવું ભારત બનાવવાનું છે જ્યાં 90 ટકા વસ્તીને પણ સન્માન અને તક મળે, જ્યાં દરેક વ્યક્તિ ગૌરવ અને ખુશીથી જીવી શકે. કોંગ્રેસ હંમેશા પછાત અને વંચિતોનો અવાજ રહી છે."

હવે સેનામાં જાતિ શોધી રહ્યા છે રાહુલ- ભાજપ

 રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. પાર્ટીના પ્રવક્તા સુરેશ નખુઆએ કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે સેનામાં જાતિ શોધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 10% લોકો સેના પર નિયંત્રણ રાખે છે. વડા પ્રધાન મોદી પ્રત્યેનો તેમનો નફરત હવે ભારત પ્રત્યેના નફરતમાં ફેરવાઈ ગયો છે.

રાહુલગાંધી વારંવાર સેનાનું કરે છે અપમાન- ભાજપ

ભાજપના નેતાઓ કહે છે કે રાહુલ ગાંધી વારંવાર સેના અને રાષ્ટ્રીય સંસ્થાઓનું અપમાન કરે છે, જે તેમની માનસિકતા છતી કરે છે. આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધીએ સેના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય. ઓગસ્ટ 2025 માં, ભારત જોડો યાત્રા દરમિયાન, તેમણે કહ્યું હતું કે, "ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે અને આપણી જમીન પર કબજો કરી લીધો છે." એક નિવૃત્ત સંરક્ષણ અધિકારીએ તેમના નિવેદન પર લખનૌમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. આ કેસ અલ્હાબાદ હાઈકોર્ટ થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાહુલ ગાંધીને કડક સવાલ ઉઠાવતા કહ્યું, "જો તમે સાચા ભારતીય છો, તો તમે ક્યારેય આવું નિવેદન ન આપો.

બિહાર ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

રાહુલ ગાંધીનું નિવેદન બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના થોડા દિવસો પહેલા આવ્યું છે. કોંગ્રેસના સાથી પક્ષો તેમના નિવેદનથી પોતાને દૂર રાખી રહ્યા છે. જ્યારે ભાજપ રાહુલ ગાંધી પર હુમલો કરી રહ્યો છે, તેને સેનાનું અપમાન" ગણાવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે આ નિવેદન કોંગ્રેસ માટે ચૂંટણીલક્ષી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો અને સુરક્ષા દળોના પરિવારો રહે છે.

  • Follow us on: