બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે પટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ચિરાગ પાસવાને મુલાકાત કરી. આ મુલાકાત ચૂંટણીને લઇને અને એનડીએ ગઠબંધનની ચૂંટણી રણનીતિ મજબૂત કરવા માટે થઇ છે. ચિરાગ પાસવાનએ કહ્યું કે તેમના ગઠબંધનની ખાસિયત અને તાકાત એ છે કે તમામ સહયોગી દળ એકબીજાનો હાથ પકડીને કામ કરે છે અને એનડીએ ઐતિહાસિક જીત તરફ વધી રહ્યું છે.


પીએમ મોદી 11 વખત બિહાર આવ્યા - ચિરાગ પાસવાન 

તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં પીએમ મોદી 11 વખત બિહાર આવી ચૂક્યા છે. જેનાથી ચૂંટણી પ્રચારને મજબૂતી મળી છે. અમિત શાહ સાથેની મુલાકાતમાં તેમણે આગામી ચૂંટણી પ્રચાર અને રણનીતિ પર ચર્ચા કરી. 

NDAએ પાંચેય પક્ષોનું સન્માન કર્યું- ચિરાગ પાસવાન 

બેઠક બાદ ચિરાગ પાસવાને મીડિયાને સંબોધતા કહ્યું કે એનડીએએ તેના પાંચેય સાથી પક્ષોનું સન્માન કર્યું છે અને વાટાઘાટો પૂર્ણ કરી છે. બધા 243 ઉમેદવારોના નામ સ્પષ્ટ છે. મહાગઠબંધન જેવી કોઈ મૂંઝવણ નથી... જ્યારે મહાગઠબંધન એકબીજાના દાવાઓને નકારી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અમે અમારું અભિયાન શરૂ કર્યું છે

બિહારના સીએમને લઇને શું બોલ્યા ચિરાગ પાસવાન ? 

ચિરાગ પાસવાને પણ મહાગઠબંધન વિશે કઠોર ટિપ્પણીઓ કરતા કહ્યું કે મહાગઠબંધન પોતાના જ ઉમેદવારો સામે ઉમેદવારો ઉભા કરી રહ્યું છે, જે કંઇક ગરબડ અને મૂંઝવણ દર્શાવે છે. તેમણે કહ્યુ કે કોણ કહે છે કે તેજસ્વી યાદવનું નામ સીએમ તરીકે નક્કી છે? આ અંગે ગઠબંધન પણ નથી કહી રહ્યું કે નથી પુષ્ટિ કરી. લોકો તેમને સ્વીકારશે નહીં.ઘણા આંતરિક સંઘર્ષો સાથેનું ગઠબંધન બિહારનો વિકાસ કરી શકતું નથી. 

  • Follow us on: