બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. 6 નવેમ્બરે 121 બેઠકો પર પ્રથમ તબક્કાની ચૂંટણી છે. ત્યારે બિહારમાં ઔરંગાબાદમાં ચૂંટણી સભા સંબોધતા રાહુલ ગાંધીએ આપેલા સેના વિશેના નિવેદનને લઇને રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.


શું બોલ્યા હતા રાહુલ ગાંધી ? 

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અત્યંત પછાત અથવા લઘુમતી સમુદાયોની છે. જો તમે 500 સૌથી મોટી કંપનીઓની યાદી જોશો તો તેમાં તમને એક પણ પછાત કે દલિત સમુદાયનો વ્યક્તિ જોવા નહીં મળે. તેઓ ટોપ 10 ટકામાં આવે છે. તમામ નોકરીઓ પણ તેમને જ મળે છે.. સેના પર તે જ 10 ટકા લોકોનો કંટ્રોલ છે.આ નિવેદન પર રાજનાથ સિંહે વળતો જવાબ આપ્યો છે.

અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે રાહુલ- રાજનાથ સિંહ 

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી સેનામાં અનામતની માગ કરીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સેનાને રાજનીતિમાં ન લાવો. હવે રાહુલ ગાંધી સંરક્ષણ દળોમાં અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. આપણા સશસ્ત્ર દળો આવા મતભેદોથી ઉપર છે.

સૈન્યમાં રાજકારણ ન લાવો: રાજનાથ સિંહ

તેમણે વધુમાં કહ્યું કે સૈનિકો માટે ફક્ત એક જ ધર્મ છે: લશ્કરી ધર્મ. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આરક્ષણ હોવું જોઈએ. અમે અનામતનું સમર્થન કરીએ છીએ અને ગરીબોને તે આપ્યું છે, પરંતુ જ્યારે લશ્કરની વાત આવે છે, ત્યારે આપણા સૈનિકો ફક્ત એક જ ધર્મનું પાલન કરે છે: લશ્કરી ધર્મ. બીજો કોઈ ધર્મ નથી. લશ્કરમાં રાજકારણ ન લાવો. જ્યારે પણ દેશે કટોકટીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આપણા સૈનિકોએ તેમની હિંમત અને બહાદુરીથી ભારતને ગૌરવ અપાવ્યું છે.


  • Follow us on: