બિહાર ઇલેક્શનના શરૂઆતી વલણમાં એનડીએ મજબૂત જોવા મળી રહી છે અને જેડીયુ આશરે 81 સીટો પર આગળ છે. જેડીયુએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ પણે કહ્યુ હતુ કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનેલા રહેશે પરંતુ થોડાંક સમય બાદ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.
નીતિશ કુમાર ફરીથી સીીએમ બનશે એવી કરી હતી પોસ્ટ
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. હાલમાં વલણો આવી રહ્યા છે. તેમાં નીતિશ કુમારે ફરી એકવાર પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. તેમની પાર્ટી જનતા દલ (યુનાઇટેડ) લગભગ 81 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ દરમિયાન JDU એ સોશિયલ મીડિયા પર નીતિશ કુમાર ફરીથી સીીએમ બનશે એવી પોસ્ટ કરી, પરંતુ થોડા સમય બાદ તેને ડિલીટ કરી દીધી.













