વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીભ પર, કદાચ એ સમયે માતા સરસ્વતી બિરાજમાન હતા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ બંપર જીત તરફ આગળ વધતા નજર આવી રહ્યા છે. એનડીએ 200 સીટથી આગળ વધી રહી છે,ચૂંટણીમાં NDAને આટલી મોટી જીત મળશે, એ તો કોઇ એક્ઝિટ પોલમાં પણ જોવા નહોતુ મળ્યુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ભવિષ્યવાણી ચૂંટણી પ્રચાર દરમિયાન જ કરી દીધી હતી. પીએમ મોદીએ સીતામઢીની એક રેલી દરમિયાન લોકોને જણાવ્યુ હતુ કે બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બનવા જઇ રહી છે. વિજય ઉત્સવની તૈયારી કરી લો.


વિજય ઉત્સવની કરી લો તૈયારી…

પી.એમ.મોદીની સીતામઢીની રેલીનો વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયામાં પી.એમ. મોદી જનસભાને સંબોધતા કહે છે, અમને મા સીતાનો આશીર્વાદ મળી ગયો છે. અમે બિહારમાં ફરી એક વાર સરકાર બનાવવાના છીએ. તમે બધા લોકો વિજય ઉત્સવની તૈયારી કરી લો. એનડીએની અત્યાર સુધીની સૌથી મોટી જીત આ ચૂંટણીમાં પાક્કી છે અને તેથી 14 તારીખ પછી હું તમને કહી રહ્યો છું કે વિજય ઉત્સવની તૈયારી કરી લો. પ્રજાનો મિજાજ બતાવે છે અને કોંગ્રેસ વાળાની વાતો પણ બતાવે છે કે તેઓ બિહાર હારી ગયા છે.તેથી તેઓ કારણો શોધવામાં લાગ્યા છે.

અમિત શાહે પણ કરી હતી ભવિષ્યવાણી

અમિત શાહે પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન બિહાર ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી હતી કે એનડીએ ગઠબંધન લગભગ 160ની આસપાસ બેઠકો જીતીને આવશે અને જે બાકી રહેશે તે બધામાં વહેંચાઈ જશે. 'બીજેપીના ચાણક્ય'ની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. બીજેપી 192 બેઠકો પર આગળ છે અને મહાગઠબંધન તથા નિર્દલીયો 51 બેઠકો પર આગળ છે.


  • Follow us on: