બિહાર વિધાન સભા ચૂંટણી 2025ના પરિણામોમાં એનડીએ ઐતિહાસિક લેન્ડસ્લાઇડ વિક્ટ્રી તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં આવેલા વલણોમાં સ્પષ્ટ પણે એનડીએ 243 સીટોમાંથી 192 સીટો આગળ ચાલી રહી છે. જ્યારે મહાગઠબંધન 46 સીટ પર જ સંકોચાઇ ગઇ છે. સ્પષ્ટપણે, આ જનાદેશ ફક્ત વિપક્ષની ખામીઓનું પરિણામ નથી, પરંતુ એક ઉત્તમ ઉમેદવાર, શ્રેષ્ઠ નેતૃત્વ અને તેજસ્વી વ્યૂહરચનાનું પરિણામ છે. આ જબરદસ્ત વિજયના છ મુખ્ય પિલર પણ છે.


1. નીતિશ કુમારનુ નિર્વિવાદ નેતૃત્વ

બિહાર ચૂંટણીમાં એનડીએની લેન્ડસ્લાઇડ વિક્ટ્રીના સૌથી મજબૂત પિલર મુખ્યમંત્રી નીતિશ કુમાર સાબિત થયા છે. 74 વર્ષીય નીતિશ , જે બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી છે. પોતાની રાજકીય ચતુરાઇ અને સામાજિક રીતે તેમણે ગઠબંધનને મજબૂત પાયો નાખ્યો.તેમની છવી સુશાસન બાબુની છે. જે 2005થી બિહારને જંગલરાજમાંથી બહાર નીકાળવાનું પ્રતીક બની. નીતિશના નેતૃત્વને કારણે જ તેઓ કુર્મી (3.5%) જાતિના હોવા છતાં બિહારના સર્વવ્યાપી નેતા રહ્યા છે.

2. ચિરાગ પાસવાનનો સપોર્ટ

ચિરાગ પાસવાનનો સપોર્ટ કોઈ પણ રીતે ઓછો માનવા જેવો નથી. એનડીએને તેમનો સપોર્ટ મળ્યો એટલે જ બિહારમાં જેડીયૂ અને ભાજપ બંને પાર્ટીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકી. 43 વર્ષના ચિરાગ, રામવિલાસ પાસવાનના પુત્ર, પોતાની યુવા ઊર્જા અને પાસવાન મતબેંક (5–6%)ને એકજૂટ રાખીને ગઠબંધનને મજબૂત બનાવ્યું. એનડીએની તરફથી તેમની પાર્ટી એલજેપીને 29 બેઠકો આપવામાં આવી. ચિરાગની અસર સમજવા માટે આપણે 2020ની ચૂંટણી યાદ કરવી પડશે.જ્યારે એનડીએથી અલગ થઈ તેમણે જેડીયૂને લગભગ 40 બેઠકો ગુમાવવાને મજબૂર કરી અને ભાજપને પણ નુકસાન થયું. 2025માં તેઓ એનડીએમાં ફરી જોડાયા અને 'ભાઈ ચિરાગ'બની ગયા. મોદીએ પણ તેમની પ્રશંસા કરી.100થી વધુ રેલીઓ અને સોશિયલ મીડિયા થકી તે પાસવાન મતદારોને એક સાથે લાવ્યા. એટલું જ નહીં આજની તારીખમાં એક માત્ર એવા નેતા બનીને ઉભર્યા છે જે પોતાના વોટોને બીજી પાર્ટીઓ તરફ ટ્રાન્સફર કરવાની હિંમત રાખે છે.

3. એનડીએ ગઠબંધનમાં પરસ્પર સમન્વય

બિહાર ચૂંટણી દરમિયાન એનડીએમાં શાનદાર સમન્વય જોવા મળ્યો. ભાજપ અને જેડીયૂ વચ્ચે સ્પર્ધા હોવા છતાં બેઠકોને લઈને મતભેદ દેખાઇ નહીં. બન્ને 101–101 બેઠકો પર રાજી થઈ ગયા. શરૂઆતમાં એલજેપી અને હમમાં થોડો અસંતોષ જોવા મળ્યો.પરંતુ તે પણ વહેલી તકે ઉકેલી લેવામાં આવ્યો . ઉમેદવારો સમયસર જાહેર થઈ ગયા. બીજી તરફ મહાગઠબંધન છેલ્લી ક્ષણ સુધી સીટ-શેરિંગમાં જ ગુંચવાયેલા રહ્યા.અહિંયા સુધી કે પત્રો પાછા લેવાની અંતિમ તારીખ બાદ પણ તેમની અંદર ઝઘડો ચાલતો રહ્યો. બિહારની જનતા મૂર્ખ નથી.બધું જોઈ રહી હતી.

4. મુખ્યમંત્રી ચહેરા પર બીજેપીની સ્ટ્રેટેજી

મુખ્યમંત્રીના ચહેરા અંગે સસ્પેન્સ ભાજપની મોટી કમજોરી માનવામાં આવતું હતું, પણ પરિણામે તે ફાયદાકારક સાબિત થયું. ભાજપે નીતિશ સમર્થકો અને તેમના વિરોધી મતદારોબન્નેને એકસાથે ટાર્ગેટ કરવા આ રણનીતિ અપનાવી, જે સફળ રહી. ઘણા ભાજપ સમર્થકો બિહારમાં ભાજપનો CM ઇચ્છતા હતા, જ્યારે બીજી તરફ નીતિશ સર્વમાન્ય નેતા હતા.જેઓને ભાજપ અવગણી શકતું નહોતું. તેથી પાર્ટીએ નામ પર કન્ફ્યુઝન જાળવ્યું. આવી જ રણનીતિ દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ અપનાવી હતી.

5. સુશાસન અને વિકાસ

સુશાસન અને વિકાસ એનડીએની જીતનો અગત્યનો ત્રીજો પિલર રહ્યો, જે નીતિશના 20 વર્ષના શાસનની અસર છે. 1990માં 'બિમારુ' ગણાતા બિહારે હવે 1 લાખ કિમી રોડ, 95% વિજળી કવરેજ અને શિક્ષણમાં પ્રગતિ મેળવી છે. કાયદો-સુવ્યવસ્થા સુધારણાંથી ગુનાદર 50% સુધી ઘટ્યો, જે મધ્યવર્ગને ખાસ ગમ્યું. સ્માર્ટ સિટી, એક્સપ્રેસવે જેવી યોજનાઓએ ગ્રામ્ય અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું. એનડીએના સંકલ્પપત્રમાં રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન હતું, જે વિશ્વસનીય લાગ્યું. ‘જીવિકા દીદી’ મોડેલે 1.2 કરોડ મહિલાઓને જોડ્યાં, જે મતદાનમાં અસરકારક રહ્યુ.બેરોજગારી પર નીતિશે સ્કિલ ડેવલોપમેન્ટથી જવાબ આપ્યો.

6. જમીની લાભાર્થી યોજનાઓ

જમીન સ્તર પરની યોજનાઓએ બિહારના ગરીબ અને ગ્રામ્ય મતદારોને મોટા પાયે લાભ પહોંચાડ્યુ. નીતિશની ‘સાત નિશ્ચય યોજના’ અને ભાજપની કેન્દ્રિય યોજનાઓ દ્વારા 5 કરોડથી વધુ લાભાર્થીઓને સીધો લાભ મળ્યો. PM આવાસ, ઉજવ્વલા, આયુષ્માન જેવી યોજનાઓએ ગ્રામ્ય મતદારોને એનડીએ સાથે મજબૂતીથી બાંધ્યા. આ યોજનાઓ જાતિય રીતે પણ સંતુલિત રહી.ઇબીસી અને દલિત મતદારોને સૌથી વધુ ફાયદો થયો. મહિલાઓને આરક્ષણ અને કલ્યાણ યોજનાઓ નીતિશની મુખ્ય રણનીતિ રહી, જેનાથી એનડીએનો આધાર મજબૂત બન્યો.


  • Follow us on: