
Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન

Nov 14, 2025 11:46 pm
પૈસા ચોરી કરનારાઓ મત ચોરીનો આરોપ લગાવે છે-મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બિહારમાં NDAની જીત પર કહ્યું,લોકોએ જંગલ રાજને નકારી કાઢ્યું છે.વિકાસ સ્વીકાર્યો છે અને વડા પ્રધાન મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પૈસા ચોરી કરનારાઓ મત ચોરીનો આરોપ લગાવે છે. બિહારના લોકોની જીત વડા પ્રધાનમાં તેમના વિશ્વાસનું પ્રતીક છે અને નીતિશ કુમારે જંગલ રાજને ખતમ કરવા માટે કામ કર્યું છે, તેથી લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને આ જીત પ્રાપ્ત થઈ છે." તેમણે વધુમાં કહ્યું, "મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાયુતિ બધે જીતશે.
Nov 14, 2025 11:40 pm
Nov 14, 2025 11:23 pm
હું મારા હૃદયથી ચૂંટણી પંચને અભિનંદન આપવા માંગુ છુંઃ શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે
બિહારમાં NDAના જંગી વિજય પર શિવસેના (UBT)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યુ હતું કે, હું મારા હૃદયથી ચૂંટણી પંચને અભિનંદન આપવા માંગુ છું. SIRનો તેમનો પ્રયોગ,જેના દ્વારા તેમણે તેમના માલિક ભાજપ માટે 65 લાખ મતદારો કાપી નાખ્યા તે સફળ રહ્યો.શું નીતિશ કુમાર ખરેખર ભાજપની રમતને કારણે મુખ્યમંત્રી બનશે. હું તેમને સતર્ક રહેવાનું સૂચન કરું છું. કારણ કે આપણે ભાજપને નજીકથી જોયું છે. મને નથી લાગતું કે મહિલાઓ માટેની યોજનાઓ તેમના મતોને પ્રભાવિત કરી શકે છે.તેમણે 'નોટ્સ'જોઈને નહીં પણ ચહેરા પર મતદાન કર્યું છે. તેઓ (NDA)લાડલી બહેનાયોજનાનું બહાનું બનાવીને વોટ-ચોરી દ્વારા પોતાની જીતને યોગ્ય ઠેરવી રહ્યા છે. આવી ચૂંટણીનો શું અર્થ છે જ્યાં તમે 65 લાખ મતદારોના મત કાપી નાખો છો?
Nov 14, 2025 11:12 pm
અમને વિશ્વાસ હતો કે અમે એક મોટો વિજય મેળવીશુંઃ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
બિહારમાં NDAના પ્રચંડ વિજય પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, આ બિહારના લોકોની જીત છે.હું બિહારની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું આદરપૂર્વક સ્વાગત કરું છું.વિપક્ષની ભાષા, મુદ્દાઓ, રેલીઓ અને શારીરિક ભાષાએ અમને વિશ્વાસ અપાવ્યો કે બિહારના લોકો આવી નકારાત્મક વિચારધારાઓને નકારી કાઢશે.અમને વિશ્વાસ હતો કે અમે એક વિશાળ વિજય તરફ આગળ વધી રહ્યા છીએ.
Nov 14, 2025 11:06 pm
રાહુલ ગાંધીનો મત ચોરીનો મુદ્દો હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયો-વિનોદ તાવડે
બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું હતું કે, બિહારના લોકોએ આ વખતે જાતિગત બાબતોને અવગણી અને પીએમ મોદીને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે.બિહાર ચૂંટણી પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે. રાહુલ ગાંધીનો મત ચોરીનો મુદ્દો હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. જાતિવાદના નામે લોકોને મતદાન કરવા માટે એકત્ર કરનારા લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ આમ કરવામાં નિષ્ફળ ગયા.
Nov 14, 2025 10:50 pm
લોકતંત્રને કમજોર કરનારી તાકાતો સામેની લડાઈ ચાલુ રાખીશું- મલ્લિકાર્જુન ખરગે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું હતું કે, અમે બિહારની જનતાના નિર્ણયનુ સમ્માન કરીએ છીએ. બીજી તરફ સંવિધાનિક સંસ્થાઓનો દુરૂપયોગ કરીને લોકતંત્રને કમજોર કરનારી તાકાતો સામેની લડાઈ ચાલુ રાખીશું. આ પરિણામોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીશું. બિહારના મતદારોએ ગઠબંધનનો સાથ આપ્યો તેમનો અમે આભાર માનીએ છીએ. કોંગ્રેસના દરેક કાર્યકર્તાને કહેવા માગુ છું કે તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે પક્ષની આન બાન અને શાન છો.
Nov 14, 2025 10:11 pm
બિહારમાં કૈમુર જિલ્લામાં મત ગણતરી સેન્ટર બહાર બબાલ
બિહારના કૈમુર જિલ્લામાં મતગણતરી સેન્ટર બહાર બબાલ થતાં એકઠી થયેલી ભીડે ચૂંટણી અધિકારીની સ્કોર્પિયો સળગાવી હતી. રામગઢ વિધાનસભાની મત ગણતરી દરમિયાન માહોલ અચાનક ગરમાયો હતો. ઉમેદવારના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
Nov 14, 2025 10:07 pm
દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈ મહત્વના સમાચાર
દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. NMCએ ચાર ડોક્ટરના નામ IMR રજિસ્ટરમાંથી હટાવી દીધા છે. UAPA હેઠળ FIR થતા કાર્યવાહી કરવામાં આવી છે. ડો.મુઝફ્ફર અહમદ, અદીલ રાથેર, મુઝામિલ શકીલ, શાહીન સઈદ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Nov 14, 2025 09:34 pm
બિહાર ચૂંટણીમાં NDAની જીત મુદ્દે DYCM હર્ષ સંઘવીનું નિવેદન
બિહારની ચૂંટણીમાં NDAની જીત મુદ્દે DYCM હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આજે બિહારમાં એક નવો ઇતિહાસ બન્યો છે.બિહારના લોકોએ વિકાસની રાજનીતિને મત આપ્યો.શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે દેશમાં ભાજપને મત આપ્યો.આજે આખા દેશમાં મોદી મોદી નારા લાગી રહ્યા છે.હવે તો આખા વિશ્વમાં પણ મોદી મોદીને નારા લાગી રહ્યા છે
Nov 14, 2025 09:31 pm
રાહુલ ગાંધીએ જ્યાં ડૂબકી લગાવી ત્યાં કોંગ્રેસ હારી
બિહારના બેગુસરાય વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસને જોરદાર ઝટકો વાગ્યો છે. અહીં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મુકેશ સહની સાથે એક સભા ગજવી હતી. તેમણે પોખરમાં ઉતરીને માછલી પકડવાનો અંદાજ પણ બતાવ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસની ઉમેદવાર અમિતા ભૂષણ મતદાતાઓને આકર્ષિત કરવામાં નિષ્ફળ ગયા હતાં. તેમનો 31 હજાર મતે પરાજય થયો છે.
Nov 14, 2025 09:24 pm
લખીસરાયના લોકોએ તેજસ્વી યાદવને જવાબ આપ્યો- વિજય કુમાર સિંહા
લખીસરાયથી ભાજપના વિજેતા ઉમેદવાર વિજય કુમાર સિંહાએ કહ્યું હતું કે, હું લખીસરાય અને બિહારના લોકોનો આભાર માનું છું.તમે બિહારીઓનું સન્માન વધાર્યું છે.લોકોએ વડા પ્રધાન મોદી અને નીતિશ કુમારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે વિજય કુમાર સિંહા જીતશે નહીં તે લખી લો પરંતુ આજે લખીસરાયના લોકોએ તેમને માત્ર જવાબ આપ્યો જ નથી પરંતુ તેમને યોગ્ય જવાબ પણ આપ્યો છે.
Nov 14, 2025 09:20 pm
અમદાવાદમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનો ASI લાંચ લેતા ઝડપાયો
અમદાવાદમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચનો ASI લાંચ લેતા ઝડપાઈ ગયો છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચના અધિકારી શિવકુમારે એક કરોડની લાંચ માંગી હતી. વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા બાદ એક કરોડ રૂપિયાની લાંચ માગી હતી. ACBએ આરોપીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
Nov 14, 2025 08:50 pm
બિહારની જીત પર ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજનું નિવેદન
બિહારમાં NDAની જીત પર ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે, હું બિહારના લોકોનો આભાર માનું છું કારણ કે તેમણે RJD અને કોંગ્રેસ દ્વારા થતી જુઠ્ઠાણાની રાજનીતિને નકારી કાઢી છે.આ જનાદેશ વડાપ્રધાન મોદી અને નીતિશ કુમારમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે.
Nov 14, 2025 08:42 pm
નીતિશ કુમારના વિચારો ભાજપના વિચારો સાથે મેળ ખાતા નથી: પપ્પુ યાદવ
બિહાર ચૂંટણીમાં NDAની જીત પર પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે કહ્યું, હું બિહારના લોકોના નિર્ણયનું સન્માન કરું છું.શું રોજગારનો મુદ્દો હવે રહેશે?. શું આ લોકોનો આદેશ હતો?. આ આપણા બધાની જવાબદારી હતી. નીતિશ કુમારના વિચારો ભાજપના વિચારો સાથે મેળ ખાતા નથી.
Nov 14, 2025 08:40 pm
મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બાદ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નીતિશ કુમારના નિવાસ સ્થાનના બંને ગેટ પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આસપાસના વિસ્તારોમાં પણ પોલીસની ચાંપતી નજર છે.
Nov 14, 2025 08:19 pm
બિહારમાં ચૂંટણી પંચે 147 બેઠકોનું પરિણામ જાહેર કર્યું
બિહારમાં ચૂંટણી પંચે 147 બેઠકોનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં એનડીએનો 125 બેઠકો પર વિજય થયો છે. મહાગઠબંધનને માત્ર 17 બેઠકો જ મળી છે. આ સિવાય અન્ય પક્ષોનો પાંચ બેઠકો પર વિજય થયો છે.
Nov 14, 2025 07:59 pm
ભાજપ પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખાડી ફેંકશે
બિહારે બંગાળમાં ભાજપના વિજયનો રસ્તો તૈયાર કરી દીધો છે. હું બંગાળના લોકોને કહું છું કે હવે ભાજપ તમારી સાથે મળીને પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખાડી ફેંકશે.
Nov 14, 2025 07:58 pm
ભાજપની દરેક સફળતાનો આધાર તેનો કાર્યકર્તા જ છે
આપણે મળીને એક એવું બિહાર બનાવીશું જે સમૃદ્ધ અને વિકસિત હશે. ભાજપાની તાકાત ભાજપનો કાર્યકર્તા છે. જ્યારે ભાજપનો કાર્યકર્તા ધારી લે તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભાજપની દરેક સફળતાનો આધાર તેનો કાર્યકર્તા જ છે. આજના આ વિજયને ભાજપના કાર્યકર્તાને કેરાલા, તામિલનાડુ, પોંડીચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં પણ નવી ઉર્જાથી ભરી દીધા છે.
Nov 14, 2025 07:56 pm
હું દેશ અને દુનિયાના નિવેશકોને કહીશ કે બિહાર તમારા સ્વાગત માટે તૈયાર છે- મોદી
વડાપ્રધાને કહ્યું હતુ કે, બિહારમાં આરજેડી અને કોંગ્રેસનો ઝગડો ટૂંક સમયમાં સામે આવશે. બિહારના લોકોએ જે ભરોસો અમારા પર રાખ્યો છે. તેનાથી અમારી જવાબદારી વધી ગઈ છે. હું આપને વિશ્વાસ અપાવું છું.આવનારા પાંચ વર્ષમાં બિહાર તેજ ગતીથી આગળ વધશે. બિહારમાં ઉદ્યોગો આવશે. બિહારમા રોકાણ આવશે. આ નિવેશ વધારે નોકરીઓ લાવશે. પર્યટનનો વિસ્તાર થશે. દુનિયાને બિહારનું નવું સામર્થ્ય દેખાશે. ઐતિહાસિક ધરોહરનો કાયાકલ્પ થશે. હું દેશ અને દુનિયાના નિવેશકોને કહીશ કે બિહાર તમારા સ્વાગત માટે તૈયાર છે.
Nov 14, 2025 07:53 pm
કોંગ્રેસનું વધુ એક વિભાજન થાય તેવી આશંકા છે
આ કોંગ્રેસના નામદાર કોંગ્રેસને જે રસ્તે લઈ જઈ રહ્યાં છે. તે માટે નારાજગી અંદર અંદર પ્રવર્તી રહી છે. મને આશંકા છે કે હોઈ શકે કે કોંગ્રેસનું વધુ એક વિભાજન થાય. કોંગ્રેસના જે સહયોગી દળ છે તે પણ સમજી ગયા છે કે કોંગ્રેસ પોતાની નેગેટિવ પોલિટિક્સમાં સૌને એક સાથે ડૂબાવી રહી છે. કોંગ્રેસના નામદાર તળાવમાં ડૂબકીઓ લગાવે છે પણ તેઓ પણ ડૂબે છે અને બીજાને પણ ડૂબાડવાનો પ્રયાસ કરે છે.
Nov 14, 2025 07:51 pm
આજે કોંગ્રેસ મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસ એટલે MMC બની ગઈ છે
ક્યારેક ચોકીદાર ચોરનો નારો, સંસદનો સમય બરબાદ કરવો,ક્યારેક ઈવીએમ પર સવાલ, ક્યારેક ચૂંટણી આયોગ પર આરોપ, વોટ ચોરીનો આરોપ, કોંગ્રેસ પાસે દેશ માટે કોઈ પોઝિટિવ વિઝન નથી. સચ્ચાઈ એ છે કે આજે કોંગ્રેસ મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસ એટલે MMC બની ગઈ છે.
Nov 14, 2025 07:49 pm
કોંગ્રેસ 100 સીટોનો આંકડો પાર નથી કરી શકી
જે પાર્ટીએ દશકો સુધી દેશ પર રાજ કર્યું તેના પરથી જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. કોંગ્રેસ દેશના રાજ્યોમાંથી વર્ષોથી સત્તાથી બહાર છે. ગુજરાત, યુપી અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની સરકાર બની નથી. છેલ્લા ત્રણ લોકસભા ચૂટણીમાં કોંગ્રેસ ત્રણ અંકોની સંખ્યા સુધી પહોંચી શકી નથી. 2024ની લોક સભા ચૂંટણી બાદ દેશના છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ. તેમાં પણ કોંગ્રેસ 100 સીટોનો આંકડો પાર નથી કરી શકી. આજના દિવસે એક ચૂંટણીમાં અમારા જેટલા ધારાસભ્યો જીત્યા છે. કોંગ્રેસ છેલ્લી છ ચૂંટણીમાં તેમના ધારાસભ્યોને ચૂંટી નથી શકી.
Nov 14, 2025 07:44 pm
કોંગ્રેસ અને આરજેડીએ છઠી મૈયાની માફી માગી નથી
દાયકાઓ સુધી શાસન કરનારાઓએ બિહારને બદનામ કર્યું અને બિહારના ગૌરવનું અપમાન કર્યું. તેઓએ ક્યારેય અહીંના લોકોનું સન્માન કર્યું નહીં. જે લોકો છઠ પૂજાને નાટક કહી શકે છે. કોંગ્રેસ અને આરજેડીએ છઠ્ઠી મૈયાની માફી માંગી નથી.
Nov 14, 2025 07:41 pm
એનડીએને ત્રીજી વખત સત્તામાં આવવાનો અવસર આપ્યો
લોકોએ આ વખતે એનડીએને ત્રીજી વખત સત્તામાં આવવાનો અવસર આપ્યો છે. આ દેશ વાસીઓના આશિર્વાદનું પરિણામ હતું. લોકસભાની ચૂંટણી બાદ દેશના કેટલાક રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મળી. હરિયાણાની ધરતીએ જય જવાન જય કિશાનની ભાવનાએ આગળ વધાર્યું તે હરિયાણામાં પણ ત્રીજી વખત સત્તામાં આગળ વધ્યા
Nov 14, 2025 07:40 pm
અમારી સરકાર છઠને યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયાસ કરે છે.
બિહારની આન બાન અને શાન તે અમારી પ્રાથમિકતા છે. અમારી સરકાર છઠને યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયાસ કરે છે. લક્ષ્ય એ છે કે સમગ્ર દેશ, સમગ્ર દુનિયા તેના મહત્વથી અને આ સંસ્કૃતિ સાથે જોડાઈ શકે. આ વખતે છઠ પૂજા દરમિયાન રેલવે સ્ટેશનો પર છઠ્ઠી મૈયાના ગીતો ગૂંજ્યા તો સૌ કોઈ આ પાવન પર્વમાં સંમિલિત થતાં જોવા મળ્યા
Nov 14, 2025 07:38 pm
વિકાસવાદની સામે આપવામાં આવેલો જનાદેશ છે
આજની આ જીત એ લોકોને જવાબ છે. જેઓ કહેતા હતા કે બિહારમા ઈન્ડસ્ટ્રી નથી જોઈતી. ટ્રેન એરપોર્ટની શું જરૂર છે. આજના આ પરિણામ વંશવાદની સામે વિકાસવાદની સામે આપવામાં આવેલો જનાદેશ છે. જે લોકોએ દશકાઓ સુધી દેશ પર શાસન કર્યું તેમણે બિહારની એક ખોટી છબી બનાવી. તેમણે બિહારને બદનામ કર્યું. તેમણે બિહારની સંસ્કૃતિનો આદર નથી કર્યો.
Nov 14, 2025 07:38 pm
બિહાર વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યું છે
આ જીત બિહારમાં એ યુવાનની છે જેના ભવિષ્યને કોંગ્રેસ અને લાલ ઝંડા વાળાના આતંકવાદના કારણે બરબાદ કરવામાં આવ્યું. આજે આ રેડ કોરિડોર અને આતંકના દિવસો ઈતિહાસ બની ગયા છે. બિહાર વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યું છે અને આ યાત્રા રોકાવાની નથી.
Nov 14, 2025 07:35 pm
બિહારની મહાન ભૂમિ પર ફરી ક્યારેય જંગલ રાજની વાપસી નહીં થાય
ભારત હવે સાચા સામાજિક ન્યાય માટે વોટિંગ કરે છે. દરેક પરિવારને સમાનતા અને અવસરો મળે છે. જ્યાં હવે તુષ્ટીકરણની કોઈ જગ્યા નથી. સંતુષ્ટીકરણ એ સૌથી મોટુ માન છે. ભારતના લોકો હવે માત્ર વિકાસ ઈચ્છે છે. વિકસિત ભારત બનાવવા ઈચ્છે છે. નવી સરકાર સાથે એનડીએ હવે બિહારમાં 25 વર્ષોની સ્વર્ણિમ યાત્રા તરફ આગળ વધી રહ્યું છે. બિહારે એ નક્કી કર્યું છે બિહારની મહાન ભૂમિ પર ફરી ક્યારેય જંગલ રાજની વાપસી નહીં થાય
Nov 14, 2025 07:33 pm
જામીન પર રહેલા લોકોને જનતા સાથ નહીં આપે
બિહાર એ ધરતી છે જેણે ભારતને લોક તંત્રની જનની હોવાનું ગૌરવ આપ્યું છે. આજે એ જ ધરતીએ લોક તંત્ર પર હુમલો કરનારી તાકતોને ધૂળ ચટાડી છે. બિહારે ફરી બતાવ્યું છે કે જૂઠ હારે છે અને જન વિશ્વાસ જીતે છે.બિહારે ડંકાની ચોટ પર કહી દીધું છે કે જામીન પર રહેલા લોકોને જનતા સાથ નહીં આપે
Nov 14, 2025 07:32 pm
દરેક મતદાર એસઆઈઆરની પ્રકિયાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યો છે
દેશનો દરેક મતદાર એસઆઈઆરની પ્રકિયાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યો છે. બિહારના મતદારોએ પણ એસઆઈઆરની પ્રકિયાને જબરદસ્ત રીતે સપોર્ટ કર્યો છે. હું માનું છું કે લોક તંત્રની પવિત્રતા માટે દરેક મતદાર તેનો હક હોય છે. હવે દરેક પક્ષની જવાબદારી બને છે તેઓ પોલિંગ બુથ પર પોતાની પાર્ટીઓને સક્રિય કરે. મતદાર યાદીના કામમાં જોડાય
Nov 14, 2025 07:30 pm
આ વખતે રી પોલ કરવાની નોબત નથી આવી
આજે બિહાર જંગલરાજની જેમ નહીં પણ શાંતિ પૂર્ણ મતદાન કરે છે. દરેકે પોતાની પસંદગી પ્રમાણે મત આપ્યો છે. રી પોલિંગના આંકડા પણ આ બદલાવની સાક્ષી પૂરે છે. પહેલા બિહારમાં કોઈ ચૂંટણી એવી નહોતી જ્યાં રી પોલ ના થાય. 2005 પહેલા સેંકડો જગ્યાઓ પર રી પોલિંગ થયું હતું. 1995માં દોઢ હજારથી વધુ પોલિંગ બુથો પર રી પોલિંગ થયું હતું. 2000ની ચૂંટણીમાં પણ દોઢ હજાર બુથો પર ફરી મતદાન થયું હતું. પણ જેમ જેમ જંગલ રાજ ગયું તેમ તેમ સ્થિતિ બદલાઈ.આ વખતે રી પોલ કરવાની નોબત નથી આવી
Nov 14, 2025 07:28 pm
ભારતના ચૂંટણી આયોગ પર જનતાના વિશ્વાસને મજબૂત કર્યો
આ પરિણામોએ ભારતના ચૂંટણી આયોગ પર જનતાના વિશ્વાસને મજબૂત કર્યો છે. આ એ જ બિહાર છે જે પહેલા માઓવાદી હાવી હતો. જ્યાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ત્રણ વાગ્યે વોટિંગ પૂર્ણ થઈ જતું હતું. આ વખતની ચૂંટણીમા કોઈ પણ ડર વિના લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે એક ઉત્સવની રીતે મત આપ્યો છે.
Nov 14, 2025 07:23 pm
આજની આ જીતે એક નવો MY ફોર્મ્યુલા આપ્યો અને તે છે મહિલા અને યુથ
એક જૂની કહેવત છે કે લોઢું લોઢાને કાપે છે. બિહારમા કેટલાક દળોએ તુષ્ટીકરણ વાળા MY માય ફોર્મ્યુલા બનાવ્યો હતો. પણ આજની આ જીતે એક નવો સકારાત્મક નવો MY ફોર્મ્યુલા આપ્યો છે. અને તે છે મહિલા અને યુથ. બિહારની જનતાએ જંગલરાજ વાળાની MY ફોર્મ્યુલાને ધ્વસ્ત કરી નાંખી છે. હું બિહારના તમામ લોકોને નમન કરૂ છું
Nov 14, 2025 07:20 pm
બિહારે 2010 બાદ સૌથી મોટો જનાદેશ એનડીએને આપ્યો
મેં બિહારની જનતાને રેકોર્ડ વોટિંગ માટે આગ્રહ કર્યો હતો અને બિહારના લોકોએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.મેં બિહારના લોકોને એનડીએને પ્રચંડ વિજય અપાવવાનો આગ્રહ કર્યો હતો. બિહારની જનતાએ મારો આ આગ્રહ પણ માન્ય રાખ્યો. બિહારે 2010 બાદ સૌથી મોટો જનાદેશ એનડીએને આપ્યો છે. હું વિનમ્રતાથી એનડીએના તમામ દળો વતી બિહારની જનતાનો આભાર વ્યક્ત કરૂ છું. હું જનતાને આદર પૂર્વક નમન કરૂ છું.
Nov 14, 2025 07:18 pm
આજે સમગ્ર બિહારે બતાવી દીધું છે. ફીર એક બાર એનડીએ સરકાર.
અમે જનતાના સેવક છીએ. અમે મહેનતથી જનતાનું દિલ ખુશ કરીએ છીએ. અમે તો જનતા જનાર્દનનું દિલ ચોરીને બેઠા છીએ. જેથી આજે સમગ્ર બિહારે બતાવી દીધું છે. ફીર એક બાર એનડીએ સરકાર. મેં ચૂંટણીમાં વારંવાર કહ્યું હતું.
Nov 14, 2025 07:14 pm
રાધોપુર બેઠક પર આરજેડીના તેજસ્વી યાદવનો 14532 મતથી વિજય
Nov 14, 2025 07:12 pm
તમામ અપમાનનો જવાબ બિહારની જનતાએ આપ્યો- જે.પી.નડ્ડા
મહાગઠબંધને બિહારના લોકોનું અપમાન કર્યું. મોદીનો વિરોધ કરતાં કરતાં છઠ મૈયાનું પણ અપમાન કર્યું. તેમણે બિહારમાંથી દૂર જઈને કામ કરનારા લોકોનું પણ અપમાન કર્યું. તેમણે વડાપ્રધાનની માતાનું પણ અપમાન કર્યું. આ તમામ અપમાનનો જવાબ બિહારની જનતાએ આપ્યો છે.
Nov 14, 2025 07:04 pm
બિહારની જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર લગાવી છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, બિહારની જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર લગાવી છે. આ ચૂંટણી વિકાસ અને જંગલરાજ વચ્ચે લડાઈ હતી. બિહારની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
Nov 14, 2025 06:26 pm
ભાજપની ઉમેદવાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુરની જીત
બિહારમાં દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા સીટ પરથી ભાજપની ઉમેદવાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુરનો 11 હજાર મતોથી વિજય થયો છે.
Nov 14, 2025 06:16 pm
Nov 14, 2025 05:59 pm
બિહારના લોકોએ રાજ્યના વિકાસ માટે મતદાન કર્યુંઃ કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગૌરવ વલ્લભ
બિહાર ચૂંટણી પરિણામોમાં NDA આગળ હોવા અંગે ભાજપના ગૌરવ વલ્લભ કહે છે,આ જીત પીએમ મોદીની વિકાસની રાજનીતિ અને પ્રદર્શનની છે.આ નીતિશ કુમારના પ્રયાસો અને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોના સમર્પણની જીત છે.આ અમિત શાહના સૂક્ષ્મ સ્તરના સંચાલનની જીત છે.બિહારના લોકોએ વંશીય રાજકારણથી ઉપર ઉઠીને રાજ્યના વિકાસ અને વિકાસ માટે મતદાન કર્યું છે.
Nov 14, 2025 05:58 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
5. World News: અમેરિકામાં વધી રહ્યો છે પેપ્ટાઇડ્સ ઇન્જેક્ટ કરવાનો ટ્રેન્ડ, જાણો શું છે કારણ?
6. Gandhinagar News : બિહાર વિજયની ગુજરાતમાં ધમાકેદાર ઉજવણી, NDA ની બહુમતી પર ગાંધીનગરમાં જશ્ન...
7. Bihar Election Result 2025: Tej Pratap Yadavની હાર માટે આ મુખ્ય પાંચ કારણો છે જવાબદાર, વાંચો
Nov 14, 2025 05:28 pm
જંગલરાજના લોકોએ બિહારમાં પોતાનું સ્થાન જોઈ લીધું: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન
NDAના જંગી વિજય તરફ આગળ વધવા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યુ હતું કે, એક તરફ આપણે સંયુક્ત NDAની શક્તિ જોઈ, બીજી તરફ RJDના અહંકારની ચરમસીમા. જનાદેશ પણ સંપૂર્ણ રીતે જાહેર થયો નથી અને તેઓ કહી રહ્યા છે કે તેઓ 18 નવેમ્બરે શપથ લેશે.આ પરિણામ છે જ્યારે મહત્વાકાંક્ષા અહંકારનું સ્વરૂપ લે છે.જ્યારે કોઈ મારી તરફ આંગળી ચીંધી રહ્યું હતું. NDAની હાર માટે મને દોષી ઠેરવી રહ્યું હતું.ત્યારે RJD તેની ક્ષમતાને કારણે નહીં પરંતુ NDAના પતનને કારણે જીતી શક્યું હતું.જો તે સમયે NDA એક હોત તો RJD 25 બેઠકો પણ પાર કરી શક્યું ન હોત. જંગલ રાજ ના લોકોએ બિહારના લોકોમાં પોતાનું સ્થાન જોયું છે.
Nov 14, 2025 05:26 pm
29 રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ 13880 મતોથી આગળ, હવે માત્ર એક જ રાઉન્ડની ગણતરી બાકી
Nov 14, 2025 05:15 pm
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની જીત
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની તારાપુર વિધાનસભા બેઠક પર 45,349 મતોના માર્જિનથી જીત થઈ છે. મુંગેરમાં ત્રણેય બેઠકો પર NDAના ઉમેદવારોની જીત
Nov 14, 2025 05:11 pm
બિહારમાં NDAની ઐતિહાસિક જીત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિહારની જીતને લઈને કહ્યું હતું કે, આ NDAની ઐતિહાસિક જીત છે. વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવું છું. આ વિજય સુશાસનનો વિજય છે. ઓપરેશન સિંદૂર થકી આ સુરક્ષાની જીત છે.
Nov 14, 2025 05:03 pm
રાધોપુર બેઠક પર 27 રાઉન્ડની મત ગણતરી બાદ તેજસ્વી યાદવ 12407 મતોથી આગળ નીકળ્યા
Nov 14, 2025 05:01 pm
NDA સરકાર પર લોકોનો વિશ્વાસ અડગ છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બિહારમાં NDAની 200 કરતા વધુ બેઠકો પર લીડ છે. દેશમાં NDAની જીતનો ઉત્સાહ છે. ગુજરાતમાં પણ લોકોમાં એટલો જ ઉત્સાહ છે. બિહારનું પરિણામ રેકોર્ડ તોડી નાંખે એવું છે. NDA સરકાર પર લોકોનો વિશ્વાસ અડગ છે. હવે સરકાર બિહારનો જબરદસ્ત વિકાસ કરશે. આજે શિક્ષણનો દર 80 ટકાએ પહોંચ્યો છે.
Nov 14, 2025 04:51 pm
બિહારના લોકોએ વિકાસ મોડેલ પસંદ કર્યું- ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટીયા
બિહારમા જીત બાદ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ કહ્યું હતું કે, બિહારના લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 200થી વધુ બેઠકો સાથે NDAને જીત અપાવી છે. મોદીનો જાદુ ફરીવાર કામ કરી ગયો છે. રાહુલ ગાંધીએ 95 ચૂંટણીમાં હાર સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે માર્ગ પર આગળ વધી રહ્યાં છે. તેઓ SIR અને EVM પર દોષારોપણ કરતા રહ્યાં છે. તેમના નકારાત્મકતા ધરાવતા રાજકારણને જનતાએ નકારી કાઢ્યું છે. લોકોએ વિકાસ મોડેલ પસંદ કર્યું છે.
Nov 14, 2025 04:45 pm
દિલ્હી ભાજપ કાર્યાલય સામે લિટ્ટી ચોખાનો સ્ટોલ
બિહારમાં NDAની ભવ્ય જીત બાદ દિલ્હીમાં ભાજપ કાર્યાલય સામે બિહારના પરંપરાગત ભોજન લિટ્ટી ચોખાનો સ્ટોલ ખોલાયો છે. ભાજપના સમર્થકોને મફતમા લિટ્ટી ચોખા ખવડાવવામાં આવી રહ્યાં છે.
Nov 14, 2025 04:42 pm
રાધોપુર બેઠક પર મોટો ઉલટફેર
23મા રાઉન્ડની ગણતરી બાદ તેજસ્વી યાદવની લીડ 11481 મત સુધી પહોંચી
Nov 14, 2025 04:29 pm
રાહુલ ગાંધીની પાર્ટી બિહારમાં છેલ્લા સ્થાને પહોંચી ગઈ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
બિહારમાં NDAની જીત પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, હું બિહારના લોકોને અને ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોને ખાતરી આપું છું કે જે આશા અને વિશ્વાસ સાથે તમે NDA ને આ જનાદેશ આપ્યો છે, મોદીજીના નેતૃત્વમાં, NDA સરકાર તેને વધુ સમર્પણ સાથે નિભાવશે. બિહારના લોકોનો દરેક મત ભારતની સુરક્ષા અને સંસાધનો સાથે રમતા ઘૂસણખોરો અને તેમના સહાનુભૂતિ ધરાવતા લોકો સામે મોદી સરકારની નીતિમાં વિશ્વાસનું પ્રતીક છે.વોટ બેંક ખાતર ઘૂસણખોરોને રક્ષણ આપનારાઓને જનતાએ યોગ્ય જવાબ આપ્યો છે.બિહારના લોકોએ સમગ્ર દેશનો મૂડ વ્યક્ત કર્યો છે કે મતદાર યાદીનું શુદ્ધિકરણ ફરજિયાત છે અને તેની સામે રાજકારણ માટે કોઈ સ્થાન નથી.તેથી જ,રાહુલ ગાંધીના નેતૃત્વમાં,કોંગ્રેસ પાર્ટી આજે બિહારમાં છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે.
Nov 14, 2025 04:26 pm
બિહારમાં NDAની જીતની રાજકોટમાં ભવ્ય ઉજવણી
બિહારમાં NDAની ભવ્ય જીતની રાજકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયમાં જીતની ઉજવણી કરવામાં આવી છે. ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી છે. બિહારમાં ફરી NDAની સરકાર બનતાં કાર્યકરોમાં ખુશી જોવા મળી છે.
Nov 14, 2025 04:24 pm
બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું આજે બિહારના લોકોએ NDAને આશીર્વાદ આપ્યા
બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ કહ્યું હતું કે, આજે બિહારના લોકોએ NDAને આશીર્વાદ આપ્યા છે.બિહારમાં NDAનો આ ઐતિહાસિક વિજય પ્રધાનમંત્રી મોદીના કારણે છે.ગરીબ, યુવા, અન્નદાતા, નારીના વિકાસ માટે તમે કામ કરતા રહો અને લોકો તમને આશીર્વાદ આપશે.આવી ઘણી યોજનાઓ છે જેમાં,જાતિ કે ધર્મ જોયા વિના, NDA સરકારે બધા લાભાર્થીઓને લાભ પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે. આજે પરિણામે બિહારના લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે.
Nov 14, 2025 04:09 pm
રાધોપુર બેઠક પર મોટો ઉલટફેર
19મા રાઉન્ડની ગણતરી બાદ તેજસ્વી યાદવ 3523 મતથી આગળ નીકળ્યા છે
Nov 14, 2025 04:05 pm
સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદનો મોટો આક્ષેપ
બિહારમાં એનડીએની જંગી જીત પર સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદે કહ્યું હતું કે, ભાજપે ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયાનું વિતરણ કરીને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. SIRના નામે લાખો મત કાઢવામાં આવ્યા છે. જે મતદાનના અધિકારની વિરુદ્ધ છે.આ કારણોને કારણે આ પરિણામ આવ્યું.અમે સાથે બેસીને ભવિષ્યની રણનીતિ નક્કી કરીશું અને સમગ્ર પરિસ્થિતિનું વિશ્લેષણ કરીશું.
Nov 14, 2025 04:03 pm
ગાંધીનગર કમલમ ખાતે બિહારની જીતની ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને ઐતિહાસિક બહુમતી મળી છે. વિપક્ષના સૂપડા સાફ થઈ ગયા છે. ત્યારે આ જીતની ઉજવણી સમગ્ર દેશમાં ભાજપ દ્વારા થઈ રહી છે. ગુજરાતમા ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે NDAની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે. તમામ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે બિહારની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ ઉજવણીમાં જોડાયા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને 243માંથી 207 બેઠકો મળી છે. જેમાં ભાજપને 95 બેઠકો મળી છે. વિપક્ષને આ ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Nov 14, 2025 03:58 pm
કોંગ્રેસના પૂર્વ નેતા પ્રમોદ કૃષ્ણને કહ્યું, મોદીને ગાળો આપવી સરળ પણ મોદી બનવું મુશ્કેલ
બિહારના પરિણામો પર કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે, મોદીને ગાળો આપવી ખૂબ સરળ છે પણ મોદી બનવું ખૂબ મુશ્કેલ છે. મોદી બનવા માટે દેશની માટી પ્રત્યે સમર્પિત રહેવુ પડે છે. બિહારના લોકોએ આજે જે સંદેશ આપ્યો તે માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ગુંજતો રહેશે. જ્યાં સુધી તમે મોદીને કલંકિત કરવાનું કાવતરૂ કરતા રહેશો ત્યાં સુધી દેશના લોકો તમને અરીસો બતાવશે. ભારતના લોકો કંઈપણ સહન કરી શકે છે પણ મોદીની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના કાવતરાને હવે સહન નહીં કરી શકે.
Nov 14, 2025 03:45 pm
બિહાર ચૂંટણીના પરિણામને લઈ ભાજપના સાંસદ સંબિત પાત્રાનું નિવેદન
"હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો છું, કોંગ્રેસના કાર્યકરો પોતે રાહુલ ગાંધીને સલાહ આપી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધીને કહી રહ્યા છે કે, જ્યારે પણ તમે વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, ત્યારે કોંગ્રેસને નુકસાન થયું છે. કોંગ્રેસના કાર્યકરો પોતે જ આ કહી રહ્યા છે. 2019ની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને "ચોકીદાર ચોર હૈ" કહ્યા હતા. પરિણામ શું આવ્યું? કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થયો, અને ભારતીય જનતા પાર્ટી 300 બેઠકોને પાર કરી ગઈ, બિહારના લોકોએ કોંગ્રેસ પાર્ટી પાસેથી બદલો લીધો કે જો તમે વડા પ્રધાન માટે આવા શબ્દો વાપરો છો, જો તમે તેમની માતાને અપશબ્દો બોલો છો, તો તમને બક્ષવામાં આવશે નહીં..."
Nov 14, 2025 03:35 pm
બિહાર ચૂંટણીના પરિણામને લઈ રાષ્ટ્રીય લોક મોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહનું નિવેદન
હું તેજસ્વી યાદવને કહેવા માંગુ છું કે જો તેઓ આગામી 10 કે 20 વર્ષમાં સત્તામાં આવવા માંગતા હોય, તો તેમણે પોતાની પેટર્ન બદલવી પડશે. તેમણે અને તેમના લોકોનું વર્તન બદલવું પડશે... SIR બિલકુલ મુદ્દો નહોતો. તેમને જમીની વાસ્તવિકતાથી વાકેફ હોવા જોઈએ. બિહારના લોકોએ તેમને નકારી કાઢ્યા છે, અને તેમણે બિહારમાં એવો ચહેરો બનાવ્યો છે કે તેમને બિહારના લોકો દ્વારા નકારવામાં આવશે. જનતાને નફરત હોય તેવા નિવેદનો આપીને, વિપક્ષ, RJD, જનતાને છેતરવા માંગે છે. તેઓ બિહારના લોકોને તે રીતે છેતરી શકતા નથી. એક તરફ, અમારી સરકાર ખૂબ સારા કામ કરી રહી છે, અને બીજી તરફ, આ લોકો પાયાવિહોણા નિવેદનો આપીને અને જનતાની લાગણી ભડકાવીને સત્તામાં આવવા માંગે છે. આ શક્ય નથી."
Nov 14, 2025 03:23 pm
બિહાર ચૂંટણી પરિણામો પર, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
"દેશના સૌથી લોકપ્રિય નેતા, વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ, NDA બિહારમાં તેની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. દેશભરના દરેક રાજ્યમાં તેમણે હાથ ધરેલા વિકાસ કાર્યોને કારણે આજે વડા પ્રધાન મોદી પર જનતાનો વિશ્વાસ સ્પષ્ટ દેખાય છે... આ સમર્થન દર્શાવે છે કે તેઓ માત્ર સૌથી લોકપ્રિય નેતા જ નથી, પરંતુ દેશનો દરેક વર્ગ અને દરેક વ્યક્તિ તેમના પર આદર અને વિશ્વાસ કરે છે..."
Nov 14, 2025 03:21 pm
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ કહે છે, "બિહારના લોકોને અભિનંદન.
જે રીતે તેઓ જાતિ અને સમુદાયની સીમાઓથી ઉપર ઉઠીને મતદાન કરવા આવ્યા છે, તે આશા અને વિશ્વાસનો મત છે... જનતાએ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલ કાર્ય જોયું છે. તેઓ લાલુ પ્રસાદના જંગલ રાજને પણ યાદ કરે છે અને જોયું છે... મને ગર્વ છે કે આપણું બિહાર વિકાસના માર્ગ પર ચાલવા માટે ઉભું થયું છે."
Nov 14, 2025 03:14 pm
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ
"મેં પહેલા કહ્યું હતું કે બિહારના લોકોએ NDAને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં ડબલ એન્જિન સરકારે કરેલા કામથી લોકોનો વિશ્વાસ વધ્યો છે... અત્યાર સુધીના પરિણામોથી એવું લાગે છે કે NDA બેવડા વલણો સાથે સરકાર બનાવી રહ્યું છે..."તેઓ એમ પણ કહે છે, "નામાંકન દરમિયાન, વિપક્ષી પક્ષો વચ્ચે સંઘર્ષ થતો હોય તેવું લાગતું હતું, પરંતુ અમે શરૂઆતથી જ એકતામાં રહ્યા. જો તેઓ એકબીજા સાથે લડતા રહે તો તેઓ વિકાસ માટે ક્યારે કામ કરતા?..."
Nov 14, 2025 03:11 pm
સારણ જિલ્લામાં આ ઉમેદવારો જીતની રેસમાં આગળ
છપરા - ભાજપની છોટી કુમારી આગળ
માંઝી - જેડીયુના રણધીર સિંહ આગળ
એકમા - જેડીયુના મનોરંજન સિંહ આગળ
બનિયાપુર - ભાજપના કેદાર સિંહ આગળ
તરૈયા - ભાજપના જનકસિંહ આગળ
અમનૂર - કૃષ્ણ કુમાર સિંહ મન્ટુ અગ્રણી
મધૌરા - આરજેડીના જિતેન્દ્ર રાય આગળ
પારસા - આરજેડીની કરિશ્મા રાય આગળ
ગરખા - આરજેડીના સુરેન્દ્ર રામ આગળ
સોનપુર - બીજેપીના વિનય સિંહ આગળ
Nov 14, 2025 02:58 pm
તેજસ્વી યાદવને હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ
બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોતા તેજસ્વી યાદવને હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ બનશે. તાજેતરના વલણો દર્શાવે છે કે આરજેડી ફક્ત 25 થી 26 બેઠકો પર આગળ છે, જ્યારે બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા 24 ધારાસભ્યોની જરૂર છે.
Nov 14, 2025 02:58 pm
શું વિપક્ષના નેતા પણ બની શકશે તેજસ્વી યાદવ..? 16માં રાઉન્ડના અંતે આટલા હજાર મતથી પણ પાછળ, સૌથી મોટો ઉલટફેર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણી રાષ્ટ્રીય જનતા દળ માટે એક દુઃસ્વપ્ન બનવાની તૈયારીમાં છે. આ ચૂંટણી આરજેડીના સૌથી ખરાબ પ્રદર્શનમાંની એક બનવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય જનતા દળ આ ચૂંટણીમાં નિષ્ફળ ગયું છે અને તેજસ્વી યાદવને પણ પોતાની બેઠક જાળવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ તેજસ્વી યાદવ 16માં રાઉન્ડના અંતે 9912 મતથી પાછળ ચાલી રહ્યા છે.
Nov 14, 2025 02:57 pm
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, ભાજપના નેતા ડૉ. ગુરુ પ્રકાશ પાસવાન
"આ ઐતિહાસિક, અભૂતપૂર્વ અને એક પ્રકારનું સમર્થન છે, બિહારના આશીર્વાદ પીએમ મોદી સાથે છે. 2024 ની લોકસભા ચૂંટણી પછી, લોકોએ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, પરંતુ આ બિહાર હવે દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર સાથે ભાજપ અને પીએમ મોદીને આટલા મોટા પ્રમાણમાં આશીર્વાદ આપવામાં જોડાય છે... તેઓ બિહારના વિકાસ વિશે ખૂબ જ સ્પષ્ટ છે અને રાજ્ય વતી, હું કહી શકું છું કે પીએમ મોદીનો વિકાસ ભારતનો સંકલ્પ ત્યારે પૂર્ણ થશે જ્યારે આપણે વિકાસ બિહાર બનાવીશું અને તેનો પહેલો શિલાન્યાસ હવે તૈયાર છે. અમે અભૂતપૂર્વ જનાદેશ તરફ આગળ વધી રહ્યા છીએ..."
Nov 14, 2025 02:56 pm
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું, "હું પીએમ મોદી, વરિષ્ઠ નેતૃત્વ અને નીતિશ કુમારને અભિનંદન આપું છું.
અમે, NDAએ, બિહારમાં ક્લીન સ્વીપ જીત મેળવી છે, અને તેનો સંપૂર્ણ શ્રેય PM મોદી અને NDA સરકારને જાય છે... હું બિહારના લોકોનો આભાર માનું છું કે તેમણે જાતિ અને ધર્મના આધારે નહીં પણ પહેલીવાર વિકાસ માટે મતદાન કર્યું..."
Nov 14, 2025 02:53 pm
મોકામાથી અનંત જીત્યા
જેડીયુ ઉમેદવાર અનંત સિંહ મોકામાથી લગભગ 29,000 મતોના માર્જિનથી જીત્યા છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અનંત સિંહ જન સૂરજ પાર્ટીના સમર્થક દુલાર ચંદ યાદવની હત્યાના આરોપમાં જેલમાં છે.
Nov 14, 2025 02:52 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
01 - Ahmedabad: 5G ટાવરના બેઝ બેન્ડ યુનિટની ચોરીનો પર્દાફાશ, જમ્મુના રીક્ષાચાલક સહિત બે ઝડપાયા
04 - J&K bypoll results: BJPમાં ખુશીની લહેર.. આ બેઠક પર મારી બાજી
05 - Jasprit Bumrahએ રચ્યો નવો ઈતિહાસ, છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર નંબર 1 બોલર બન્યો
07 - Bihar Election Result 2025:બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત પાછળ છે આ 6 મજબૂત પિલર
Nov 14, 2025 02:32 pm
નીતિશ કુમારની મહિલા-કેન્દ્રિત નીતિઓને કારણે ઐતિહાસિક જીત મળી.
બિહારમાં નીતિશ કુમારનું રાજકીય વર્ચસ્વ મહિલા-કેન્દ્રિત કલ્યાણ નીતિઓ પરના તેમના વ્યૂહાત્મક ધ્યાનને કારણે છે, જેણે 2025 ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ (યુનાઇટેડ) અને એનડીએની જંગી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. મતદાનના દિવસે, મહિલા મતદારોની લાંબી કતારો મતદાન કરવા માટે ઉત્સુકતાથી રાહ જોતી જોવા મળી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, બિહારમાં મહિલા મતદાન 71.78 ટકાના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, આ અભૂતપૂર્વ ભાગીદારીએ નીતિશ કુમારની સરકારની તરફેણમાં મતદારોનો પક્ષ લીધો, જે રાજ્યભરમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી લગભગ બે દાયકાથી ચાલી આવતી લક્ષ્ય યોજનાઓ પ્રત્યે મતદારોના પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે. બીજી બાજુ, મહાગઠબંધન મહિલા મતદારોને એટલી હદે આકર્ષવામાં નિષ્ફળ ગયું કે. તેજસ્વી યાદવની 'માઈ બહેન માન' યોજના નીતિશ કુમાર સરકારની પહેલાથી ચાલી રહેલી યોજનાઓની તુલનામાં ખૂબ જ દૂરના વચન જેવી લાગતી હતી.
Nov 14, 2025 02:27 pm
અખિલેશ યાદવે જે ભૂલ કરી તેનું પુરાવર્તન કર્યું તેજસ્વી યાદવે, કોંગ્રેસ આરજેડીને પણ લઇને ડૂબી
જેમ ઈંટ બાંધીને તરવું મુશ્કેલ છે, તેમ કોઈપણ પક્ષ માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી પણ એટલી જ મુશ્કેલ છે. 2017માં યુપીમાં અખિલેશ યાદવની કારમી હારથી આ વાત સાબિત થઈ ગઈ હતી, અને હવે બિહારમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કોંગ્રેસે આરજેડી સામે લડીને 62 બેઠકો મેળવી હતી હતી, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે તે ફક્ત 6 બેઠકો પર આગળ હતી. પરિણામે, તેનો સ્ટ્રાઈક રેટ 10% કરતા ઓછો છે. 2017ની યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 100 બેઠકો લડી હતી અને ફક્ત 7 બેઠકો જીતી હતી
Nov 14, 2025 02:08 pm
જનતા દળ (યુનાઇટેડ) ના સમર્થકોએ પટનામાં પાર્ટી ઓફિસની બહાર ઉજવણી કરી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનને પ્રચંડ વિજય મળ્યા બાદ જનતા દળ (યુનાઇટેડ) ના સમર્થકોએ પટનામાં પાર્ટી ઓફિસની બહાર ઉજવણી કરી. JDU ના કાર્યકરોએ એકબીજાને મીઠાઈઓ વહેંચી અને આ ક્ષણની ઉજવણી કરી. પાર્ટીના નેતા છોટુ સિંહે મુખ્યમંત્રી નીતિશ કુમારને અભિનંદન આપતા કહ્યું કે તેઓ પાર્ટી ઓફિસમાં હોળી અને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
Nov 14, 2025 01:57 pm
તેજસ્વી ફરી પાછળ
RJD નેતા તેજસ્વી યાદવ ફરી એકવાર પાછળ રહી ગયા છે. રાઘોપુરમાં ભાજપના સતીશ કુમાર આગળ છે. ગણતરીના 10 રાઉન્ડ પછી, સતીશ કુમાર પાસે 40,000 મત છે, જ્યારે તેજસ્વી પાસે 36,000 મત છે. ભાજપ 3,200 થી વધુ મતોથી આગળ છે.
Nov 14, 2025 01:53 pm
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, "મીઠી, મીઠી, કડવી, કડવી, થુ, થુ,"
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જ્યારે કોંગ્રેસ રાજ્યની ચૂંટણીઓ જીતે છે, ત્યારે બધું વાજબી હોય છે, પરંતુ જ્યારે તેઓ હારે છે, ત્યારે તેઓ મત ચોરી અને અન્ય મુદ્દાઓ પર દોષારોપણ કરે છે. મીઠી, મીઠી, કડવી, કડવી, થુ, થુ.
Nov 14, 2025 01:49 pm
Bihar Result: JDUએ પોસ્ટ ડિલીટ કરી
JDUએ મુખ્યમંત્રી પદ સંબંધિત પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.
Nov 14, 2025 01:46 pm
JDU કાર્યાલયની બહાર ઉજવણીનો માહોલ છે, લાડુ વહેંચવામાં આવી રહ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (RJD) ના પ્રચંડ વિજય બાદ, જનતા દળ (યુનાઇટેડ) ના સમર્થકોએ પટણામાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરી. JDU કાર્યકર્તાઓએ મીઠાઈઓ વહેંચી અને આ ક્ષણનો આનંદ માણ્યો. પાર્ટી નેતા છોટુ સિંહે મુખ્યમંત્રી નીતિશ કુમારને અભિનંદન આપતા કહ્યું કે તેઓ પાર્ટી કાર્યાલયમાં ઉજવણી કરી રહ્યા છે.
Nov 14, 2025 01:41 pm
બિહારના મંત્રીઓનો રિપોર્ટ કાર્ડ વલણમાં, 29 માંથી 28 મંત્રી આગળ
બિહારના કુલ 36 મંત્રીઓમાંથી, 29 મંત્રીઓ (ભાજપના 16 અને જેડીયુના 13) ના ભાવિનો આજે નિર્ણય થવાનો છે. બપોરે 1:25 વાગ્યા સુધીના ચૂંટણી પંચના વલણો અનુસાર, મોટાભાગના મંત્રીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગે છે.
Nov 14, 2025 01:38 pm
બિહાર ચૂંટણીના વલણમાં સૌથી મોટી પાર્ટી બની NDA, ડબલ સેન્ચ્યુરી મારી
આ વખતે NDA એ બેવડી સદી પાર કરી... બિહારમાં RJD અડધું, VIPનો સફાયો, કોંગ્રેસને 'પંજો' ના મળ્યો
Nov 14, 2025 01:28 pm
કોંગ્રેસ પાંચ બેઠકો પણ જીતી શકી નથી
બિહાર ચૂંટણીમાં કોંગ્રેસ એક વિનાશક પરિસ્થિતિનો સામનો કરી રહી છે. પાર્ટી પાંચ બેઠકો પણ જીતી શકી નથી. તે ફક્ત ચાર બેઠકો પર આગળ છે. દરમિયાન, ઓવૈસીની AIMIM પાંચ બેઠકો પર આગળ છે. એકંદરે, ભાજપ 88 બેઠકો પર, JDU 79 બેઠકો પર, RJD 31 બેઠકો પર, LJP 21 બેઠકો પર, HAM 1 બેઠકો પર અને BSP 1 બેઠકો પર આગળ છે.
Nov 14, 2025 01:27 pm
નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે
બિહાર ચૂંટણીમાં JDU એ શાનદાર પ્રદર્શન કર્યું છે. પાર્ટી 82 બેઠકો પર આગળ છે. પરિણામોથી ખુશ JDU એ સ્પષ્ટ કર્યું છે કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે. પાર્ટીએ લખ્યું, " નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે."
Nov 14, 2025 01:12 pm
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિને એક નવી દિશા મળી છે. દેશના દરેક ખૂણામાં "મોદી-મોદી" ના નારા સાથે, દરેકને વડા પ્રધાન મોદીમાં વિશ્વાસ છે. ભાજપ-એનડીએ બિહારમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. આ પરિણામોએ દેશની રાજનીતિને વિકાસ પર કેન્દ્રિત એક નવી દિશા આપી છે. આ જાહેર સમર્થન પીએમ મોદીના નેતૃત્વ અને તેમની વિકાસલક્ષી નીતિઓનું પરિણામ છે.
Nov 14, 2025 01:10 pm
પીએમ મોદી સાંજે ભાજપ મુખ્યાલય જશે
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની શાનદાર જીતની ઉજવણી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચશે.
Nov 14, 2025 01:07 pm
મોદીના હનુમાને ચૂંટણીમાં કર્યો ચમત્કાર
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં, LJP (R) ના વડા NDA સાથે બેઠકોની ફાળવણી અંગે ભારે વાટાઘાટો કરી રહ્યા હતા. ભાજપે પણ તેમને મનાવવા માટે તમામ પ્રયાસો કર્યા. ભાજપના બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને વ્યક્તિગત રીતે ચિરાગ પાસવાનની મુલાકાત લીધી. આજના ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ચિરાગ પાસવાન આ ચૂંટણી માટે કેમ મહત્વપૂર્ણ હતા. તેમણે જે 29 બેઠકો પર ચૂંટણી લડી હતી તેમાંથી, ચિરાગ પાસવાનની પાર્ટી 21 બેઠકો પર આગળ છે. આનો અર્થ એ છે કે આ ચૂંટણીમાં ચિરાગનો સ્ટ્રાઇક રેટ નોંધપાત્ર છે. બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાન ખરેખર વિજેતા તરીકે ઉભરી આવ્યા છે.
Nov 14, 2025 12:55 pm
પૂર્ણિયામાં NDA 7 માંથી 5 બેઠકો પર આગળ
મતગણતરી બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પટનામાં રાબરીના નિવાસસ્થાનની બહાર સન્નાટો, અશોક ચૌધરીએ કહ્યું- જંગલરાજ 2.0ને રોકવા માટે જનતાએ મતદાન કર્યું.
Nov 14, 2025 12:50 pm
બિહાર ચૂંટણી પરિણમામમાં આટલા ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે
દાનાપુરમાં ભાજપના રામકૃપાલ યાદવ આગળ છે
ઠાકુરગંજમાં જેડીયુના ગોપાલ અગ્રવાલ આગળ છે
દરભંગા શહેરમાં ભાજપના સંજય સરાવગી આગળ છે
નાલંદામાં જેડીયુના શ્રવણ કુમાર આગળ
લખીસરાયમાં વિજય સિંહા આગળ
તારાપુરમાં સમ્રાટ ચૌધરી આગળ
Nov 14, 2025 12:35 pm
રાઘોપુરમાં તેજસ્વીએ ફરી એકવાર પલટો કર્યો
તેજસ્વીએ લીડ મેળવી છે. ભાજપના ઉમેદવાર સતીશ કુમાર પર લીડ મેળવી છે. તેજસ્વી 200થી વધુ મતોથી આગળ છે.
Nov 14, 2025 12:29 pm
જમ્મુ અને કાશ્મીરમાં નાગરોટા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના દેવયાની રાણાનો વિજય
Nov 14, 2025 12:22 pm
તેજસ્વી યાદવના વોટનું અંતર ઘટયું
રાઘોપુરમાં તેજશ્વી વાપસી કરી રહ્યા હોય તેવું લાગે છે. તેઓ 3000 મતોથી પાછળ હતા, પરંતુ હવે તેઓ 106 મતોથી જ પાછળ છે, ભાજપના સતીશ કુમાર આગળ છે.
Nov 14, 2025 12:00 pm
બિહાર ચૂંટણીમાં NDA બહુમતીનો આંકડો પાર કરી રહ્યું છે
ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લા કહે છે, "... બિહારના લોકોએ NDAને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. આ PM મોદીના નેતૃત્વનો વિજય છે, કારણ કે મતદારોએ સ્થિરતાને બદલે વિકાસને પસંદ કર્યો છે. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીને બિહારના લોકો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે. ખાસ કરીને મહિલાઓએ PM મોદીની નીતિઓ અને પ્રગતિ માટેના વિઝનમાં વિશ્વાસ મૂક્યો છે..."
Nov 14, 2025 11:47 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Tej Pratap Yadav: મહુઆ બેઠક પર તેજ પ્રતાપ પાછળ, LJPના ઉમેદવાર સતત આગળ
05 - Bollywoodનું આ સુપરહિટ કપલ વચ્ચે છે 11 વર્ષનો ઉંમરનો તફાવત, બંનેની કુલ સંપત્તિ છે 895 કરોડ!
10 - Surat: અલથાણ દારૂ પાર્ટી કેસમાં નવો વળાંક; સમીર શાહ સામે 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ'નો કેસ થશે
Nov 14, 2025 11:42 am
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સમર્થકો પટનામાં JDU કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે
JDU નેતા છોટુ સિંહ કહે છે, "અમે નીતિશ કુમારને અભિનંદન આપીએ છીએ. બિહારના લોકોએ નીતિશ કુમારને વિજયી બનાવ્યા છે. અમે અહીં હોળી, દિવાળી ઉજવીશું...NDA બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યું છે અને 185 બેઠકો પર આગળ છે JDU 76, BJP 83, LJP(RV) 22, HAMS 4, મત ગણતરી ચાલુ છે.
Nov 14, 2025 11:29 am
બિહાર ઈલેકશન પરિણામને લઈ ચૂંટણી પંચના સત્તાવાર આંકડા
ભાજપ 83 પર આગળ
જેડીયુ 76 બેઠક પર આગળ છે
આરજેડી 34 બેઠકો પર આગળ છે
એલજેપી 22 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ 7 બેઠકો પર આગળ છે
સીપીઆઇએમએલ 6 બેઠકો
હમ 4 બેઠકો પર આગળ
એઆઇએમએમ 3 બેઠકો પર આગળ
રાષ્ટ્રીય લોક મારચો 3 બેઠક પર આગળ
Nov 14, 2025 11:24 am
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, નીતિશ કુમાર આગામી મુખ્યમંત્રી હશે
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની મત ગણતરી અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, એક તરફ લાલુ યાદવ, રાહુલ ગાંધી, તેજસ્વીનું નેતૃત્વ છે જે જેલ, જામીન, ભ્રષ્ટાચાર, જંગલ રાજ, લૂંટના પ્રતીક છે અને બિહારના લોકોએ શાંતિ અને સુલેહ-શાંતિ માટે મતદાન કર્યું છે અને બીજી તરફ પીએમ મોદી અને નીતિશ કુમારનું નેતૃત્વ છે. યુવાનોએ તેમનું કામ જોયું નથી પણ વડીલોએ તેમનું કામ જોયું છે અને આ જીત તેમની છે.
Nov 14, 2025 11:21 am
રાઘોપુરમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ મતોમાં પાછળ રહ્યાં
નેતા તેજસ્વી યાદવ ભાજપના ઉમેદવાર સતીશ કુમારથી 1200 મત પાછળ રહ્યાં.
Nov 14, 2025 10:45 am
બિહારના આ દિગ્ગજો ચૂંટણી પરિણામમાં મતોમાં આગળ ચાલી રહ્યાં છે
જેડીયુના અનંત સિંહ મોકામામાં આગળ છે
તારાપુરમાં સમ્રાટ ચૌધરી આગળ
લખીસરાયમાં વિજય સિંહા આગળ
સિવાનમાં મંગલ પાંડે આગળ
બાંકીપુરમાં નીતિન નવીન આગળ
દરભંગામાં સંજય સરોગી આગળ
જલે ભાજપના જીવેશ મિશ્રા આગળ
સાહિબગંજમાં ભાજપના રાજકુમાર સિંહ આગળ છે
Nov 14, 2025 10:29 am
સીપીઆઇએમએલ 5 બેઠક પર આગળ
ચૂંટણી પંચની વેબસાઇટમાં અત્યારે જે આંકડા જોવા મળી રહ્યા છે તે મુજબ આરજેડી 43 બેઠકો પર આગળ ચાલી રહી છે તો એલજેપી 17 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 9 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે હમ 4 બેઠકો પર આગળ છે, ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઇએમએલ 5 બેઠક પર આગળ છે અને રાષ્ટ્રીય લોક મોર્ચો 1 બેઠક પર તથા એઆઇએમઆઇએમ પણ 3 બેઠક પર આગળ છે તથા સીપીઆઇ એમ 1 બેઠક તથા બીએસપી 1 બેઠક પર આગળ છે. અપક્ષ 1 બેઠક પર આગળ છે.
Nov 14, 2025 10:28 am
બિહારમાં આ સીટ પરથી આ ઉમેદવારો હાલની સ્થિતિએ આગળ ચાલી રહ્યાં છે
વિભૂતિપુર - જેડીયુની રૂબીના કુશવાહા આગળ
દાનાપુરમાં આરજેડીના રીત લાલ આગળ
જેડીયુના દામોદર રાવત ઝાઝા વિધાનસભા ક્ષેત્રમાં આગળ છે
અલીનગરમાં ભાજપની મૈથિલી ઠાકુર આગળ છે
મોહિઉદ્દીન નગરમાં ભાજપના રાજેશ કુમાર આગળ છે
મતિહાનીમાં આરજેડીના બોગો સિંહ આગળ
Nov 14, 2025 10:05 am
બિહારમાં કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે
ચૂંટણી પંચના મતે, ભાજપ 44 બેઠકો પર, જેડીયુ 43 બેઠકો પર, આરજેડી 24 બેઠકો પર, એલજેપી 12 બેઠકો પર અને કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે. બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, બિહારના મુખ્યમંત્રીનો નિર્ણય બંધારણીય પ્રક્રિયાઓ દ્વારા લેવામાં આવશે.
Nov 14, 2025 09:50 am
NDA હાલમાં 156 બેઠકો પર આગળ
NDA હાલમાં 156 બેઠકો પર આગળ છે, જ્યારે વિપક્ષી મહાગઠબંધન 82 બેઠકો પર ઘણું પાછળ છે. NDAમાં, BJP ૭3 બેઠકો સાથે આગળ છે, ત્યારબાદ જનતા દળ યુનાઇટેડ 69 બેઠકો સાથે, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 10 બેઠકો સાથે અને HAM (S) એક બેઠકો સાથે આગળ છે.
Nov 14, 2025 09:39 am
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ હાલ ભાજપ 28 બેઠકો પર આગળ
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ હાલ ભાજપ 28 બેઠકો પર આગળ છે જ્યારે જેડીયુ 20 બેઠકો પર આગળ છે. આરજેડી 17 બેઠકો પર આગળ છે અને એલજેપી 7 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ છે
Nov 14, 2025 09:34 am
વલણોમાં એનડીએ 157 પર પહોંચ્યું
મતગણતરીમાં હાલ એનડીએ 157 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે મહાગઠબંધન 75 બેઠકો પર આગળ છે. ભાજપ 82, જેડીયુ 66 અને આરજેડી 59 બેઠકો પર આગળ છે
Nov 14, 2025 09:22 am
મહુઆ સીટ પર ઉલટફેર
મહુઆમાં તેજપ્રતાપ યાદવ ફરી પાછળ થઇ ગયા છે જ્યારે એલજેપીના ઉમેદવાર સંજય કુમાર સિંહ આગળ છે
Nov 14, 2025 09:20 am
એનડીએ 135 બેઠકો સાથે આગળ
અત્યારના વલણોમાં એનડીએ 135 બેઠકો સાથે આગળ ચાલી રહ્યું છે જ્યારે મહાગઠબંધન 70 બેઠકો પર આગળ છે. ભાજપ ભાજપ 68 તથા જેડીયુ 58 બેઠકો પર આગળ છે જ્યારે આરજેડી 56 બેઠકો પર આગળ છે
Nov 14, 2025 09:11 am
પૂર્ણિયામાં મંત્રી લેસી સિંહ આગળ
પૂર્ણિયા મતવિસ્તાર માટેના શરૂઆતના વલણોમાં મંત્રી લેસી સિંહ ધમદહા વિધાનસભા મતવિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. આરજેડીના અબ્દુસ હાજી સુભાન બૈસી વિધાનસભા મતવિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે, જેડીયુના કલાધર મંડલ રૂપૌલી વિધાનસભા મતવિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે.
Nov 14, 2025 09:03 am
બિહાર ચૂંટણી મતગણતરીમાં NDA આગળ
NDA--87 પર આગળ
મહાગઠબંધન--61 બેઠક આગળ
ભાજપ-50 બેઠકો પર આગળ
જેડીયુ--34 બેઠકો પર આગળ
આરજેડી-- 48 બેઠકો પર આગળ
કોંગ્રેસ-- 7 બેઠકો પર આગળ
એલજેપી-- 1 બેઠક પર આગળ
(સવારે 8.58 વાગ્યા સુધી )
Nov 14, 2025 08:56 am
શરૂઆતના વલણોમાં NDA 100 બેઠકોથી આગળ
વલણોમાં NDAએ 100 નો આંકડો પાર કરી દીધો છે. તે 110 બેઠકો પર આગળ છે. દરમિયાન, મહાગઠબંધન 77 બેઠકો પર આગળ છે. RJD 62 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ રહ્યો છે. ભાજપ 58 બેઠકો પર આગળ છે.
Nov 14, 2025 08:48 am
બિહાર ચૂંટણી મતગણતરીમાં NDA આગળ
NDA 79 બેઠકો પર આગળ
મહાગઠબંધન 57 બેઠકો પર આગળ
હાલ તેજ પ્રતાપ યાદવ પાછળ તો તેજસ્વી યાદવ આગળ
અલીનગરથી મૈથીલી ઠાકુર આગળ
મોકામાથી અનંતસિંહ આગળ
( સવારે 8. 42 સુધી )
Nov 14, 2025 08:41 am
એનડીએ અને મહાગઠબંધન વચ્ચેનું અંતર વધ્યું
એનડીએ અને મહાગઠબંધન વચ્ચેનું અંતર વધ્યું છે. એનડીએ 70 બેઠકો પર અને મહાગઠબંધન 43 બેઠકો પર આગળ છે. જોકે, ભાજપ અને આરજેડી વચ્ચે બરાબરી છે, તેઓ 35-35 બેઠકો પર આગળ છે.
Nov 14, 2025 08:33 am
પોસ્ટલ બેલેટની શરુઆતની ગણતરીમાં જનસુરાજ પાર્ટી 4 બેઠક પર આગળ નીકળી
મહાગઠબંધન 43 બેઠકો પર આગળ છે, પ્રશાંત કિશોરની પાર્ટી 3 બેઠક પર આગળ છે, નાલંદાથી જેડીયુના શ્રવણ કુમાર આગળ, બિહારમાં પ્રાથમિક વલણમાં એનડીએ આગળ.
Nov 14, 2025 08:31 am
85 બેઠકો માટેના વલણો જાહેર થયા છે
85બેઠકો માટેના વલણો જાહેર થયા છે. ભાજપ અને આરજેડી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ભાજપ 24 બેઠકો પર આગળ છે, જ્યારે આરજેડી 25 બેઠકો પર આગળ છે. જેડીયુ 24 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 3 બેઠકો પર આગળ છે. એનડીએ 53 બેઠકો પર આગળ છે.
Nov 14, 2025 08:27 am
NDA 30થી વધુ બેઠકો પર આગળ
NDAએ મજબૂત શરૂઆત કરી છે. તે 30થી વધુ બેઠકો પર આગળ છે. મહાગઠબંધન 15 બેઠકો પર આગળ છે. પક્ષની દ્રષ્ટિએ, BJP 12 બેઠકો પર, JDU 8 બેઠકો પર, LJP 1 બેઠકો પર, HAM 1 બેઠકો પર, RJD 10 બેઠકો પર, કોંગ્રેસ 2 બેઠકો પર અને VIP 1 બેઠકો પર આગળ છે.
Nov 14, 2025 08:25 am
બિહાર ચૂંટણી મતગણતરીમાં NDA આગળ
એનડીએ 31 બેઠકો પર આગળ
મહાગઠબંધન 17 બેઠકો પર આગળ
( સવારે 8.25 સુધી )
Nov 14, 2025 08:24 am
બિહારમાં NDA 2 બેઠકો પર આગળ
NDA 2 બેઠકો પર આગળ છે. આ દરમિયાન, મહાગઠબંધન 1 બેઠક પર આગળ છે. મત ગણતરી ચાલી રહી છે, તેજસ્વી યાદવે કહ્યું છે કે, બિહારમાં પરિવર્તન આવી રહ્યું છે.
Nov 14, 2025 08:23 am
બિહાર વિધાનસભાના પરિણામમાં હાલમાં આ લોકો મતથી આગળ ચાલી રહ્યાં છે
રાઘોપુરમાં તેજસ્વી યાદવ આગળ છે
તારાપુરમાં સામત ચૌધરી આગળ છે
મોકામામાં અનંત સિંહ આગળ છે
અલીપુરમાં મૈથિલી આગળ છે
બાંકીપુરમાં ભાજપના નીતિન નવીન આગળ ચાલી રહ્યા છે
Nov 14, 2025 08:18 am
બિહાર ઈલેકશન જીતને લઈ ભાજપે સૂચનાઓ જારી કરી
દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટોને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીએ ટોચના નેતૃત્વએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને કડક સૂચનાઓ જારી કરી છે. પક્ષે બિહાર ચૂંટણી વિજયની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની હંગામો કે દેખાડો ટાળવા હાકલ કરી છે. ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ ફટાકડા, ફટાકડા કે અન્ય મોટા ઉજવણીનું આયોજન ન કરવું જોઈએ. ખાસ કરીને, જો કાર્યકરો કે નેતાઓ તેમના વિજય પ્રમાણપત્રો સાથે પરત ફરી રહ્યા હોય, તો તેમણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ અને કાર્યક્રમને સાવધાનીપૂર્વક રાખવો જોઈએ.
Nov 14, 2025 08:18 am
વિજયની ઉજવણી પર છવાયો દિલ્હી વિસ્ફોટનો પડછાયો, ભાજપે વિજેતા ઉમેદવારોને તેમની લાગણીઓ પર કાબૂ રાખવા જણાવ્યું
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. બે તબક્કાના મતદાન પછી, આજે મતગણતરીનો દિવસ છે. દરેક ઉમેદવારને વિજયની આશા છે, અને પરિણામોની રાહ જોવાઈ રહી છે. જોકે, દિલ્હી વિસ્ફોટનો પડછાયો આ પરિણામ પર પણ પડ્યો છે. તેથી ઉજવણીનો માહોલ શાંત થઈ શકે છે. ભાજપે તેના કાર્યકરોને વિજય પછી સંયમ રાખવા, ફટાકડા ફોડવાથી દૂર રહેવા અને પ્રમાણપત્રો સાથે પરત ફરતી વખતે સંવેદનશીલતા જાળવવા સૂચના આપી છે.
Nov 14, 2025 08:10 am
પપ્પુ યાદવે ભાજપ પર કર્યા પ્રહાર
બિહારમાં મત ગણતરી પહેલા પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે કહ્યું હતું કે, જૂઠું બોલ્યા અને ચોરી કર્યા વિના ભાજપ કોઈપણ ચૂંટણી જીતી શકતી નથી. ભાજપે નીતિશ કુમાર સરકારને બદલે ભાજપ સરકાર બનાવવાનો પણ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. મહિલાઓ અને યુવાનોએ ભારત જોડાણને મત આપ્યો, પરંતુ તમે (ભાજપ) કયા આધારે કહી રહ્યા છો કે તેમની સરકાર બનશે? યુવાનો પરિવર્તન ઇચ્છે છે.
Nov 14, 2025 08:07 am
બિહાર વિધાનસભાની 243 બેઠકો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે.
સૌથી પહેલાં પોસ્ટલ બેલટની ગણતરી થઈ રહી છે. 8:30 વાગ્યા સુધીમાં તેને પૂરું કરી લેવામાં આવશે.
Nov 14, 2025 07:58 am
વિવિધ રાજ્યોમાં ફેલાયેલા વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્કની કડીઓની તપાસ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હુમલાની તપાસ કરી રહી છે અને વિવિધ રાજ્યોમાં ફેલાયેલા વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્કની કડીઓ શોધી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં એક મહિલા સહિત ત્રણ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ચોથા ડોક્ટર, ડૉ. ઉમર નબી, ગભરાઈ ગયા અને કાર બોમ્બનો ઉપયોગ કરીને હુમલો કર્યો, જેમાં 13 લોકો માર્યા ગયા.
Nov 14, 2025 07:58 am
પોલીસે કેન્દ્રશાસિત પ્રદેશમાં 500 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા
જમ્મુ અને કાશ્મીર પોલીસે આંતરરાજ્ય કટ્ટરપંથી નેટવર્ક્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. છેલ્લા બે અઠવાડિયામાં, પોલીસે કેન્દ્રશાસિત પ્રદેશમાં 500 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. બડગામ, અનંતનાગ, પુલવામા અને કુલગામ જિલ્લામાંથી રાતોરાત દરોડા દરમિયાન અટકાયત કરાયેલા શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા હતા.
Nov 14, 2025 07:58 am
દિલ્હી બ્લાસ્ટની તપાસ
તપાસ એજન્સીઓને શંકા છે કે લાલ કિલ્લા વિસ્ફોટમાં વપરાયેલ એમોનિયમ નાઈટ્રેટ ગુજરાતમાંથી આવ્યું હોઇ શકે છે. વિસ્ફોટકોના સ્ત્રોતને મેળવવા માટે હાલ ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. દરમિયાન, ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ અને દિલ્હી વિસ્ફોટના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે કાશ્મીરમાં 13 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં એક અન્ય ડૉક્ટર સહિત આશરે 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
Nov 14, 2025 07:51 am
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને મોટી સફળતા
સોપોરના મૂમિનાબાદમાંથી બે આતંકીની ધરપકડ, આતંકી શબીર નઝાર અને શબીર મીરની ધરપકડ, આતંકીઓ પાસેથી હથિયાર, ગોળા-બારુદ કબ્જે કરાયા, આતંકી નેટવર્કને લઇ સુરક્ષા એજન્સીઓની તપાસ.
Nov 14, 2025 07:50 am
આજે ભારત-દ.આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ
કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે ટેસ્ટ મેચ, સવારે 9.30 વાગ્યે શરુ થશે ટેસ્ટ મેચ, ભારત-દ.આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ, ઘરઆંગણે કેપ્ટન તરીકે ગિલની પ્રથમ ટેસ્ટ સિરીઝ.
Nov 14, 2025 07:49 am
ડૉ. ઉમર મોહમ્મદના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IED વડે ઉડાવ્યું
દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ કરનાર આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IED વડે ઉડાવી દીધું છે. આતંકવાદ સામેની કાર્યવાહીના ભાગ રૂપે, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સમગ્ર કાર્યવાહી નિયંત્રિત રીતે હાથ ધરી હતી.
Nov 14, 2025 07:41 am
સાયખા જીઆઈડીસીની વિશાલ્યકર ફાર્માકેમમાં બની ઘટના
સાયખા જીઆઈડીસીની વિશાલ્યકરની ફાર્માકેમ કંપનીમાં રાત્રિએ બોઈલરમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા હતા અને પાણી અને ફોર્મનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગના પગલે હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ, પોલીસ, એસડીએમ,મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં આવતા કુલિંગ પ્રક્રિયા કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
Nov 14, 2025 07:41 am
ભરૂચની કંપનીમાં બ્લાસ્ટમાં દાઝી જતા પહેલા બે કામદારના મોત થયા હતા
ભરૂચની કંપનીમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને કંપનીના કેટલાક લોકો આગમાં અંદર હોવાની આશંકાએ શોધખોળ કરાઈ છે, ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી, આસપાસની કંપનીના કામદારોને પણ ઈજા થઈ હોવાની વાત સામે આવી છે.
Nov 14, 2025 07:41 am
ભરૂચની કંપનીમાં થયેલ વિસ્ફોટમાં 3 કામદારના મોત, કંપની ત્રણ મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય કરશે
ભરૂચની કંપનીમાં થયેલ વિસ્ફોટના CCTV સામે આવ્યા છે જેમાં સાયખાની વિશાલયકરણી કંપનીમાં વિસ્ફોટ થયો હતો અને પ્રચંડ વિસ્ફોટથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ત્રણ ટન ટોલ્વીન કેમિકલથી વિસ્ફોટ થયાની આશંકા સેવાઈ રહી છે અને ત્રણ મૃતકોના પરિજનોને કંપની 20-20 લાખની સહાય કરશે, કંપની સામે GPCB અને DISHએ તપાસ હાથ ધરી છે, ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી જેમાં વિશાલયકરણી ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા પહેલા 2 શ્રમિકના મોત થયા હતા અને બ્લાસ્ટ બાદ કંપનીમાં વિશાળ આગ ફેલાઈ હતી.

Nov 14, 2025 07:30 am
ગુજરાતમાં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે
સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રીએ પહોચી ગયું હતું જે આ સિઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.
Nov 14, 2025 07:30 am
સૌરાષ્ટ્રમાં મામૂલી તફાવતે ઠંડીમાં સામાન્ય વધારો-ઘટાડો નોંધાયો છે
અમરેલીમાં ગઈકાલ કરતા આજે ઠંડીની માત્રામાં વધારો થયો છે. જ્યારે રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.
Nov 14, 2025 07:29 am
પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેર જોવા મળી
પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ ૪-૭ ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના છે. આગામી છથી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં ૪-૭ ડિગ્રી ઓછું રહેશે.
Nov 14, 2025 07:29 am
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
Nov 14, 2025 07:29 am
રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીરેધીરે વધશે
હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
Nov 14, 2025 07:29 am
ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો, અમરેલી 13.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને હજી પણ આગામી સમયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, અમરેલીમાં સૌથી ઓછું 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, કેશોદમાં 15.5 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી, દીવમાં 16.7 ડિગ્રી, પોરબંદરમાં 16.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી, ડીસામાં 16.5 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Nov 14, 2025 07:22 am
ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે મત ગણતરી કરવી જોઈએ
બિહાર ચૂંટણી પરિણામો પહેલા મહાગઠબંધને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તેજસ્વી યાદવે કહ્યું હતું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે મત ગણતરી કરવી જોઈએ. અમારી સરકાર પૂર્ણ બહુમતી સાથે રચાઈ રહી છે.
Nov 14, 2025 07:22 am
નીતિશ કુમારે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને યાદ કર્યા
મત ગણતરી પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને યાદ કર્યા. તેમણે નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. બિહારના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ."
Nov 14, 2025 07:22 am
બિહારમાં આ અગ્રણીઓ મેદાનમાં
મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) અને ભારતીય સમાવેશી પાર્ટી (IIP)નો સમાવેશ થાય છે. બંને ગઠબંધનો દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા અગ્રણી ઉમેદવારોમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, આરજેડીના તેજસ્વી યાદવ અને બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ કુમારનો સમાવેશ થાય છે.
Nov 14, 2025 07:21 am
એક્ઝિટ પોલમાં જનતા દળ (યુનાઇટેડ) અને ભાજપના ગઠબંધન, એનડીએ માટે જંગી વિજયની આગાહી
લગભગ બધા એક્ઝિટ પોલમાં જનતા દળ (યુનાઇટેડ) અને ભાજપના ગઠબંધન, એનડીએ માટે જંગી વિજયની આગાહી કરવામાં આવી છે. તેજસ્વી યાદવે આ આગાહીઓને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે મહાગઠબંધન મોટી બહુમતી સાથે સરકાર બનાવશે. એનડીએમાં જનતા દળ-યુનાઇટેડ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે.
Nov 14, 2025 07:21 am
રાજ્યના 38 જિલ્લાઓમાં સ્થાપિત કુલ 46 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રેકોર્ડ પાંચમી મુદત મેળવશે કે નહીં તે જોવા માટે બધાની નજર રાજ્ય પર છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યના 38 જિલ્લાઓમાં સ્થાપિત કુલ 46 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 6 અને 11 નવેમ્બરના રોજ યોજાયેલી બે તબક્કાની ચૂંટણીમાં 7.45 કરોડ મતદારોએ 2,616 ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું.
Nov 14, 2025 07:21 am
થોડી વારમાં શરુ થશે મતગણતરી, એક્ઝિટ પોલ સાચા પડશે કે પછી રચાશે તેજસ્વી સરકાર ?
બિહાર ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થયું હતું. 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જેમાં 65 ટકા મતદાન થયું હતું. 11 નવેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થયું હતું, જેમાં આશરે 69 ટકા મતદાન થયું હતું. હવે જોવાનું એ રહે છે કે નીતિશ કુમાર સત્તામાં પાછા ફરશે કે તેજસ્વી યાદવનું સ્વપ્ન સાકાર થશે. નીતિશ 20 વર્ષથી બિહારના મુખ્યમંત્રી રહ્યા છે, જ્યારે તેજસ્વી ક્યારેય આ પદ પર રહ્યા નથી.
Nov 14, 2025 07:02 am
પાક નુકસાન સહાયમાં આજથી અરજી કરી શકાશે
લાભ મેળવવા ઓનલાઇન અરજી કરવાની રહેશે, આજે બપોરે 12 વાગ્યાથી અરજી કરી શકાશે, https://krp.gujarat.gov.in પર અરજી કરી શકાશે, 15 દિવસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે, ઓનલાઇન અરજી માટે કોઇ ચુકવણું નહી કરવું પડે, સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.
Nov 14, 2025 07:01 am
મહારાષ્ટ્રના પૂણેમાં મોટી દુર્ઘટના સર્જાઇ
25 વાહનો વચ્ચે ટક્કર થતા 9 લોકોના મોત, પુણે-નાસિક હાઇવે પર ભોરગાંવ નજીક અકસ્માત, નવલે બ્રિજ પાસે ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત, ટ્રકની બ્રેક ફેલ થતા 20થી 25 વાહનો વચ્ચે ટક્કર, ટ્રક અને કન્ટેનર વચ્ચે ફસાયેલી કારમાં લાગી આગ, આગ આલગતા નવ જેટલા લોકોના મોત નીપજ્યા, મૃતકોના પરિજનોને રુ. 5 લાખની સહાયની જાહેરાત.
Nov 14, 2025 06:58 am
બિહારમાં NDA અને મહાગઠબંધન વચ્ચે ટક્કર
આજે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ, બિહારમાં કોણ 'કિંગમેકર' બનશે તેના પર નજર, પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મેદાનમાં NDAમાં BJP,JDU,HAM સહિતના પક્ષ, મહાગઠબંધનમાં RJD,કોંગ્રેસ સહિતના પક્ષ , જન સ્વરાજ પક્ષ મુખ્ય પક્ષોના ગણિત બગાડી શકે છે, સરકાર બનાવવા માટે 123 બેઠક જીતવી જરૂરી, મહાગઠબંધને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો છે, મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ, NDAએ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નથી કર્યો.
Nov 14, 2025 06:56 am
મતગણતરી કેન્દ્રો પર બે સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે CAPF (સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ) અને બિહાર પોલીસના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યની બહારની 106 કંપનીઓને પણ સુરક્ષા ફરજ માટે તૈનાત કરવામાં આવી છે. મતદાનમાં ઉપયોગમાં લેવાતા EVM અને VVPAT ને સીલ કરવામાં આવ્યા છે અને ડબલ લોકવાળા સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
Nov 14, 2025 06:55 am
ઈવીએમ મતગણતરી દરમિયાન કંટ્રોલ યુનિટ્સનું વેરિફિકેશન ફોર્મ 17 સીટ રેકોર્ડથી કરવામાં આવે છે
આ પ્રક્રિયા 243 રિટર્નિંગ ઓફિસર, 243 મતગણતરી પર્યવેક્ષક અને ઉમેદવારો દ્વારા નિયુક્ત 18,000થી વધારે મતગણતરી એજન્ટો દ્વારા સંચાલિત થશે. ઈવીએમ મતગણતરી દરમિયાન કંટ્રોલ યુનિટ્સનું વેરિફિકેશન ફોર્મ 17 સીટ રેકોર્ડથી કરવામાં આવે છે. ઈવીએમ મતગણતરી પૂરી થયા બાદ, દરેક મત વિસ્તારમાં પાંચ મતદાન કેન્દ્રોને રેન્ડમ સિલેક્શનથી અનિવાર્ય વીવીપેટ વેરિફિકેશનથી થશે.
Nov 14, 2025 06:54 am
મતગણતરીને લઈને ચૂંટણી પંચની તૈયારી પૂરી છે
બિહારના 38 જિલ્લામાં 46 કેન્દ્રો પર તમામ 243 વિધાનસભા વિસ્તારમાં મતગણતરીની વ્યવસ્થા કરી છે.
Nov 14, 2025 06:53 am
બિહારમાં મુખ્ય મુકાબલો મહાગઠબંધન અને એનડીએના પક્ષો વચ્ચે છે
પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી પણ મેદાનમાં, કુલ 243 બેઠકો પર 6 અને 11 નવેમ્બરે બમ્પર મતદાન થયું, બહુમતી માટે 122 બેઠકોની જરૂર, મહાગઠબંધને તેના મુખ્ય મંત્રીપદના ચહેરા તરીકે તેજસ્વી યાદવનું નામ જાહેર કર્યું હતું જ્યારે એનડીએએ કોઈ ચહેરો જાહેર નથી કર્યો.
Nov 14, 2025 06:51 am
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે
મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. આ માટે, 38 જિલ્લાઓમાં 46 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. આ સવારે 8:30 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. આ પછી વલણો બહાર આવવાનું શરૂ થશે.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો

Ahmedabad News: ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3ની હાલત ગંભીર

Sabarkantha News: મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવકને કાળ આંબી ગયો, વીજળી પડતા મોત

વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Kitchen Hacks: પુરી-પકોડા તળ્યા પછી બચેલું તેલ ફેંકી દેવાની ભૂલ ન કરતા! આ રીતે કરો સ્માર્ટ ઉપયોગ

Peddi : હેલિકોપ્ટર શોટ અને રૂવાંડા ઊભા કરી દે એવો ઇન્ટરવલ! રામ ચરણની પેડ્ડી મચાવ્યો હાહાકાર!

આ વ્યક્તિઓને Tax માંથી મળશે મોટી રાહત, રૂપિયાને મજબૂત કરવા સરકારનો માસ્ટરસ્ટ્રોક

Lalit Modiએ કર્યો પોતાની કમાણીનો ખુલાસો, કહ્યું- હું એક અઠવાડિયામાં જ 12 કરોડ રૂપિયા ઉડાવી દઉં છું!

Delhi Fire: ઘટનાના 26 કલાક બાદ પહોંચ્યા CM રેખા ગુપ્તા, 10 લાખની સહાયની કરી જાહેરાત

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન