ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ, કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પ્રોટીઝ સામે મજબૂત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ઉત્તમ ફોર્મમાં છે. દરમિયાન, કુલદીપ યાદવ ભારતીય પરિસ્થિતિઓમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સાબિત થઈ શકે છે.
બુમરાહે સાઉથ આફ્રિકાને મોટો ઝટકો આપ્યો
જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. એડમ માર્કરામની 31 રનની ઇનિંગનો અંત આવ્યો છે, જેના કારણે પ્રોટીઝની બીજી વિકેટ 62 રન પર પડી ગઈ છે
કુલદીપે બાવુમાને પેવેલિયન મોકલ્યો
કુલદીપ યાદવે વિપક્ષી કેપ્ટન ટેમ્બા બાવુમાને માત્ર ત્રણ રનમાં આઉટ કર્યો. સાઉથ આફ્રિકાએ 71 રનના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી.
સાઉથ આફ્રિકા 19 ઓવર પછી 84/3
19 ઓવર રમાઈ ગઈ છે અને સાઉથ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 84 રન છે. મુલ્ડર 15 અને ટોર્ની ડી જ્યોર્ગી 2 રન બનાવીને રમતમાં છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ 11: એઈડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ટોની ડી જ્યોર્જી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, કાઈલ વેરેઈન (વિકેટકીપર), માર્કો જેન્સેન, સિમોન હાર્મર, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, કાગિસો રબાડા.