રશિયા અને યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ વિતી ગયા છે, પરંતુ તમામ પ્રયાસો છતા બંને તરફથી એક બીજા પર હુમલાઓ થમવાનું નામ જ નથી લઇ રહ્યો. રશિયાએ શુક્રવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવને ફરી એક વખત નિશાનો બનાવ્યો અને મોટો હુમલો કર્યો. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય છે અને રાજધાનીમાં અનેક વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા.
વિટાલી કિલ્ટસ્કોએ ટેલીગ્રામ પર પોસ્ટ કરીને કહ્યુ કે, કીવમાં ડિફેન્સ ફોર્સિસ સક્રિય છે. રાજધાની પર દુશ્મનનો મોટો હુમલો થયો છે. તેમણે પૂર્વીય ડિનિપ્રોવ્સ્કી જિલ્લામાં બે લોકો ઘાયલ થયાની જાણ કરી.












