જર્મની અને બ્રિટેને રશિયા અને ચીનના સેટેલાઈટથી ઉભા થઈ રહેલા જોખમને લઈને ચેતવણી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને ચીનના સેટેલાઈટ પશ્ચિમી દેશોના ઉપગ્રહોની સતત જાસુસી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં બ્રિટેન અને જર્મનીએ ઘણી વખત એ વાત પર જોર આપ્યું કે રશિયા વારંવાર તેમના ઉપગ્રહોનો પીછો કરી રહ્યું છે.


ગતિવિધિઓ તમામ લોકો માટે જોખમરૂપ

તેમના સેટેલાઈટને જામ કરી રહ્યું છે અને અંતરિક્ષમાં તેમની કામગીરીમાં દખલ ગીરી કરી રહ્યું છે. જર્મનીના રક્ષા મંત્રી બોરિસ પિસ્ટોરિયસે સપ્ટેમ્બરમાં બર્લિન કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે રશિયાની ગતિવિધિઓ વિશેષ રીતે અંતરિક્ષમાં તેમની ગતિવિધિઓ તમામ લોકો માટે જોખમરૂપ છે. એવું જોખમ કે જેને આપણે નજર અંદાજ ના કરી શકીએ.

એક અહેવાલ મુજબ સંચાર ઉપગ્રહોને નિશાનો બનાવવાથી સેટેલાઈટ તસ્વીરો, દૂરસંચાર અને બ્રોડબેન્ડ સેટેલાઈટ ઈન્ટરનેટ જેવી સેવાઓ પર અસર પડી શકે છે. ત્યારે નેવિગેશન અને પોઝિશનિંગ સિસ્ટમમાં દખલગીરી કરવી સૈન્ય અભિયાનોની સાથે સાથે નાગરિકોને પણ પ્રભાવિત કરી શકે છે. જણાવી દઈએ કે આ ચેતવણીઓ રશિયા દ્વારા યૂક્રેન પર કરવામાં આવેલા વ્યાપક આક્રમણની વચ્ચે સામે આવી છે. યૂક્રેનના અધિકારીઓનું કહેવું છે કે મોસ્કોએ ચીન સાથે પોતાનો સહયોગ વધારી દીધો છે અને બીજિંગ રશિયા તરફથી યુક્રેનના ક્ષેત્રની સેટેલાઈટથી નજર રાખી રહ્યું છે.

રશિયાનો ઉપગ્રહ બે ઈન્ટલસેટ ઉપગ્રહોનો પીછો કરતો જોવા મળ્યો

તાજેત્તરમાં જ રશિયાનો ઉપગ્રહ બે ઈન્ટલસેટ ઉપગ્રહોનો પીછો કરતો જોવા મળ્યો. જેનો ઉપયોગ જર્મન સેના અને તેમના સહયોગી કરે છે. ઈન્ટેલસેટ એક વાણિજ્યિક ઉપગ્રહ સેવા આપે છે. જેનો ઉપયોગ અમેરિકા અને યૂરોપમાં સરકારો અને કંપનીઓ કરે છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને ચીને તાજેત્તરના વર્ષોમાં પોતાની અંતરિક્ષ-યુદ્ધ ક્ષમતાઓનો ઝડપથી વિસ્તાર કર્યો છે. તે ઉપગ્રહોને જામ કરી શકે છે, તેની સાથે છેડછાડ કરી શકે છે અથવા તેને સીધું જ નષ્ટ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે નાટોના મહાસચિવે આ વર્ષની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે રશિયા અંતરિક્ષમાં એવા પરમાણુ હથિયાર વિકસિત કરવાની યોજના બનાવી રહ્યું છે, જેનો ઉપયોગ ઉપગ્રહોને નષ્ટ કરવા માટે કરવામાં આવી શકે. જો કે રશિયાના રાષ્ટ્રપતિએ સાર્વજનિક રીતે કહ્યું કે મોસ્કોનો અંતરિક્ષમાં પરમાણુ હથિયાર તૈનાત કરવાનો કોઈ ઈરાદો નથી પણ તેની સાથે જ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તે પ્રસ્તાવને વીટો પણ કરી દીધો.  

  • Follow us on: