શેખ હસીનાનો પક્ષ ઢાકામાં લોકડાઉન દ્વારા સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની યોજના બનાવી રહ્યો છે.

ઢાકામાં લોકડાઉનનું આયોજન !

ઓગસ્ટ 2014 માં શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી, બળવામાં પરિણમેલા વિદ્યાર્થી આંદોલનને પગલે, દેશમાં ઘણું બદલાયું છે, પરંતુ સ્થિરતા પ્રાપ્ત થઈ નથી. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે ટ્રાયલ પૂર્ણ કરી દીધી છે, અને 13 નવેમ્બરના રોજ ચુકાદો આવવાની અપેક્ષા છે. રસપ્રદ વાત એ છે કે શેખ હસીનાની અવામી લીગ પાર્ટીએ પણ આ તારીખે ઢાકા લોકડાઉનનું આયોજન કર્યું છે.

વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવાની તૈયારીઓ

હાલમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ પર આંતરિક દબાણ વધી રહ્યું છે. શેખ હસીનાનો પક્ષ ઢાકામાં લોકડાઉન દ્વારા વાપસી કરવાની યોજના બનાવી રહ્યો છે. ત્યારે ચૂંટણીનું દબાણ અને જનરલ જીનો અસંતોષ પણ નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસના પદ માટે જોખમી હોય તેવું લાગે છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના 142 મુખ્ય સ્થળોએ 7,000 પોલીસ કર્મચારીઓએ કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન, મુહમ્મદ યુનુસના ઘરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

શેખ હસીનાની ચર્ચા યથાવત્

શેખ હસીના પોતે, દેશની બગડતી પરિસ્થિતિ અને તેમના જીવને જોખમ હોવાનું જણાવી, ઓગસ્ટ 2024 માં ભારત ગયા. ત્યારથી, તેઓ કડક સુરક્ષા હેઠળ દિલ્હીમાં રહે છે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ત્યાં સુરક્ષિત અનુભવે છે. દરમિયાન, બાંગ્લાદેશમાં તેમની સામે રાજદ્રોહ સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ શેખ હસીના આ આરોપોને નકારવાનું ચાલુ રાખે છે. 

  • Follow us on: