પ્રથમ વખત પોતાનું મૌન તોડતા, શેખ હસીનાએ જણાવ્યું કે તેમને સત્તા પરથી દૂર કરવાના હેતુથી ચલાવાયેલ 'વિદ્યાર્થી આંદોલન' અમેરિકાના ઈશારે કરાયા હતા.

પહેલા વાર તોડ્યુ મૌન

પ્રથમ વખત પોતાનું મૌન તોડતા, શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર અમેરિકાના ઈશારે આ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યા પછી પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે. દેશમાં વિદ્યાર્થી આંદોલન પછી થયેલા બળવા બાદ શેખ હસીનાએ એક નિવેદન બહાર પાડ્યું છે. શેખ હસીનાએ કહ્યું કે, તેમની સામેનું વિદ્યાર્થી આંદોલન અમેરિકા દ્વારા આયોજિત અને પાકિસ્તાન દ્વારા અંજામ આપવામાં આવેલ આતંકવાદી હુમલો હતો.

જનતાને મારા વિરુદ્ધ ઉશ્કેર્યા છેઃ શેખ હસીના

શેખ હસીનાએ કહ્યું કે, ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બનેલી ઘટનાઓ તેમને સત્તા પરથી દૂર કરવાના હેતુથી કરાયેલા વિદેશી કાવતરાનો ભાગ હતી. શેખ હસીનાએ કહ્યું, "તેને ક્રાંતિ ન કહો! આ બાંગ્લાદેશ પરનો આતંકવાદી હુમલો હતો, જે અમેરિકા દ્વારા આયોજિત, પાકિસ્તાન દ્વારા આયોજિત અને વિદ્યાર્થી બળવા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તે મને સત્તા પરથી દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો." મારી સરકાર પર જે હત્યાઓનો આરોપ છે તે પોલીસ દ્વારા નહીં પરંતુ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી, જેનો હેતુ જનતાને મારા વિરુદ્ધ ઉશ્કેરવાનો હતો.

મોહમ્મદ યુનુસ પર સીધો આરોપ

શેખ હસીનાએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ પર સીધો આરોપ લગાવ્યો કે, તેઓ અમેરિકનોના ઇશારે તેમને સત્તા પરથી દૂર કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકનો બંગાળની ખાડીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટાપુ સેન્ટ માર્ટિન ટાપુ પર નિયંત્રણ ઇચ્છતા હતા. હસીનાએ કહ્યું, "શું તમે જાણો છો કે આ બધા પાછળનો વાસ્તવિક વ્યક્તિ કોણ છે? તે યુનુસ છે. અમેરિકનો મારી પાસેથી સેન્ટ માર્ટિન ટાપુ ઇચ્છતા હતા. જો હું સંમત થઈ હોત, તો તેઓ મને સત્તા પરથી દૂર ન કરતા. પરંતુ મેં મારો દેશ વેચવાનો ઇનકાર કર્યો હતો."

  • Follow us on: