શેખ હસીનાએ કહ્યુ હતુ કે, આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગને સસ્પેંડ કર્યા બાદ મોટી સંખ્યામાં મતદાતાઓ મત આપશે નહી.
શેખ હસીનાનો રોષ
બાંગ્લાદેશમાં આગામી વર્ષ 2026માં ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ બધાની વચ્ચે બાંગ્લાદેશની ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાએ આગામી ચૂંટણી મામલે મોટો દાવો કર્યો છે. શેખ હસીનાએ કહ્યુ હતુ કે, આગામી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગને ભાગ લેતા રોકવામાં આવતા મોટી સંખ્યામાં મતદારો પ્રભાવિત થશે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જો તેમની પાર્ટીને ચૂંટણીમાં ભાગ લેવાનો મોકો નહી મળ્યો તો તેઓ કોઇપણ સરકાર હેઠળ બાંગ્લાદેશમાં પરત નહી ફરે. શેખ હસીના બાંગ્લાદેશમાંથી પલાયણ થયા બદા હાલમાં દિલ્હીમાં શરણ લઇ રહ્યા છે.
Also Read
આગામી લીગ પર પ્રતિબંધ
શેખ હસીનાએ કહ્યુ હતુ કે, આગામી લીગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ ન માત્ર અન્યાપૂર્ણ છે પરંતુ રાજનૈતિક રૂપથી પણ આત્મઘાતી સાબિત થઇ શકે છે. તેઓએ કહ્યુ હતુ કે, તમે રાજનૈતિક સ્તરને ત્યાં સુધી સફળ ન બનાવી શકો છો જ્યાં સુધી મતદાતાઓને તેમનો અધિકાર ન આપી શકો. આ વાત શેખ હસીનાએ ત્યારે કહી જ્યારે બાંગ્લાદેશમાં 12 કરોડથી વધુ મતદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. અને આવામી લીગ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી લાંબા સમયથી દેશની રાજનૈતિક ધુરા રહી છે.
આવામી લીગનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ
મે 2025માં ચૂંટણી પંચે શેખ હસીનાની પાર્ટી આવામી લીગનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યુ હતુ. જે બાદ ઇન્ટેરિમ સરકારના નેતૃત્ત્વમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે સલાહ આપી હતી. ચૂંટણી આગામી ફેબ્રુઆરી 2026માં યોજાશે. સરકારે દાવો કર્યો હતો કે, આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ અને વરિષ્ઠ આવામી લીગના નેતાઓ પર યુદ્ધ-અપરાધના આરોપના લીધે લેવામાં આવ્યો છે. શેખ હસીનાને અર્થવ્યવસ્થામાં પરિવર્તન કરવા માટે ઓળખવામાં આવે છે.













