શેખ હસીનાની પાર્ટી આવામી લીગના ચૂંટણી ચિહ્ન 'હોડી'ને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યુ છે. આવામી લીગની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવા અને રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થતાં 'હોડી' ચિહ્નને દૂર કરવામાં આવ્યુ છે.
ચૂંટણીઓ મામલે હલચલ તેજ
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પલાયણ થયા બાદ ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓ મામલે હલચલ તેજ થઇ રહી છે. ચૂંટણી પંચે કેટલાક પક્ષ ચિહ્નની યાદી રજૂ કરી છે. આ લિસ્ટમાં 115 ચૂંટણી ચિહ્ન રિઝર્વ કરવામાં આવ્યા છે. કમળ અને શેખ હસીનાની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન 'હોડી'ને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યુ છે. હવે ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણી બાદ જ નવી સરકાર અસ્તિત્વમાં આવશે.
Also Read
Bangladesh News: આવામી લીગ અને બીએનપીમાં નથી હવે જનતાને વિશ્વાસ, જમાત-એ-ઇસ્લામીને મળ્યું સૌથી વધુ રેટિંગ
Bangladesh News: કમળ નહી હોય કોઇપણ પાર્ટીનું નિશાન, બાંગ્લાદેશમાં ચૂંટણી પંચનો નિર્ણય, જાણો શું છે મામલો?
Bangladesh News: વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનતા Muhammad Yunusએ કટ્ટરપંથી જમાત પરનો પ્રતિબંધ હટાવ્યો અને શરુ થયો હોબાળો, જાણો કેવી રીતે?
પક્ષ ચિહ્ન મામલે વાદ-વિવાદ
અગાઉ બાંગ્લાદેશમાં અંતિમ વખત વર્ષ 2021માં સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં શેખ હસીનાની પાર્ટીને એક તરફી વોટ મળ્યા હતા. અને જીત હાંસલ કરી હતી. હવે શેખ હસીનાની સરકાર પરિવર્તિત થતાં દેશમાં ફરી ચૂંટણીઓ યોજાવાની છે. ECએ આગામી 13માં રાષ્ટ્રીય સંસદીય ચૂંટણી માટે કુલ 115 ચૂંટણી ચિહ્ન પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો માટે સુરક્ષિત રાખ્યા છે. આ યાદીમાં કમળ હોડી, વોટર લીલી ચિહ્ન સામેલ નથી. દેશની પ્રથમ ચૂંટણીમાં 69 ચૂંટણી ચિહ્ન ઉુપલબ્ધ હતા. ચૂંટણી પંચની સાથે 50 દળે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તો પાંચ દળને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વૈકલ્પિક પ્રતિક પસંદ કરવા આદેશ
નેશનલ સિટિઝન પાર્ટી સતત શાપલા એટલે કમળની માગ કરી રહ્યુ છે. પરંતુ ચૂંટણી પંચે તેને યાદીમાં સામેલ કર્યુ નથી. ચૂંટણી પંચે જણાવ્યુ છે કે, કમળ સત્તાવાર રીતે યાદીનો ભાગ નથી. અને પક્ષને વૈકલ્પિક પ્રતિક પસંદ કરવા આદેશ આપ્યો છે. જાહેર કરાયેલી યાદી મુજબ આ પગલા જનપ્રતિનિધિત્વ આદેશ 1972ની કલમ 94 હેઠળ લેવામાં આવ્યા છે. નવી યાદી ત્રાજવું એ જમાત-એ-ઇસ્લામીનું ચિહ્ન હતુ. ચૂંટણી ચિહ્ન મામલે દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે.










