નાહિદ ઇસ્લામને ઝાટકો આપતા ચૂંટણી કમિશને કહ્યુ છે કે, કોઇપણ પાર્ટી બાંગ્લાદેશમાં કમળના ફૂલને ચિહ્ન તરીકે ઉપયોગમાં લઇ શકશે નહી.
રાજનૈતિક માહોલ ગરમાયો
બાંગ્લાદેશ ચૂંટણી પંચે પોતાની યાદીમાંથી કમળના ફૂલને દુર કર્યુ છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ રાજનૈતિક માહોલ ગરમાયો છે. આ ચિહ્ન પર એનસીપીના નેતા નાહિદ ઇસ્લામની નજર હતી. બાંગ્લાદેશમાં શેખ હસીનાએ સત્તા છોડ્યા બાદ હાલ વચગાળાની સરકારના સલાહકાર તરીકે મોહમ્મદ યુનુસ કાર્યરત છે. અને ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અને નવી સરકારની રચના કરવામાં આવશે. 1971માં બનેલા બાંગ્લાદેશમાં છેલ્લીવાર વર્ષ 2021માં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં શેખ હસીનાને એક તરફી જીત હાંસલ થઇ હતી.
Also Read
Bangladesh News: વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનતા Muhammad Yunusએ કટ્ટરપંથી જમાત પરનો પ્રતિબંધ હટાવ્યો અને શરુ થયો હોબાળો, જાણો કેવી રીતે?
Bangladesh Earthquake: બાંગ્લાદેશના ઢાકા અને ચટગાંવમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
Bangladeshએ શ્રીલંકાને હરાવ્યું, તૌહીદ હૃદયોય અને સૈફ હસનની ધમાકેદાર ફિફ્ટી
કમળનું ચિહ્ન યાદીમાંથી દૂર
શેખ હસીનાના દેશમાંથી પલાયણ થયા બાદ જુલાઇમાં આંદોલનના વિદ્રોહીઓએ નેશનલ સીટીઝન પાર્ટીની સ્થાપના કરી હતી. નાહિદ ઇસ્લામને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ઇસ્લામે પાર્ટીના રજિસ્ટ્રેશનને લઇને અરજી કરી હતી. ત્યારે ચૂંટણી પંચ તરફથી કમળનું ચિહ્ન માગ્યુ હતુ. બાંગ્લાદેશમાં કમળને શાપલા રહે છે. ઇસ્લામે જ્યારે ચિહ્ન માગ્યુ ત્યારે ચૂંટણી પંચે કોઇ જવાબ આપ્યો ન હતો. અને હવે કમળનું ચિહ્ન યાદીમાંથી દૂર કરવામાં આવ્યુ છે.
કમળ બાંગ્લાદેશની ઓળખ
નાહિદ ઇસ્લામની પાર્ટીએ જે નિવેદન આપ્યુ તેમાં કહેવામાં આવ્યુ છે કે, ચૂંટણી પંચ કમળનું નિશાન આપ્યા સિવાય કેવી રીતે ચૂંટણી કરાવી શકે છે તે અમે જોઇશું. પાર્ટીએ ચૂંટણી પંચને ધમકી આપતા કહ્યુ છે કે, જે ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. તેને પ્રદર્શનકારીઓ સહન નહી કરે. બાંગ્લાદેશમાં આઝાદી અભિયાન દરમિયાન કમળનો વધુ પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે વિદ્રોહીઓ, નેતાઓ કમળ લઇને આઝાદીની લડત લડતા હતા.










