શેખ હસીનાના નિધન અંગે ખોટી તસ્વીરો, પોસ્ટ અને સંવેદનશીલ સંદેશ તેજ ગતિએ વાયરલ થઇ રહ્યા છે.
શેખ હસીના મામલે અફવાઓનો દૌર
બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના બીમાર અથવા મૃત્યુ સમાચાર ઇન્ટરનેટ પર તેજ ગતિએ ફેલાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, યૂટ્યુબ અને કેટલાયે પેજ પર ફોટો કાર્ડ અને સંવેદનશીલ સંદેશ શેયર કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ શેખ હસીનાની પાર્ટી આવામી લીગે આ તમામ ખબરોને પાયાવિહોણી ગણાવી છે. અને સાથે જ કહ્યુ છે કે, આ તમામ વાતો એક ષડયંત્ર છે. આવામી લીગે કહ્યુ હતુ કે, જ્યારે આ અફવાઓ ફેલાવવામાં આવી હતી. ત્યારે શેખ હસીના તેમના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હત.
ફેસબુક આઇડીની શું છે હકીકત ?
આ અફવાઓની શરુઆત એક ફેસબુક આઇડી Tulip Rizwana Siddiqueના પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ આઇડી બ્રિટિશ સાંસદ અને શેખ હસીનાની ભત્રીજી Tulip Rizwana Siddiqueની ઓળખ ધરાવે છે. 25 ઓક્ટોબરના રોજ એ જ અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યુ હતુ. જેમાં લખ્યુ હતુ કે, આન્ટી થોડા બીમાર છે. તમામ લોકો તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ બાદમાં આ પોસ્ટ ગાયબ થઇ ગઇ હતી.
સંવેદનશીલ સંદેશ પણ સોશિયલ મીડિયા પર ફેલાયો
આવામી લીગના નામ અને મહાસચિવ ઓબૈદુલ કાદરના હસ્તાક્ષરવાળા એક સંવેદનશીલ સંદેશ પણ સોશિયલ મીડિયા પર ફેલાયો હતો. શેખ હસીનાન અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. તેવી અફવાઓ ફેલાવવામાં આવી હતી. આવામી લીગે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, શેખ હસીના સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમના વિરુદ્ધ માત્ર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.













