પ્રેસ સચિવ શફીકુલ આલમે કહ્યુ હતુ કે, શેખ હસીનાની તમામ ગતિવિધીઓ અને નિવેદનો પર તેમની નજર છે. અને તેમના તમામ ઇન્ટરવ્યુનું અવલોકન કરાઇ રહ્યુ છે.
બાંગ્લાદેશની સરકાર હરકતમાં આવી
શેખ હસીનાના 3 આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા ઇન્ટરવ્યુથી બાંગ્લાદેશની સરકાર હરકતમાં આવી છે. મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે પત્રકારોને કહ્યુ હતુ કે, અમે શેખ હસીનાના ગતિવિધીઓ પર 24 કલાક નજર રાખી રહ્યા છે. અને તેમના નિવેદનનું અવલોકન પણ બાંગ્લાદેશની સરકાર કરી રહી છે. તેના માટે સ્પેશિયલ મોનિટરિંગ સેલ બનાવવામાં આવ્યો છે. શફીકુલ આલમે કહ્યુ હતુ કે, શેખ હસીનાની પાર્ટી આવામી લીગના કાર્યકર્તાઓને તેઓએ સલાહ પણ આપી છે. અને શેખ હસીનાથી દૂરી બનાવવા માટે પણ કહ્યુ છે.
શેખ હસીના પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી
બાંગ્લાદેશમાં ઓગષ્ટ 2024માં શેખ હસીનાની સરકારનો તખ્તાપલટ થયો હતો. સરકાર સત્તાથી દૂર થયા બાદ, શેખ હસીના પરિવાર સાથે દિલ્હીમાં આવ્યા હતા. અને અહીં તેઓ સ્થાનિક બનીને રહી રહ્યા છે. શેખ હસીનાએ આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા ઇન્ટરવ્યુ બાદ બાંગ્લાદેશની સરકાર હરકતમાં આવી છે. બાંગ્લાદેશમાં શેખ હસીના પર 100થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં મુખ્ય કેસ હત્યા અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે.
પ્રેસ સચિવે પત્રકારોને શું કહ્યુ ?
પ્રેસ સચિવે પત્રકારોને કહ્યુ હતુ કે, શેખ હસીનાને ઘણા સમયે પોતાના કાર્યકરોને સોશિયલ મીડિયા પર સલાહ-સૂચન આપતા જોવામાં આવ્યા છે. બાંગ્લાદેશની સરકારમાં શેખ હસીનાનો મુદ્દો ઘણો મહત્વનો છે. શેખ હસીનાના પિતા શેખ મુઝીબઉર રહમાને બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હસીના 2008થી 2024 સુધી બાંગ્લાદેશમાં પીએમ પદ પર રહ્યા હતા. 2024માં કટ્ટરપંથીઓએ તેમને સત્તાથી દૂર કર્યા હતા.













