સરકાર તરફી જૂથો તેમને લોકશાહીનું સમર્થન કહે છે. જ્યારે વિરોધ પક્ષો આરોપ લગાવે છે કે, આ દેશના આંતરિક બાબતોમાં અમેરિકાનું સીધું હસ્તક્ષેપ છે.
અમેરિકાની દખલઅંદાજી
બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. જોકે, ચૂંટણીમાં વિદેશી સંગઠનોની ભૂમિકા અંગે એક મોટો વિવાદ ઉભો થયો છે. બે યુએસ સ્થિત બિન-સરકારી સંગઠનો, ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યૂટ દેશમાં ફરી સક્રિય થયા છે. તેઓ દાવો કરે છે કે તેમનો ઉદ્દેશ્ય લોકશાહીને મજબૂત બનાવવા અને ચૂંટણીમાં મદદ કરવાનો છે. પરંતુ ઘણા માને છે કે આ બાંગ્લાદેશની આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ છે.
જૂના સંબંધો, નવો વિવાદ
આ બે યુએસ સંગઠનો બાંગ્લાદેશ માટે નવા નથી. 1990ના દાયકાથી, તેઓ રાજકીય પક્ષો અને નાગરિક જૂથો સાથે મળીને તાલીમ અને વર્કશોપ જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જ્યારે તેઓ લોકશાહીને મજબૂત બનાવવાનો દાવો કરે છે. ત્યારે અન્ય દેશોમાં તેમની ભૂમિકા ઘણીવાર વિવાદાસ્પદ રહી છે.
યુએસ ફંડિંગ અને રાજકીય પ્રભાવ
ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યૂટને યુએસ કોંગ્રેસ દ્વારા નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી અને યુએસએઆઈડી તરફથી ભંડોળ મળે છે. આ સંસ્થાઓ યુક્રેન, સર્બિયા, વેનેઝુએલા અને મ્યાનમાર જેવા દેશોમાં પણ કામ કરી ચૂકી છે. જ્યાં તેમની પ્રવૃત્તિઓ ઘણીવાર યુએસ રાજકારણ અને વ્યૂહરચના સાથે જોડાયેલી રહી છે.













