ગૃહ મંત્રાલયની બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે, ઝાકિર નાઇકની યાત્રાના કારણે સુરક્ષાના પડકારો વધી શકે છે.
બાંગ્લાદેશનો પ્રવાસ નહી કરે ઝાકિર નાઇક
બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતીય મૂળના વિવાદિત ઇસ્લામી પ્રચારક ઝાકિર નાઇકને દેશમાં પ્રવેશવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ નિર્ણય ગૃહમંત્રાલયની લો એન્ડ ઓર્ડર કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ઝાકિર નાઇકની યાત્રા મામલે ચર્ચા કરવામાં આવી હતી. ઝાકિર નાઇકની યાત્રા પર મનાઇ હુકમનું કારણ એ છે કે, જો તેઓ બાંગ્લાદેશમાં આવશે તો તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે. તેના કારણે સુરક્ષા મામલે પડકારો ઉભા થશે. ઝાકિર નાઇક હાલમાં મેલશિયામાં છે. અને ભારત વિરુદ્ધ તેમના પર અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે.
કાર્યક્રમ પર મુંઝવણના વાદળો ઘેરાયા
સ્પાર્ક ઇવેન્ટ મેનેજમેન્ટ નામની ખાનગી કંપનીએ પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી હતી કે, તેઓ નવેમ્બર મહિનાના અંતમાં ડૉ.ઝાકિર નાઇકને બાંગ્લાદેશમાં લાવશે. કંપનીએ દાવો કર્યો હતો. કે, આ કાર્યક્રમ બાંગ્લાદેશ સરકારની પરવાનગીથી અને સંબંધિત અધિકારીઓના સહયોગની આયોજિત કરવામાં આવશે. સરકારના આ નિર્ણય બાદ કાર્યક્રમ પર મુંઝવણના વાદળો ઘેરાયા છે.
સુરક્ષા અને સ્થિરતાને પ્રાથમિકતા
ઝાકિર નાઇક 2016થી ભારતની બહાર રહી રહ્યા છે. અને તેમના પર મની લોન્ડ્રિંગ અને વિવાદિત ભાષણોથી હિંસા ફેલાવવાના આરોપ છે. તેઓ હાલમાં મલેશિયામાં છે. અને તેમના સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સરકારે આ નિર્ણયથી સ્પષ્ટ કર્યુ છે કે, દેશમાં સુરક્ષા અને સ્થિરતાને પ્રાથમિકતા આપવામાં આવશે. કોઇપણ વિવાદિત વ્યક્તિને દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહી.













