આ નિર્ણય મોહમ્મદ યુનુસ સરકાર પર વધતા ધાર્મિક દબાણનો નમૂનો છે. કેટલાયે લોકોએ આ મુદ્દાને 'બિન-ઇસ્લામી એજન્ડો' ગણાવે છે.
પ્રદર્શનો દ્વારા કરાયો વિરોધ
બાંગ્લાદેશમાં મુસલમાનોની સંખ્યા વધુ છે. અમેરિકા સરકારના અનુમાન અનુસાર બાંગ્લાદેશની કુલ જનસંખ્યા 2019 સુધી લગભગ 16.11 કરોડ હતી. 2013ની સરકારી જનગણના મુજબ, દેશની લગભગ 89% વસ્તી સુન્ની મુસ્લિમની છે. જ્યારે 10% લોકો હિન્દુ છે. આ મુસ્લિમ દેશમાં વચગાળાની સરકારની પ્રાથમિક શાળામાં સંગીત અને નૃત્યના શિક્ષકોની નિયુક્તિના મુદ્દાને મુક્યો હતો. જેના કારણે દેશમાં વિરોધ વંટોળ ફાટી નિકળ્યુ હતુ. અને પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.
વચગાળાની સરકારનો વિરોધ
બાંગ્લાદેશમાં ઇસ્લામ સમુદાયે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે સરકારે પીછેહટ કરી હતી. અને પ્રાથમિક શાળામાં સંગીત અને નૃત્યના શિક્ષકોની નિયુક્તિ રદ્દ કરી છે. થોડા સમય અગાઉ ઇસ્લામ સમુદાયે વચગાળાની સરકારનો વિરોધ કર્યો હતો. અને સંગીત અને નૃત્યના શિક્ષકોની નિયુક્તિ રદ્દ કરવાના મુદ્દાને 'બિન-ઇસ્લામી એજન્ડો' ગણાવ્યો હતો. હવે બાંગ્લાદેશે પ્રાથમિક અને જનશિક્ષા મંત્રાલયે જાહેરાત કરી હતી કે, પ્રાથમિક શાળામાં સંગીત, નૃત્યની સાથે શારીરિક શિક્ષા આપનાર શિક્ષકનું પદ પણ દુર કર્યુ છે.
તાલિબાન જેવી સખ્ત નીતિ
બાંગ્લાદેશનો આ નિર્ણય અફઘાનિસ્તાનમાં તાલિબાનની એ સખ્ત નીતિની યાદ અપાવે છે જેમાં શાળાઓમાં સંગીત પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવાયો છે. બાંગ્લાદેશ હજુ એ સ્તર પર નથી પહોંચ્યુ. મોહમ્મદ યુનુસ તંત્રનું યુ-ટર્ન એવા સમયે આવ્યુ છે. જ્યારે કેટલાય નીતિગત નિર્ણયોમાં ઇસ્લામી સમુદાયના દબાણ આગળ ઝુક્યા હતા.













