શેખ હસીનાએ મુશ્કેલ સમયમાં તેમને સુરક્ષિત આશ્રય આપવા બદલ ભારત અને તેના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિંસક નીતિઓનો આરોપ
ઓગસ્ટ 2024માં સરકારના પતન અને વચગાળાના વહીવટની રચના પછીથી હસીના ભારતમાં સ્વ-નિર્વાસમાં જીવી રહી છે. શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ પર તેમની કટ્ટરપંથી અને હિંસક નીતિઓનો આરોપ લગાવ્યો હતો. અને દાવો કર્યો હતો કે ભારતમાં તેમના રોકાણ સામે ઢાકાનો વાંધો વાસ્તવિક કારણ નથી. શેખ હસીનાએ જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ઊંડા અને વ્યાપક છે.
શેખ હસીનાએ ભારત સરકારનો માન્યો આભાર
મોટાભાગના બાંગ્લાદેશીઓ ભારત પ્રત્યે દુશ્મનાવટ રાખતા નથી. મને સુરક્ષિત આશ્રય આપવા બદલ હું ભારતીય લોકોનો આભારી છું તેમ શેખ હસીનાએ કહ્યુ હતુ. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારત પ્રત્યે દુશ્મનાવટ તેમના દેશના હિતમાં નથી. હસીના પ્રત્યાર્પણની માંગણી વચગાળાની સરકારે હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. જેમાં શેખ હસીનાની ભારતમાં હાજરીને દ્વિપક્ષીય સંબંધોમાં તણાવનું કારણ ગણાવ્યું હતું. હસીનાએ જવાબ આપ્યો હતો કે, તણાવ ભારતમાં તેમના રોકાણને કારણે નહીં, પરંતુ વચગાળાના વહીવટની નીતિઓને કારણે હતો.
આરોપો ખોટા હતા.
હસીનાએ આરોપોને ખોટા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું, "મેં ક્યારેય સુરક્ષા દળોને ભીડ પર ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટમાં રજૂ કરાયેલા ઓડિયો અને ટ્રાન્સક્રિપ્ટ્સમાં છેડછાડ કરવામાં આવી છે. હસીનાએ કહ્યું કે તે ઇચ્છે છે કે આ કેસની સુનાવણી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત જેવી નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય અદાલતમાં થાય. વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અવામી લીગની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને ચૂંટણી પંચે પક્ષની નોંધણી સ્થગિત કરી દીધી છે.













