બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અલગ અલગ સર્વે એજન્સીઓએ જે સર્વે કર્યા હતા, તે એક્ઝિટ પોલના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. તે એ વાતનો પ્રથમ સંકેત આપી રહ્યા છે કે આ વખતે ફરી NDA સરકારમાં પરત ફરશે.


જાણો એક્ઝિટ પોલના સટીક આંકડાઓ વિશે

MATRIZE- આઈએએનએસનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે, જેમાં NDAને 147-167 સીટ તથા મહાગઠબંધનને 70-90 સીટ મળવાનું અનુમાન છે. આ સિવાય 4 અન્ય એક્ઝિટ પોલ સામે આવ્યા છે, તેમાં પણ NDAને બહુમત મળતો જોઈ શકાય છે.

JVC પોલ- ત્યારે જેવીસી એક્ઝિટ પોલમાં પણ NDAને બહુમત મળતું જોઈ શકાય છે. જેમાં એનડીએને 135-150 સીટ મળવાનું અનુમાન છે, જ્યારે મહાગઠબંધનને 88-103 સીટ મળી શકે છે તો અન્યના ખાતામાં 3-6 સીટ જવાનું અનુમાન છે.

પીપલ્સ ઈન્સાઈટ- પીપલ્સ ઈન્સાઈટના એક્ઝિટ પોલમાં પણ એનડીએને 133-148 સીટ મળી શકે છે તો મહાગઠબંધનના ખાતામાં 87-102 સીટ જઈ શકે છે. જનસુરાજને 0-2 સીટ તથા અન્ય પાર્ટીને 3-6 સીટ મળવાનું અનુમાન છે.

પોલ્સ ઓફ પોલ્સ- ત્યારે પોલ્સ ઓફ પોલ્સની વાત કરીએ તો તેમાં પણ એનડીએ જબરદસ્ત વાપસી કરતી જોઈ શકાય છે અને 138-155 સીટ મેળવી શકે છે તો મહાગઠબંધનને 82-98 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલ સ્ટાર- બિહાર ચૂંટણીને લઈ પોલ સ્ટારનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ બહુમતની સરકાર એનડીએની બનતી જોવા મળી રહી છે. પોલ સ્ટાર મુજબ એનડીએને 133-148 સીટ, મહાગઠબંધનને 87-102 અને અન્ય લોકોને 3-5 સીટ મળી શકે છે. ત્યારે જો પાર્ટી મુજબ વાત કરીએ તો ભાજપને 68-72 સીટ અને જદયુને 55-60 સીટ, લોજપાને 9-12 સીટ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે બિહારમાં બે તબક્કામાં મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરે અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે મતદાન થયું છે અને ચૂંટણીના પરિણામ 14 નવેમ્બરે શુક્રવારે જાહેર કરવામાં આવશે. 

  • Follow us on: