બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના બંને તબક્કાનું મતદાન થયા બાદ એક્ઝિટ પોલના પરિણામ પણ સામે આવ્યા છે. રૂઝાનમાં ફરી એક વખત NDA સરકાર પરત આવવા તરફ ઈશારો કરી રહ્યું છે. એક્સિસ માય ઈન્ડિયાના સર્વે મુજબ NDAને 121થી 141 સીટ મળવાનું અનુમાન છે, જ્યારે મહાગઠબંધનને 98થી 118 સીટ મળી શકે છે.


તમામ લોકોની નજર 14 નવેમ્બર પર

એટલે કે આંકડા સાફ જણાવી રહ્યા છે કે જનતાએ નીતિશ કુમાર પર ફરી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બિહારની 243 વિધાનસભા સીટના 2,154 ગામ અને શહેરમાં થયેલા એક્સિસ માય ઈન્ડિયાના આ સર્વેમાં 42,031 લોકોએ ભાગ લીધો. બંને ગઠબંધનો NDA અને મહાગઠબંધનના નેતા પોતાની જીતના દાવા કરી રહ્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે 18 નવેમ્બરે શપથ લેશે. બીજી તરફ NDAનો દાવો છે કે આ વખતે તેમની જીત 2010ના બહુમતથી પણ મોટી હશે. ત્યારે હવે હાલમાં તમામ લોકોની નજર 14 નવેમ્બર પર છે, જ્યારે પરિણામ જાહેર થશે.

ભોજપુર વિસ્તારમાં NDAને 27 સીટ મળવાનું અનુમાન

સર્વેમાં એ પણ સામે આવ્યું કે બિહારમાં સૌથી મોટી પાર્ટી આરજેડી હોય શકે છે. ભાજપને 50થી 56 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે જેડીયુને 56-62 સીટ મળી શકે છે. હવે આરજેડીની વાત કરીએ તો 67-76 સીટ લાલુની પાર્ટી જીતી રહી છે. સર્વે મુજબ ભોજપુર વિસ્તારમાં NDAને 27 સીટ મળવાનું અનુમાન છે, ત્યારે મહાગઠબંધનને 21 સીટ મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો NDAને 42 તો મહાગઠબંધનને 40 ટકા મત મળ્યા છે.

મહિલા મતદારોએ NDAને લીડ આપી

એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં બિહારમાં NDAને 121થી 141 સીટ મળવાનું અનુમાન છે, ત્યારે મહાગઠબંધનને 98થી 118 સીટ મળી શકે છે. એટલે કે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં પણ NDA સરકાર બનતી જોવા મળી રહી છે. આ સિવાય જનસુરાજને 0-2, AIMIMને 0-2 અને અન્યને 1થી 5 સીટ મળવાનું અનુમાન છે. આ વખતે પણ મહિલા મતદારોએ NDAને લીડ આપી છે. સર્વે મુજબ 45 ટકા મહિલાઓએ NDAને મત આપ્યા, જ્યારે પુરૂષોમાં આ આંકડો 41 ટકા રહ્યો. જ્યારે મહાગઠબંધનને પુરૂષોથી 42 ટકા અને મહિલાઓથી 40 ટકા મત મળ્યા છે. જ્યારે જન સુરાજ પાર્ટીને પુરૂષોથી 5 ટકા અને મહિલાઓમાં 3 ટકા મત મળ્યા. જ્યારે અન્ય પાર્ટીને બંને વર્ગોમાં સમાન રીતે 12 ટકા મત મળ્યા છે. 

  • Follow us on: