બિહારમાં સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે એટલે કે 20 નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ છે.. પટનાના ગાંધી મેદાનમાં શપથ સમારોહ છે. તે પહેલા એનડીએમાં મંત્રાલયની વહેંચણી થઇ રહી છે. સ્પીકર પદને લઇને ખેંચમતાણ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સ્પીકર પદ બીજેપીના ભાગે આવી શકે ચે.


સ્પીકર પદ બીજેપીના ફાળે આવી શકે 

પ્રેમ કુમાર બિહાર વિધાનસભાના નવા સ્પીકર હોઇશકે છે. આજે થનારી એનડીએની બેઠકમાં સીએમ પદને લઇને નીતિશના નામ પર મ્હોર લાગી શકે છે. પ્રેમ કુમાર ગયાજીથી ધારાસભ્ય છે. તેઓ સતત 9 વખત જીત્યા છે. તેઓ નીતિશ સરકારમાં મંત્રી છે. જ્યારે ડે સીએમ વિજય કુમાર સિંહાએ કહ્યું કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે નિભાવવા હું તૈયાર છું.

પ્રેમ કુમાર કોણ છે?

પ્રેમ કુમાર ગયાથી સતત નવમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ આ બેઠક પરથી હાર્યા નથી. આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માંથી આવતા, પ્રેમ કુમાર રાજ્યમાં ભાજપનો એક અગ્રણી ચહેરો છે.

2015 ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવતા હતા. નીતીશ કુમારની પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ), આ ચૂંટણીમાં NDA સાથે ગઠબંધન ન કરતી હતી, મહાગઠબંધનના ભાગ રૂપે ચૂંટણી લડી હતી.


પ્રેમ કુમારે 1990 માં ગયા શહેર બેઠક પરથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 2015 ની ચૂંટણીમાં, જ્યારે JDU ભાજપ સાથે ગઠબંધન ન કરતી હતી ત્યારે પણ પ્રેમ કુમાર ત્યાંથી જીત્યા હતા. તેમણે 2015 થી 2017 સુધી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી.

ગૃહ મંત્રાલય કોની પાસે રહેશે? 

ભાજપ આ વખતે ગૃહ મંત્રાલય અને શિક્ષણ વિભાગ જાળવી રાખવા માંગે છે. આ હાંસલ કરવા માટે તે આરોગ્ય અને નાણાં મંત્રાલય છોડી દેવા તૈયાર છે. અહેવાલો અનુસાર JDU મોટાભાગે શિક્ષણ મંત્રાલય છોડવા માટે તૈયાર છે, પરંતુ ગૃહ મંત્રાલય હજુ પણ વણઉકેલાયેલું છે. બંને પક્ષોનો હિસ્સો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. હવે એકમાત્ર વાસ્તવિક મતભેદ ગૃહ મંત્રાલયને લઈને છે, જે નીતિશ કુમાર રાખવા માંગે છે.


  • Follow us on: