બિહારમાં નવી સરકારની રચના થવાની છે. 20 નવેમ્બરે શપથ સમારોહ યોજાવાનો છે. પરંતુ બિહારના સીએમ કોણ બનશે તેની પર હજી કોઇ સ્પષ્ટતા થઇ નથી. તેવામાં હવે 19 નવેમ્બરે બીજેપી ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. કેશવ પ્રસાદ મૌર્યને નિરીક્ષક બનાવ્યા છે. સાધ્વી નિરંજન જ્યોતિ અને અર્જુનરામ મેઘવાલને પણ નિરીક્ષક બનાવ્યા છે. સવારે 10 કલાકે પટનામાં ધારાસભ્ય દળની બેઠક થશે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિરીક્ષકોની નિમણૂંક કરી છે.
સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
આ બેઠકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા ચૂંટાશે. આવતીકાલે ભાજપ માટે મહત્વપૂર્ણ દિવસ છે. બિહારમાં શપથવિધિ સમારોહ 20 નવેમ્બરે યોજાવાનો છે. તે પહેલાં બધા પક્ષો તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. સર્વપક્ષીય બેઠકો બાદ NDA વિધાનસભા પક્ષની બેઠક થશે. આ બેઠકમાં NDA વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટાયેલા નેતા રાજ્યપાલ પાસે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ સમગ્ર પ્રક્રિયા આવતીકાલ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.













