બિહાર વિધાનસભામાં એક રસપ્રદ અને ગંભીર ચર્ચા થઈ. પ્રખ્યાત ગાયિકા અને અલીનગરના ધારાસભ્ય મૈથિલી ઠાકુરે તેમના વિસ્તારની હોસ્પિટલની ખરાબ સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો અને સરકારના લેખિત પ્રતિભાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો.


જ્યારે સદનમાં મૈથિલી ઠાકુર કહ્યું કે ...

તેઓએ સદનમાં બોલતા જણાવ્યું કે  જ્યારે કાગળ પર "બધું બરાબર છે" એવો દાવો કરવામાં આવ્યો છે તેનાથી હું સહમત નથી. કારણ કે  વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. ધારાસભ્ય મૈથિલીએ ગૃહમાં જણાવ્યું કે મંત્રીના જવાબમાં જણાવાયું છે કે ઇમારત જર્જરિત નથી તેને ફક્ત સમારકામની જરૂર છે. પરંતુ હું પોતે ત્યાં ગઈ છું.  આ ઇમારત સંપૂર્ણપણે જર્જરિત છે, અને સમગ્ર આરોગ્યસંભાળ વ્યવસ્થા એક નાના ઓરડા સુધી સીમિત રહી ગઇ છે. 

હોસ્પિટલ જર્જરિત છે 

મૈથિલીએ સમજાવ્યું કે પહેલા બે MBBS ડૉક્ટર હતા, પરંતુ હવે આ હોસ્પિટલ ફક્ત આયુષ ડૉક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે 40,000 થી 50,000 લોકોની વસ્તી માટે ઓછામાં ઓછા બે MBBS ડૉક્ટરોની માંગ કરી હતી. આ હોસ્પિટલ બે મુખ્ય બ્લોક, અલીનગર અને ઘનશ્યામપુરના મધ્યમાં સ્થિત છે, અને હજારો લોકો લાભ લઈ શકે છે.


આરોગ્ય મંત્રીને કરી વિનંતી 

યુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુરે તેમના સંબોધનમાં રાજનીતિ અને મર્યાદાનું અદ્ભૂત સંતુલન જાળવ્યું હતું. તેમણે આરોગ્ય પ્રધાનને સંબોધતા કહ્યું કે હું બાળપણથી જ તેમને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં કામ કરતા જોઈ રહી છે, તેથી આ કોઈ પ્રશ્ન નથી પરંતુ 'વિનંતી' છે કે જાહેર હિતને ધ્યાને રાખીને હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવે. તેમની શૈલીએ ગૃહમાં હાજર દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. 

બિહારના મધુબની જિલ્લામાં જન્મેલી, મૈથિલી ઠાકુર, તેના બે ભાઈઓ સાથે લોક અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, હાર્મોનિયમ અને તબલા અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તાલીમ પામેલી છે.  મૈથિલી, ભોજપુરી અને હિન્દીમાં બિહારના પરંપરાગત લોકગીતો ગાય છે. નોંધનીય છે કે ગયા વર્ષે, ગાયિકાએ ભાજપની ટિકિટ પર દરભંગાની અલીનગર બેઠક જીતી હતી.

  • Follow us on: