બિહાર અને ઝારખંડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સોન નદીના પાણીની વહેંચણીના મુદ્દાને ઉકેલવા માટે મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. નવી દિલ્હીમાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યો વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/2094401298380767430
મંત્રી સીઆર પાટીલ પર રહ્યા હાજર
આ MoU પર બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની હાજરીમાં હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે બંને રાજ્યોના સંબંધિત અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મુદ્દો લાંબા સમયથી પડતર હતો
સોન નદીના પાણીની વહેંચણીનો મુદ્દો બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. પાણીના ઉપયોગ, ઉપલબ્ધતા અને વહેંચણીને લઈને રહેલા મતભેદોને કારણે આ મુદ્દો લાંબા સમયથી પડતર હતો. હવે બંને રાજ્યો વચ્ચે થયેલી આ સમજૂતીથી પાણીની વહેંચણીને લઈને સહમતિનો માર્ગ મોકળો થયો છે. MoUને બિહાર અને ઝારખંડ વચ્ચેના જળ સહયોગની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે
બંને રાજ્યોના અધિકારીઓ અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોની હાજરીમાં થયેલી આ સમજૂતીથી સોન નદીના પાણીના વ્યવસ્થિત ઉપયોગ અને વહેંચણી માટે આગળની પ્રક્રિયાને વેગ મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકારની મધ્યસ્થીમાં થયેલી આ પહેલથી બંને રાજ્યો વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો પાણીનો મુદ્દો ઉકેલવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. હવે MoU મુજબની વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો