બિહારની રાજધાની પટનામાં જાણીતા શિક્ષક ફૈસલ ખાનની કોચિંગ સંસ્થા ખાન ગ્લોબલ સ્ટડીઝ ફરી એકવાર વિવાદમાં આવી છે. બિહાર ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સંસ્થામાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનમાં ગંભીર ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન અનેક ખામીઓ સામે આવી
અધિકારીઓના જણાવ્યા મુજબ કોચિંગ સંસ્થાઓમાં સુરક્ષા ધોરણોની તપાસ અભિયાન દરમિયાન ખાન ગ્લોબલ સ્ટડીઝમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. બિહાર ફાયર વિભાગના ડીઆઈજીએ જણાવ્યું કે સંસ્થાને જરૂરી સુધારા કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંસ્થા સામે કડક કાર્યવાહી થઈ શકે છે અને કોચિંગ સેન્ટર બંધ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.












