ભારત 13 ઓક્ટોબર, 2026 ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ BIMSTEC ગૃહમંત્રીઓની બેઠકનું આયોજન કર્યુ. આ બેઠકને ભારત માટે સન્માનની વાત ગણાવતા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બેઠક આતંકવાદ, આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ, ડ્રગ હેરફેર, કટ્ટરપંથીકરણ, ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ અને સાયબર ધમકીઓ સામે લડવા માટે સભ્ય દેશોના સહિયારા સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે તમામ સભ્ય રાષ્ટ્રો મજબૂત સંકલન અને પરસ્પર સહયોગ દ્વારા BIMSTEC ક્ષેત્રને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

આતંકી ફંડિંગ પર કાર્યવાહી થાય- અમિત શાહ

BIMSTECમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે  નશા કારોબારીઓની સંપત્તિ જપ્ત થશે.  એકદેશના પ્રયાસથી અપરાધ નહી રોકાય.  નશાના કારોબાર વિરુદ્ધ બિમસ્ટેકના દેશો સહયોગ કરે.  માનવ તસ્કરી વિરુદ્ધ અભિયાન જાહેર.  નશાનો ઉપયોગ આતંક માટે થાય છે. તમામ દેશોએ મળીને ડ્રગ્સ સામે લડવુ પડશે.  આતંકી ફંડિગ પર કાર્યવાહી થાય. સાયબર સુરક્ષા માટે પગલા ભરો. તમામ દેશોનો પરસ્પર સહયોગ જરૂરી છે. ભારત શાંતિ અને માનવ કલ્યાણના પક્ષમાં છે. ડ્રગ તસ્કરો સામે કાર્યવાહી થાય.  

https://x.com/ANI/status/2109897058652229962?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109897058652229962%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

બિમસ્ટેકની યજમાની કરવી ભારત માટે ગૌરવ- અમિત શાહ 

"BIMSTEC (બિમસ્ટેક) ના ગૃહમંત્રીઓની પ્રથમ બેઠકનું આયોજન કરવું એ ભારત માટે અત્યંત ગૌરવ અને સૌભાગ્યની વાત છે. એક રીતે જોઈએ તો, BIMSTEC પ્રાદેશિક એકીકરણ, આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટે એક આવશ્યક મંચ બની ગયું છે. 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાથે ભારત આજે આગળ વધી રહ્યું છે. અમે હંમેશાં શાંતિ, સહ-અસ્તિત્વ અને માનવ કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યા છીએ અને આજે પણ તે માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કરવામાં કે તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરવામાં માન્યું નથી. ભારતે હંમેશાં દરેક દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવામાં તથા મતભેદોના શાંતિપૂર્ણ ઉકેલમાં વિશ્વાસ રાખ્યો છે."

https://x.com/ANI/status/2109898732011671962?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109898732011671962%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


નવી દિલ્હીમાં યોજાયેલી પ્રથમ BIMSTEC ગૃહમંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 4 એપ્રિલ 2025ના રોજ, છઠ્ઠી BIMSTEC સમિટ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે BIMSTEC એ આપણા માટે માત્ર એક પ્રાદેશિક મંચ જ નથી, પરંતુ સર્વસમાવેશી વિકાસ અને સુરક્ષાનું એક મોડેલ પણ છે. આ વિચારને આગળ વધારતા, ગૃહમંત્રીઓ તરીકે આજે આપણી જવાબદારી છે કે આપણે આપણા સહયોગને એક વ્યવહારુ પ્રણાલીમાં પરિવર્તિત કરીએ, જેથી આપણા નાગરિકોની સુરક્ષા અને આપણી એજન્સીઓની ક્ષમતા વધુ મજબૂત બને.


આ પણ વાંચો: RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો... RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો