ઉત્તરપ્રદેશમાં બર્ડ ફ્લૂએ હાહાકર મચાવી દીધો છે. ત્યારે બર્ડ ફ્લુના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના તમામ પક્ષીઘરો, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને ગૌશાળાઓમાં સુરક્ષા વધારવા માટે આદેશ કર્યા છે. એક સત્તાવાર નિવેદન મુજબ મુખ્યપ્રધાને પક્ષીઘરના પરિસરોની નિયમિત સફાઈ કરવાનો આદેશ આપ્યો છે અને કેન્દ્ર તથા રાજ્યના દિશાનિર્દેશો તાત્કાલિક લાગુ કરવા ભાર આપ્યો છે.


 પ્રસારને રોકવા માટે લેવાયા પગલાં

સફાઈ ઉપાયોમાં જો જરૂર હશે તો બ્લો-ટોર્ચનો ઉપયોગ અને તમામ જાનવરો અને પક્ષીઓની જરૂરી સ્વાસ્થ્ય તપાસ પણ સામેલ છે. તેમને કહ્યું કે જાનવરોને આપવામાં આવતા ભોજનની પહેલા તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ ભોજન આપવામાં આવે અને સુરક્ષાના નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કર્મચારીઓની ડ્યૂટી જોખમ સ્તરના આધાર પર લગાવવામાં આવી જોઈએ. મુખ્યપ્રધાને નિર્દેશ આપ્યો કે પક્ષીઘરના કર્મચારીઓ બર્ડ ફ્લૂ, જેને વૈજ્ઞાનિક રીતે એવિયન ઈન્ફ્લૂએન્જા કહેવામાં આવે છે. જેને શોધવા અને તેના પ્રસારને રોકવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે અને સાથે જ તેમને પીપીઈ કિટ અને સુરક્ષા ઉપકરણોથી પણ સજ્જ કરવામાં આવે.

એક રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો

મુખ્યપ્રધાને ઉત્તર પ્રદેશના તમામ પોલ્ટ્રી ફાર્મો પર પણ કડક નજર રાખવા આહ્વાન કર્યુ છે. તે સિવાય સ્વાસ્થ્ય વિભાગને લોકો પર બર્ડ ફ્લૂના સંભવિત પ્રભાવનો અભ્યાસ કરવા અને સામાન્ય લોકોમાં સંક્રમણનો પ્રસાર રોકવા માટે એક રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. તે સિવાય મુખ્યપ્રધાને કેન્દ્રીય પક્ષીઘર ઓથોરિટી, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, સ્વાસ્થ્ય મંત્રાલય, મત્સ્ય પાલન અને ડેરી વિભાગ અને ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાનની સાથે સતત સંકલન જાળવવા માટે તેમની ભલામણોનો સમયસર અમલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. 

  • Follow us on: