શનિવારે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા એક શક્તિશાળી વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના પાંચથી છ વાહનો નાશ પામ્યા હતા અને 8ના મોત થયા છે તો 24 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને રસ્તા પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટના અંગે પીએમ મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. પોલીસે જણાવ્યું કે ચાલુ કારમાં વિસ્ફોટ થયો હતો અને કાર ધીમે ધીમે ચાલતી હતી
એક શંકાસ્પદની અટકાયત
પોલીસે કહ્યું કે જ્યારે કારમાં બ્લાસ્ટ થયો ત્યાર કારમાં કેટલાક લોકો પણ બેઠેલા હતા. એક શંકાસ્પદની અટકાયત કરાઇ છે . અને તેની પૂછપરછ કરાઇ રહી છે.
અચાનક એટલો જોરદાર વિસ્ફોટ થયો કે હું મારી ખુરશી પરથી પડી ગયો
આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી ઇમારતોની બારીઓ પણ ઉડી ગઈ હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "હું મારી દુકાનમાં બેઠો હતો ત્યારે અચાનક એટલો જોરદાર વિસ્ફોટ થયો કે હું મારી ખુરશી પરથી પડી ગયો. મેં મારા જીવનમાં ક્યારેય આટલો શક્તિશાળી વિસ્ફોટ સાંભળ્યો ન હતો."
દિલ્હીમાં વિસ્ફોટથી ગભરાટ ફેલાયો
બીજા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તે ઘરે હતો અને જ્યારે તે ટેરેસ પર ગયો ત્યારે તેણે આકાશમાં આગની જ્વાળાઓ જોતી જોઈ. આગ એટલી તીવ્ર હતી કે દરેક જગ્યાએ અરાજકતા ફેલાઈ ગઈ. ANI સાથે વાત કરતા, એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, "જ્યારે અમે પહોંચ્યા, ત્યારે અમે રસ્તા પર કોઈનો હાથ પડેલો જોયો. અમે સ્તબ્ધ થઇ ગયા હતા. આ દ્રશ્યનું વર્ણન કરી શકાય તેમ નથી. નજીકની ઘણી કારને નુકસાન થયું હતું, અને શરીરના ભાગો રસ્તા પર વિખેરાયેલા હતા. કોઈ સમજી શક્યું નહીં કે શું થયું.
વિસ્ફોટ ઇકો વાનમાં થયો
શંકા છે કે વિસ્ફોટ ઇકો વાનમાં થયો હતો, જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ઘાયલોને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ ઘણા ઘાયલોની સ્થિતિ ગંભીર ગણાવી છે.
વિસ્ફોટના કારણ અને સ્ત્રોતની તપાસ
ફાયર બ્રિગેડ અને પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે, અને દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓ વિસ્ફોટના કારણ અને સ્ત્રોતની તપાસ કરી રહી છે.