બીએમસીની ચૂંટણી ચાલી રહી છે. સવારે 9.30 કલાક સુધીમાં 7 ટકા મતદાન થયુ છે. રાજકીય દિગ્ગજો વોટિંગ કરવા પહોંચ્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ મુંબઈના એક મતદાન મથક પર મતદાન કર્યું. તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીના સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો. તેમણે શાહીને બદલે માર્કર પેનના ઉપયોગ પર પ્રશ્ન ઉઠાવ્યો અને મતદાન પ્રક્રિયામાં છેડછાડ કરવાના પ્રયાસોની ચેતવણી આપી.
શાહીને બદલે માર્કર પેનનો ઉપયોગ- રાજ ઠાકરે
તેમણે કહ્યું કે હું શાહીને બદલે માર્કર પેનના ઉપયોગ તરફ ધ્યાન દોરવા માંગુ છું. તેઓ કોઈપણ કિંમતે ચૂંટણી જીતવા માંગે છે. તેઓ આ હાંસલ કરવા માટે કંઈ પણ કરશે. અમે નકલી અને ડુપ્લિકેટ મતદારો અને VVPATનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે તેઓ શાહીને બદલે માર્કર પેનનો ઉપયોગ કરી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે. આવી કપટી ચૂંટણીઓ નકામી છે. હું નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરું છું.













