આ વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં સેવા કર્યા બાદ હવે અદાણી ગ્રુપે પુરી, ઓડિશાની પ્રસિદ્ધ રથ યાત્રામાં પણ સેવા શરૂ કરી દીધી છે. ભગવાન જગન્નાથના મંદિરની આ 9 દિવસની રથ યાત્રા જોવા માટે દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો આવે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે 'સેવા જ સાધના છે'. આ વિચાર સાથે ગ્રુપે 26 જૂનથી 8 જુલાઈ સુધી ચાલનારી રથયાત્રામાં ભક્તો અને અધિકારીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે.


ભક્તો અને અધિકારીઓને મફત અને પૌષ્ટિક જમવાનું મળશે

આ વખતે લગભગ 40 લાખ લોકોને મફત જમવાનું અને ઠંડા પીણા આપવામાં આવશે. પુરીમાં ઘણી જગ્યાએ જમવાના કાઉન્ટર લગાવવામાં આવ્યા છે, જ્યાં ભક્તો અને અધિકારીઓને મફત અને પૌષ્ટિક જમવાનું મળશે. ઓડિયાની ગરમીથી બચવા માટે શહેરમાં ઠંડા પીણા પણ મફતમાં મળશે. અદાણી ગ્રુપ સ્થાનિક લોકોની સાથે મળીને કામ કરી રહ્યું છે. તેમને પુરીના દરિયાઈ વિસ્તારને સાફ રાખવા માટે ખાસ પગલા લીધા છે. પ્લાસ્ટિકના કચરાને હટાવવા માટે સ્વયંસેવકોની ટીમો કામ કરી રહી છે. આ સિવાય પુરી બીચ લાઈફગાર્ડ મહાસંઘના લાઈફગાર્ડસને પણ મદદ આપવામાં આવી રહી છે. તમામ સરકારી સ્વયંસેવકોને મફ્તમાં ટી-શર્ટ આપવામાં આવી રહી છે અને નગરપાલિકાના કર્મચારીઓને સેફ્ટી જેકેટ પણ મળી રહ્યા છે.

આ સેવા ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનનો ભાગ

આ સમગ્ર સેવા અદાણી ગ્રુપ, જિલ્લા તંત્ર, ઈસ્કોન અને સ્થાનિક કાર્યકર્તાઓના સંગઠનોની સાથે મળીને કરવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન પહેલા જ ઓડિશાના ગામડામાં સ્વાસ્થ્ય, શાળા અને રોજગાર જેવા કામ કરી રહ્યું છે. આ સેવા ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનનો ભાગ છે. આ વર્ષની શરૂઆતમાં અદાણી ગ્રુપે મહાકુંભ મેળામાં મોટી સેવા કરી હતી. 45 દિવસ સુધી ચાલેલા આ મેળામાં ઈસ્કોન અને ગીતા પ્રેસની સાથે મળીને લાખો ભક્તોની મદદ કરવામાં આવી. 

  • Follow us on: