અમેરિકાની ટેક કંપની Amazonએ ભારતમાં 2026થી 2030 દરમિયાન કુલ 48 અબજ ડોલર (લગભગ 4.1 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO એન્ડી જેસીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ યોજના અંગે ચર્ચા કરી.

અમેરિકાની ટેક કંપની Amazonએ ભારતમાં 2026થી 2030 દરમિયાન કુલ 48 અબજ ડોલર (લગભગ 4.1 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO એન્ડી જેસીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ યોજના અંગે ચર્ચા કરી.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ રોકાણનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે આ પગલાથી ભારતના યુવાનો માટે રોજગાર તથા નવી તકો ઊભી થશે. તેમણે કહ્યું કે આ રોકાણ ભારત પ્રત્યે વૈશ્વિક રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે. કંપનીએ જણાવ્યું છે કે નવા રોકાણ સાથે 2026થી 2030 દરમિયાન ભારતમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેનું કુલ રોકાણ 21 અબજ ડોલરથી વધુ થશે. આ રોકાણ વૈશ્વિક ટેક કંપનીઓ દ્વારા ભારતમાં AI અને ક્લાઉડ ક્ષેત્રમાં કરવામાં આવેલા સૌથી મોટા રોકાણોમાંનું એક ગણાશે.
એમેઝોને વધુમાં જણાવ્યું કે 2010થી 2030 દરમિયાન ભારતમાં તેનું કુલ રોકાણ 88 અબજ ડોલરથી વધુ થઈ જશે. તેમાં ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ, ડેટા સેન્ટર, AI, ક્લાઉડ સેવાઓ, લોજિસ્ટિક્સ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કંપની આગામી વર્ષોમાં પોતાના ઓપરેશન અને ડિલિવરી નેટવર્કનું પણ વિસ્તરણ કરશે, જેના કારણે ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ સેવાઓ વધુ મજબૂત બનશે. AI ક્ષેત્રમાં વધતા વૈશ્વિક રોકાણોની વચ્ચે એમેઝોનનું આ પગલું ખાસ મહત્વનું માનવામાં આવે છે.
નિષ્ણાતોના મતે આ રોકાણથી દેશમાં નવી નોકરીઓનું સર્જન થશે, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે અને ભારતીય કંપનીઓને AI આધારિત સેવાઓ વિકસાવવામાં મદદ મળશે. ભારતના ઝડપથી વધતા ડિજિટલ બજાર, કરોડો ઈન્ટરનેટ યુઝર્સ અને ટેક્નોલોજી અપનાવવાની ગતિને ધ્યાનમાં રાખીને એમેઝોન લાંબા ગાળાના વિકાસ પર દાવ લગાવી રહ્યું છે.
આ પણ વાંચો : લોકસભા-રાજ્યસભામાં મોદી સરકાર બે તૃતીયાંશ બહુમતી નજીક પહોંચી, સમજો સમીકરણ અને મહત્વ