ભારત તેલ અને ગેસની વધતી કિંમતો, વેપાર માર્ગો બંધ થવા અને ભારતીય અર્થતંત્ર તથા પ્રવાસી ભારતીયો મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
ઇરાનના વિદેશમંત્રી સાથે ફોન પર વાતચીત
મિડિલ ઇસ્ટમાં યુદ્ધથી વધતા તણાવની વચ્ચે ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ડૉ.એસ.જયશંકરે ઇરાની સમકક્ષ સાથે ફોન પર વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પોસ્ટમાં તેઓએ કહ્યુ છે કે, આજે બપોરે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાત થઇ હતી. તો ડૉ.એસ.જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર ઓમાનના વિદેશમંત્રી સૈયદ બદ્ર બિન હમદ બિન હમૂદ અલબુસૈદી સાથે પણ વાત કરી હતી.
https://twitter.com/DrSJaishankar/status/2029520131295187056
ભારતે વાતચીતથી સમાધાન કરવા આપ્યો ભાર
ભારતે ઇરાન-યૂએસ સંઘર્ષને જલદી ખત્મ કરવા માટે વાતચીત અને કૂટનીતિની અપીલ કરી હતી. જેમાં પશ્ચિમ એશિયામાં રહેનાર એક કરોડ ભારતીયના હિતની સુરક્ષા પર ભાર આપ્યો હતો. અને જો યુદ્ધ ન રોકાય તો અર્થવ્યવસ્થા પર થનાર અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ઇરાનની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કર્યા બાદ તેલની કિંમત વધારી છે. વિશ્વની સૌથી મોટી નિર્યાતકોમાંની એક કતરએનર્જીને પોતાની ઉત્પાદન સાઇટ પર હુમલા બાદ ઉત્પાદન રોક્યુ છે. જેના કારણે ગેસની કિંમતો વધી છે.
https://twitter.com/DrSJaishankar/status/2029522979026256168
મિડિલ ઇસ્ટમાં વોરથી ભારત ચિંતિત
વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે કે, આ બેકગ્રાઉન્ડમાં ભારત વાતચીત અને ડિપ્લોમેસીની પોતાની માગને ફરી જાહેર કરે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જે લોકો મોતને ભેટ્યા છે. તેઓ માટે શાંતિની પ્રાર્થના કરાઇ છે. બાદમાં વેપાર અંગે વાત કરતા કહ્યુ કે, ભારતની ટ્રેડ અને એનર્જી સપ્લાઇ ચેન આ વિસ્તારમાંથી પસાર થાય છે. તેથી કોઇપણ માર્ગ બંધ કરાશે તો તેની અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે.
આ પણ વાંચોઃ Nancy Grewal Murder: યુટ્યુબર નેન્સી ગ્રેવાલના માતા તેજિંદર કૌરે પુત્રીની હત્યા મામલે કર્યા ખુલાસા
