નેન્સીના માતાએ આરોપ લગાવ્યો છે કે, ખાલિસ્તાનીઓએ દુશ્મનીમાં નેન્સીના ઘરમાં ઘુસીને તેની હત્યા કરાઇ છે.

માતા તેજિંદર કૌરના ખુલાસા

કેનેડાના લાસેલમાં મૂળ પંજાબની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ તેના ઘરમાં ઘુસીને તેના પર ચાકુથી વાર કર્યો હતો. જેમાં નેન્સી ગંભીરરુપથી ઘાયલ થઇ હતી. અને લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. નેન્સીને જ્યારે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યુ હતુ હતુ ત્યારે તેણે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ બધી પરિસ્થિતિઓની વચ્ચે નેન્સીના માતા તેજિંદર કૌર મીડિયા સામે આવ્યા છે. અને મહત્ત્વના ખુલાસા કર્યા છે.

પુત્રના ઘરની કરાઇ હતી રેકીઃ તેજિંદર કૌર

તેજિંદર કૌરે જણાવ્યુ છે કે, જસવીર સિંહ રોડેના સાળા, અવતાર સિંહ, મારી પુત્રી સામે દ્વેષ રાખતા હતા. તે તેના પર માફી માંગવા માટે દબાણ કરી રહ્યો હતો. માતાએ સીધો આરોપ લગાવ્યો કે, લાસેલ વિન્ડસર ખાલિસ્તાની ગુરુદ્વારાઓથી ભરેલું છે અને ત્યાંના લોકોએ તેની પુત્રીની હત્યા કરી છે. તેણીએ વધુમાં કહ્યું હતુ કે, નેન્સી પર અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઘરને આગ લગાવવામાં આવી હતી. પરંતુ તે બચી ગઈ હતી. ઘટનાના થોડા દિવસ પહેલા, એક શંકાસ્પદે રેકી કરી હતી, પરંતુ સીસીટીવી જોયા પછી તે ભાગી ગઈ હતી.

કેનેડામાં નેન્સીનું જીવન કેવું હતું?

નેન્સી 2018 માં કેનેડા ગઈ. તેણીએ ત્યાં નર્સિંગનો કોર્સ પૂર્ણ કર્યો અને બે કંપનીઓમાં સખત મહેનત કરી રહી હતી. લુધિયાણામાં જન્મેલી અને જલંધરની રહેવાસી, નેન્સી ગાયિકા અને કોમેન્ટેટર તરીકે ઓનલાઈન ખૂબ જ લોકપ્રિય હતી. તેણીની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ હતા. લાસેલ પોલીસ વડા માઈકલ પિયર્સે ઘટનાની પુષ્ટિ કરી, તેને એક લક્ષિત પરંતુ અલગ ઘટના ગણાવી. ફોરેન્સિક ટીમોએ ઘરની નજીકના ફૂટપાથ, પાર્કિંગ લોટ અને ડ્રાઇવ વે પરથી પુરાવા એકત્રિત કર્યા હતા.

આ પણ વાંચોઃ Ali Khameneiના મોત પર ભારતે વ્યક્ત કર્યો શોક, ઇરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી