મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિસ્તારમાં સર્જાયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ હવે ભારતની હવાઈ સેવાઓ પર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની સપ્લાયમાં અનિશ્ચિતતા ઊભી થતાં ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે. તેના પરિણામે દેશની બે મોટી એરલાઈન કંપનીઓ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
https://twitter.com/ANI/status/2059581141657755657
એર ઈન્ડિયા 22% સુધી ફ્લાઇટ્સ ઘટાડશે
આ ઘટાડો 1 જૂન 2026થી અમલમાં આવશે અને આગામી 90 દિવસ સુધી ચાલુ રહેશે. વધતી ઈંધણની કિંમતોને કારણે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) મોંઘું બન્યું છે, જેના કારણે એરલાઈન કંપનીઓ પર ખર્ચનો મોટો બોજો આવ્યો છે. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા પોતાની ઘરેલુ ઉડાનોમાં સૌથી મોટો ઘટાડો કરવા જઈ રહી છે. કંપની હાલમાં દર અઠવાડિયે અંદાજે 3,800 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, જેમાંથી આશરે 22 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.
બીજી તરફ દેશની સૌથી મોટી બજેટ એરલાઈન ઈન્ડિગો પણ પોતાના ઓપરેશન્સમાં 5થી 7 ટકા સુધી ઘટાડો કરશે. ઈન્ડિગો દરરોજ લગભગ 1,950 ફ્લાઇટ્સ ચલાવે છે, તેથી આ ઘટાડો પણ હજારો મુસાફરોને અસર કરી શકે છે.
શું છે ભાવ વધારાનું મુખ્ય કારણ?
એરલાઈન કંપનીઓના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમતોમાં થયેલો રેકોર્ડ વધારો છે. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉછાળો અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવનો સીધો પ્રભાવ ભારતીય એવિએશન સેક્ટર પર પડ્યો છે. હવાઈ સેવાઓમાં ઘટાડાને કારણે મુસાફરોને ટિકિટના વધેલા ભાડા, મર્યાદિત ફ્લાઈટ વિકલ્પો અને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : Supreme Courtનો ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર મોટો નિર્ણય, 28 ટકા GST લાગુ રહેશે