જો આ અઠવાડિયે તમને ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવો, રોકડ જમા કરાવવી કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય તો રજાઓની તારીખો જાણી લેવી જરૂરી છે. ઓગસ્ટ 2026માં તહેવારો અને મહિનાના ચોથા શનિવારને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. બેન્ક હોલિડે રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેન્કો માટે રજા રહે છે.
- 19 ઓગસ્ટ, બુધવાર: ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિના કારણે બેન્કોમાં રજા રહેશે.
- 22 ઓગસ્ટ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્ક શાખાઓ બંધ રહેશે.
- 23 ઓગસ્ટ, રવિવાર: સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.
આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.
