પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક સપ્લાય ચેઈનના વિક્ષેપોને ધ્યાનમાં લેતાં ભારત સરકારે મહત્વના પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર સંપૂર્ણ કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ છૂટ 30 જૂન, 2026 સુધી લાગુ રહેશે.

https://twitter.com/ANI/status/2039561690719871052


આ ઉદ્યોગોને મળશે રાહત

સરકારના આ નિર્ણયથી પેટ્રોકેમિકલ ફીડસ્ટોક અને ઈન્ટરમિડિયેટ્સ પર આધાર રાખતા અનેક ઉદ્યોગોને રાહત મળશે. તેમાં પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટોમોટિવ ઘટકો અને અન્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ કસ્ટમ્સ ડ્યુટી મુક્તિ ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને તેનાથી અંતિમ ઉત્પાદનોના ભાવ પર પણ સકારાત્મક અસર પડશે.

સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનું લક્ષ્ય

ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે વૈશ્વિક સપ્લાય ચેઈનને લગતા અસ્વસ્થ પરિસ્થિતિના કારણે આયાત ખર્ચ વધતો રહ્યો છે. સરકારે પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ડ્યુટી છૂટ આપીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું અને સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પગલાંથી ઉત્પાદકો માટે સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને વિદેશી બજારો પર ભાર ઘટાડવામાં મદદ મળશે.

ગ્રાહકોને શું થશે ફાયદો?

ગ્રાહકોને પણ આ નિર્ણયનો લાભ મળશે, કારણ કે પેટ્રોકેમિકલ પર આધારિત ફાઈનલ પ્રોડક્ટ્સ, જેમ કે પ્લાસ્ટિકની પેકેજિંગ વસ્તુઓ, દવાઓ અને ટેક્સટાઈલ ઉત્પાદનોના ભાવમાં સ્થિરતા આવી શકે છે. સરકારનું આ પગલું ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. વિશ્વ વેપાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કસ્ટમ્સ ડ્યુટી છૂટનું કામ અમલમાં મૂકવું ભારતીય ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

આ પણ વાંચો : Business : ભારતે માલદીવને જરૂરી સામાનને એક્સપોર્ટ કરવાની આપી મંજૂરી, નક્કી કર્યો ક્વોટા