ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિગોએ એક મોટા સંકટનો સામનો કરવો પડ્યો હતો. હજારો ફ્લાઇટ્સ મોડી પડી હતી અને રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે DGCAનો તપાસ રિપોર્ટ હવે સામે આવ્યો છે. તેમાં કામગીરીનું વધુ પડતું ઑપ્ટિમાઈઝેશન, ક્રૂ અને એરક્રાફ્ટ માટે અપૂરતું બેકઅપ અને નવા FDTL નિયમોનું અપૂરતું અમલીકરણ જોવા મળ્યું હતું.


રિપોર્ટમાં ગંભીર ખામીઓની વિગતો આપવામાં આવી

કડક પગલાં લેતા DGCAએ CEOને ચેતવણી આપી છે, COO (એકાઉન્ટેબલ મેનેજર)ને ચેતવણી આપી છે અને SVP (OCC)ને ઓપરેશનલ જવાબદારીઓમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCAએ ફ્લાઈટમાં નોંધપાત્ર ભૂલોને લઈ ઈન્ડિગો પર રૂપિયા 22.2 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. ડીજીસીએ તપાસ રિપોર્ટમાં સોફ્ટવેર અને મેનેજમેન્ટમાં ગંભીર ખામીઓની વિગતો આપવામાં આવી છે. તેમાં ક્રૂ પર વધુ પડતું દબાણ પણ બહાર આવ્યું છે, જેમાં તેમના ફરજના કલાકો મહત્તમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ડેડ-હેડિંગ, ટેલ સ્વેપ અને લાંબી ડ્યુટી જેવી વાતો સામે આવી છે. વધુમાં, ક્રૂને ખૂબ જ ઓછો આરામ અને રિક્વરી સમય આપવામાં આવ્યો.

ઓપરેશન અને ક્રૂ પ્લાનિંગમાં જોડાયેલા અન્ય અધિકારીઓને પણ ચેતવણી મળી

DGCAએ કડક કાર્યવાહી કરતા CEOને ચેતવણી, COO (એકાઉન્ટેબલ મેનેજર)ને ચેતવણી અને SVP (OCC)ને ઓપરેશનલ જવાબદારીઓમાંથી દૂર કરવાની ચેતવણી આપી છે. ફ્લાઈટ ઓપરેશન્સ અને ક્રૂ પ્લાનિંગમાં સામેલ અન્ય અધિકારીઓને પણ ચેતવણી આપવામાં આવી છે.

શું છે આખો મામલો?

ડિસેમ્બર 2025માં, 2,507 ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 1,852 મોડી પડી હતી, જેના કારણે વિવિધ એરપોર્ટ પર ફસાયેલા 3,00,000થી વધુ મુસાફરોને અસુવિધા થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના નિર્દેશને અનુસરીને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઈન્ડિગોના સંચાલનમાં વિક્ષેપોના કારણોની સમીક્ષા અને મૂલ્યાંકન કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચો: UP ATSનો છાંગુર બાબા ધર્માતરણ રેકેટ પર સંકજો, નાગપુરથી ફંડ મેનેજરની કરી ધરપકડ


  • Follow us on: